National

મંદિર એવું કે જ્યાં પગરખાં ચઢાવવાથી થાય છે ઈચ્છાપૂર્તિ

  • select * from tourism_gallery where nid='64'

સામાન્ય રીતે આપણે પગરખાં મંદિરની બહાર કાઢીએ છીએ. મંદિરમાં જઈને મિઠાઈ વસ્ત્ર કે ઉપવસ્ત્ર ચઢાવીએ છીએ. પણ દેવીનું એક એવું મંદિર છે કે જ્યાં ભગવાનને માનતા પૂરી થવા બદલ બુટ, ચંપલ, સેન્ડલ ચઢાવવામાં આવે છે. આ અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવે છે. માતાને ભેટમાં દેશ-વિદેશથી આવતા પગરખા ચઢાવવામાં આવે છે.

માતાજીનું આ અનોખું મંદિર મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ પાસે  એક પહાડ પર આવેલુ છે. તેને સિદ્ધદાત્રી પહાડવાળી માતાના નામથી ઓળખવામાં આવે છે. સ્થાનિક લોકો તેને 'જીજાબાઈ મંદિર' તરીકે પણ ઓળખે છે. આ મંદિરમાં બુટ-ચંપલોની ભેટ કેમ ચઢે છે તેની પાછળ એક ઈતિહાસ છે. ઓમપ્રકાશ નામની વ્યક્તિએ પોતાને ત્યાં માતાની મૂર્તિ સ્થાપિત કરી અને તે પછી શિવ-પાર્વતીના લગ્ન કરાવ્યા. ત્યારે દેવીને પોતાની પુત્રી માનીને તેણે કન્યાદાન પણ આપ્યું. તે પછી લોકો આદેવીને પુત્રી માનીને પુજવા લાગ્યા. જેમ દિકરીઓને કંઈને કંઈ ભેટમાં આપતા રહીએ છીએ તેવી જ રીતે આ માતાને જરૂરિયાતની તમામ ચીજો પણ ભેટમાં આપવામાં આવે છે. હવામાન અનુસાર જરૂરી તમામ ચીજો ભેટ ચડાવાય છે.  જયારે કોઈ માનતા પૂરી થાય ત્યારે પગરખાં ભેટ ચડાવવામાં આવે છે.

Releated News