International

રણની વચ્ચે વસેલું સ્વર્ગ : દુબઈ

  • select * from tourism_gallery where nid='42'

અરબસ્તાન એટલે નર્યું બળબળતું રણ એ માન્યતા સાચી નથી. દુબઈ અરબસ્તાનનો એક હિસ્સો છે. દુબઈમાં તમને કાળઝાળ સૂર્યની ગરમીવાળું રણ પણ મળે અને સ્વચ્છ નીલરંગી સમુદ્ર પણ મળે. પહાડો પણ મળે અને ખજૂરીના વૃક્ષોની લચી પડતા હરિયાળા રણદ્વિપો પણ મળે. અસ્સલ પુરાણા અરબ ગામડાં પણ મળે અને અત્યંત આધુનિકતાથી સજ્જ અને વેપાર વાણિજ્યથી ધમધમતાં આધુનિક શહેર પણ મળે. આમ દુબઈમાં વિરોધાભાસ ખુદ એક આકર્ષણ બની રહે છે.

યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)ના નોર્ધન દરિયાકિનારે દુબઈ વસેલું છે. આજે કોસ્મોપોલિટન શહેર તરીકે દુબઈ બહાર આવી રહ્યું છે. જેના સતત એકધાર્યા વિકાસે તેને ગ્લોબલ સિટી, મીડલ ઇસ્ટ અને ર્પિસયન ગલ્ફ રિજિયનનું બિઝનેસ અને કલ્ચરલ હબ બનાવ્યું છે. દુબઈ પેસેન્જર્સ અને કાર્ગોનું પણ મોટું ટ્રાન્સપોર્ટ હબ છે. તાજેતરમાં મહત્ત્વના મહાકાય કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ અને સ્પોર્ટ્સ ઇવેન્ટ્સથી જગતભરના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગગનચુંબી અને ઊંચી ઈમારતોનું એક પ્રતીકાત્મક શહેર પણ કહેવાય છે. જેવી કે બુર્ઝ ખલીફા, મેન મેડ આઈલેન્ડ, હોટેલ્સ અને વિશાલ-મોટાં શોપિંગ મોલ્સ.

જંગલી ઘાસ અને ખજૂરીના ઝાડવાળા રણથી દુબઈ ઘેરાયેલું છે. રણમાં આવેલ હાજાર પર્વતોના ઢોળાવો પર કુદરતી વરસાદથી પોષણ મેળવતી ખજૂરીના ઝાડના બગીચાઓ ઊભેલા છે. દુબઈ યુરોપ, એશિયા અને આફ્રિકા વચ્ચેનો આવનજાવનનો રસ્તો બન્યું હોવાથી ૩૨૦ જાતના પક્ષીઓ અહીંથી અવરજવર કરે છે. અહીંની મરીન લાઈફ પણ વૈવિધ્યભરી છે. ૩૦૦ જેટલી માછલીઓ માટે અહીંનો દરિયો તેમનું ઘર બન્યો છે. ટ્રોપિકલ ફિશ, જેલી ફિશ, કોરલ, ડોલફિન્સ, વ્હેલ, શાર્ક અને અનેક જાતના કાચબા અહીંના પાણીમાં જોવા મળે છે. હાઉક્સબીલ ટર્ટલ અને ટર્ટલ પણ અહીં જોવા મળે છે.

