National

અંદરથી આવો દેખાય છે 953 બારીવાળો આ મહેલ, બન્યો હતો રાણીઓ માટે

  • select * from tourism_gallery where nid='114'

 હવા મહેલ એ જયપુરની સાથે સંપૂર્ણ રાજસ્થાનની શાન ગણાય છે. ગુલાબી અને લાલ પથ્થરોથી બનેલો આ મહેલ પિંક સિટીની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. રાણીઓના રહેવા માટે બનેલા આ મહેલમાં 953 બારીઓ છે. આ વર્ષે 26 પ્રજાસત્તાક દિવસની પરેડમાં રાજસ્થાનની સંસ્કૃતિના પ્રતિક સ્વરૂપે આ મહેલના મોડલને સામેલ કરવામાં આવ્યો છે.

 
ભગવાન કૃષ્ણના તાજ જેવી આકૃતિ
 
- આ મહેલની આકૃતિ ભગવાન શ્રી કૃષ્ણના તાજની કલ્પનાના આધારે બનાવવામાં આવી હતી.
- 1799માં મહારાજા સવાઈ પ્રતાપ સિંહે આનું નિર્માણ કરાવ્યું હતું.
- આ મહેલના વિશેષ પ્રસંગોએ રાણીના બેસવા માટે બનાવવામાં આવ્યો હતો.
- અહીં બેસી રાણીઓ અન્યોની નજરથી દુર રહી તમામ ઈવેન્ટને જોઈ શકતી હતી.
- પેલેસ બહાર અને અંદર બંને બાજુએથી સુંદર અને આકર્ષક છે.
 
પાંચ માળનો છે મહેલ
 
વિશ્વભરના ચર્ચિત મહેલોમાં હવા મહેલને સૌથી સુંદર મહેલોમાંથી એક ગણવામાં આવે છે. પાંચ માળના આ મહેલમાં સીડીઓની સંખ્યા ઓછી છે. તેમાં ઉપરથી નીચે આવવા માટે ઢાળનો ઉપયોગ કરાયો છે. જ્યારે મહેલની વચ્ચે મોટો વરંડો આવેલો છે.
 

Releated News