Gujarat

અમદાવાદથી ત્રણ કલાકના અંતરે છે જબરદસ્ત પ્રવાસન સ્થળ, હજી બધાની નથી પડી નજર

  • select * from tourism_gallery where nid='40'

ગુજરાતમાં જે સારા પ્રવાસન સ્થળો છે એમાં કબીરવડનું સ્થાન આગળ પડતું છે. આ કબીર નર્મદા નદીની વચ્ચે આવેલા ટાપુ પર સ્થિત છે અને શુક્લતીર્થ શિવ મંદરથી નાવમાં બેસીને આ જગ્યાએ પહોંચી શકાય છે. વડની વડવૈયોથી વૃક્ષવાટિકામાં ફેરવાયેલું આ વૃક્ષ હાલ 3 કિલોમીટરના વિસ્તારમાં ફેલાઇ ચૂક્યું છે. સંત કબીર જેઓ વર્ષો સુધી અહીં વસ્યાં હતાં તેમના નામ પરથી આ વડનું નામ કબીરવડ પડ્યું છે.

અહીં કબીર મંદિર પણ છે જ્યાં મુલાકાતીઓ અને શ્રદ્ધાળુઓ પ્રાર્થના કરવા આવે છે. કબીરવડ માત્ર ઐતિહાસિક કારણથી લોકો આવતાં નથી પરંતુ અહીંના ભવ્ય વડની આસપાસ ફેલાયેલી અપાર શાંતિ અને પવિત્રતા માણવા આવે છે. નર્મદા નદી નર્મદા તથા વડોદરા જિલ્લાની સીમા પર થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી વહેતી હોવાને કારણે તેની ઉપર ઘણાં જાણીતાં સ્થળો આવેલાં છે અને તે દરેક સ્થળ સુધી પહોંચવા માટેના પૂરતા માર્ગો પણ છે.

આ સિવાય ભરૂચ, રાજપીપળા, ચાણોદ અને ડભોઈ પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ છે. સરદાર સરોવર ડેમ જોવા માટે ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય. અહીં સૌથી નજીકનું રેલવે સ્ટેશન ભરૂચ છે તેમજ એરપોર્ટ વડોદરા ખાતે આવેલું છે.

Releated News