દુબઈ ગરમ રણની આબોહવા ધરાવતું શહેર છે. ઉનાળો ગરમ, ભેજવાળા પવનોવાળો છે. ઓગસ્ટ મહિનામાં સખત ગરમી પડે છે અને જાન્યુઆરી મહિનામાં અહીં સખત ઠંડી પડે છે. અહીં ૭૦ કરતાં પણ વધુ શોપિંગ મોલ્સ છે. દુનિયાના મોટામાં મોટા શોપિંગ માટેના 'દુબઈ મોલ'ની મુલાકાત લેવા જેવી છે. આથી જ દુબઈને મિડલ ઈસ્ટનું શોપિંગ કેપિટલ કહેવાય છે. ડેરા (ડ્ઢીૈટ્વિ) સિટી સેન્ટર, સ્ૈઙ્ઘિૈકક સિટી સેન્ટર, મ્દ્ધિદ્બટ્વહ, મોલ ઓફ ધ અમીરાત, દુબઈ મોલ, ઇબ્ન બતૂતા મોલ અહીંના મુખ્ય મોલ છે. દુબઈ મોલમાં ઇીીઙ્મ ઝ્રૈહીદ્બટ્વજ નામનું મોટામાં મોટું સિનેમાગૃહ છે. જે ૨૨ સ્ક્રીન અને કુલ ૨૮૦૦ સીટ ધરાવે છે.

'બુર્ઝ અલ આરબ' દુનિયાની એકમાત્ર સેવન સ્ટાર હોટેલ છે. જે દુબઈના દરિયાકિનારે આવેલા ત્નેદ્બીૈટ્વિર બીચથી ૨૮૦ મીટરના અંતરે માનવસર્જીત આઈલેન્ડ પર આવેલી છે. પ્રાઈવેટ (ર્કિંવગ) બ્રિજથી મુખ્ય જમીનરસ્તે જોડાયેલી છે. એનું ઇન્ટિરિયર કુનાનચ્યુએ (ોહટ્વહષ્ઠરીુ) કર્યું છે. એની ટ્વંટ્વિૈદ્બ લોબી 'વી' શેપમાં છે. જે ૧૮૦ મીટરની ઊંચાઈએ છે. ૨૮ ડબલ સ્ટોરી ફ્લોર છે, ૨૦૨ બેડરૂમ સ્યૂટ્સ છે. વિશ્વની મોંઘામાં મોંઘી હોટેલ છે. આ સ્યૂટમાં એકરાત્રી રોકાણની કિંમત ૧,૦૦૦ ડોલર અને રોયલ સ્યૂટની કિંમત ૨૮,૦૦૦ ડોલર છે. એની એક રેસ્ટોરાં અલમન્તાહા ર્પિસયન ગલ્ફમાં ૨૦૦ મીટરના અંતરે આવેલી છે. જ્યાંથી આખા દુબઈનું દર્શન થાય છે. ૨૭ મીટરની છતથી એને આધાર આપવામાં આવ્યો છે. અહીં પ્રવેશ માટે એક લિફ્ટ મૂકવામાં આવેલી છે.

બીજી રેસ્ટોરાં છે અલ મહારા. અહીં પ્રવેશ કરતાં સબમરીનની મુસાફરીનો અનુભવ થાય છે. લગભગ ૩૫,૦૦૦ ક્યુબિક સી વોટર ધરાવતું એક્વેરિયમ છે. પાણીના દબાણ સામે ટકી રહે તેવી એક્રેલિક ગ્લાસની ટાંકી બનાવાઈ છે. જે લગભગ ૧૮ સે.મી. જાડી છે.

દુબઈ મિરેકલ ગાર્ડન-દુબઈ લેન્ડ :

વેલેન્ટાઈન ડે-૨૦૧૩માં ૭૨,૦૦૦ સ્ક્વેર મીટર ધરાવતો આ ફ્લાવર ગાર્ડન ખુલ્લો મૂકવામાં આવેલ. નકામા વપરાઈ ગયેલા પાણીનો રિ-યુઝ કરી બનાવવામાં આવેલ આ ગાર્ડનમાં ૪૫ મિલિયન ફૂલો ઉગાડાય છે. જે વિશ્વનો મોટામાં મોટો ફ્લાવર ગાર્ડન છે. મેથી સપ્ટેમ્બર મહિનામાં અતિ ગરમીને લીધે આ ગાર્ડન બંધ રહે છે.

દુબઈ મ્યુઝિયમ :

અલ શહિદી કિલ્લામાં આ મ્યુઝિયમ જોવા જેવું છે. ઈ.સ. ૧૭૮૭માં બંધાયેલી આ ઇમારત અત્યાર સુધીમાં રાજમહેલ તરીકે, લશ્કરી નિવાસસ્થાન અને કેદખાના તરીકે વપરાઈ ચૂકેલી છે.

