Gujarat

જૂનાગઢના સાર્ખેશ્વર બીચની રમણીય તસવીરો

  • select * from tourism_gallery where nid='41'

મિત્રો અમે અમારી આ ખાસ લેખ શ્રેણી થકી આપને ગુજરાતમાં આવેલા સુંદર અને રમણીય બીચથી અવગત કરાવી રહ્યા છીએ. એ જ ક્રમને આગળ ધપાવતા આજે અમે આપને જૂનાગઢના સાર્ખેશ્વર બીચની યાત્રાએ લઇ જઇ રહ્યા છીએ. તો આવો જાણીએ સાર્ખેશ્વર બીચની શું છે ખાસીયત. સાર્ખેશ્વર બીચ સૌરાષ્ટ્રના જૂનાગઢ અને અમરેલી જિલ્લાની સરહદ પર આવેલ છે. આ બીચ પર પ્રવાસીઓનું સૌથી મોટું આકર્ષણ અહીંનું સુંદર કંચન જેવું આસમાની પાણી છે, જેને જોઇને આપ ચોક્કસ અભિભૂત થઇ જશો. આ બીચની સુંદર, શાંત અને મુલાયમ રેતી બીચ એડવેંચર અને રમત પ્રવૃતિઓને તક આપે છે. સાર્ખેશ્વર બીચને સૌરાષ્ટ્રમાં દીવની જેમ વિકસાવવાની નેમ અપનાવવામાં આવી રહી છે. કેવી રીતે પહોંચશો: સાર્ખેશ્વર બીચ જૂનાગઢથી નજીક આવેલું છે. માટે અહીં આવવા માટે આપે પહેલા જૂનાગઢ આવવું પડશે. જૂનાગઢ અમદાવાદથી 327 કિમી, રાજકોટથી 102 કિમી, અને પોરબંદરથી 113 કિમી દૂર છે. અહીં આવવા માટે આપને એસટી બસ અને ટ્રાવેલ્સ મળી રહેશે. આ ઉપરાંત અમદાવાદ-વેરાવળ અને રાજકોટ વેરાવળ ટ્રેન પણ છે.

Releated News