હેરીટેજ એન્ડ ડાઈવિંગ વિલેજ :

દુબઈની અસલ પરંપરા તાદૃશ કરતું ગામડું ક્રીકના મુખ પાસે વસાવવામાં આવ્યું છે. આ ગામડાંમાં માટીના વાસણ બનાવનારા, કાપડ વણનારા કારીગરો પ્રાચીન અરબી કલાકારીગરીનું પ્રવાસીઓ સમક્ષ નિદર્શન કરે છે.

મેજિક પ્લેટન :
આ એક શોપિંગ મોલમાં આવેલું બાળકો માટેનું મનોરંજન કેન્દ્ર છે.

વંડર લેન્ડ :

૧૯૯૬માં ખુલ્લો મૂકાયેલો અને ૧૮ એકર લેન્ડમાં પથરાયેલો આ પાર્ક એકસાથે ૮૦૦૦ મુલાકાતીઓને સમાવી શકે તેવો છે. વિવિધ પ્રકારની વોટર સ્પોર્ટ્સ અહીંનું આકર્ષણ છે.

દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને શેખ ઝાયેદ રોડ :

વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં દુનિયાના સૌથી મોટા વ્યાપારી સંસ્થાનો પૈકી ઘણાની ઓફિસો આવેલી છે. અહીંથી શરૂ થઈ અબુધાબી તરફનો હાઈવે બનતો આ રાજમાર્ગ એક વિશિષ્ટતા ધરાવે છે. કાચ અને પોલાદના ટાવર અન્યત્ર ક્યાંય જોવા મળતા નથી.

અલ બૂમ ટુરિસ્ટ વિલેજ :

ક્રીકની બાજુમાં જ આવેલા આ ગામડાંમાં બે હજાર વ્યક્તિઓ બેસી શકે તેવો ભોજનખંડ, કોફી શોપ, રેસ્ટોરાં, એમ્યુઝમેન્ટ પાર્ક, લેક, બોટિંગ પ્રવાસીઓના આનંદને વધારી મૂકે છે.

દુબઈ ઝૂ :

જુમૈરાહ ખાતે આવેલું આ ઝૂ ઘણું નાનું છે, પણ અહીં અરબસ્તાનની ઘણી બધી પ્રજાતિઓ જોવા મળે છે. જેમાં જંગલી બિલાડી, ગોર્ડેન્સ, સોનેરી કોર્મોરેન્ટનો સમાવેશ થાય છે.

દુબઈ શહેરની બહારના જોવાલાયક સ્થળો :

આશરે ૪૦૦૦ ચોરસ કિ.મી.ના ગંજાવર વિસ્તારમાં પથરાયેલા રણની અંદર પથ્થરિયા મેદાનો પણ છે અને જરાક ડર લગાડે તેવા રેતીના ડુંગરા પણ છે અને તે બંનેની વચ્ચે અનેક પ્રકારના રેતી, પથ્થર અને આછી વનસ્પતિના કુદરતી સંયોજન જેવા દૃશ્યો પણ છે. આ રણના અનુભવોને માણવા માટે ડેઝર્ટ સફારી છે અને તે માટેના ખાસ ફોર-વ્હિલ ડ્રાઈવ વાહનો પણ રાખવામાં આવ્યા છે. સેન્ડ સ્કીઇંગ જેવી રમત પણ ઉપલબ્ધ છે. હાદા પર્વતની આસપાસ પ્રાચીન સમયની નહેરો જોવા જેવી છે. આ સિવાય આઈસ સ્કીઇંગ માટે પણ દુબઈની મુલાકાત લેવા જેવી ખરી.

દુબઈ પર્યટક આયોજક કંપનીઓ તરફથી વિવિધ ગાળાના પ્રવાસ કાર્યક્રમો અને વિવિધ ટુર્સ પ્રવાસીઓને ઓફર થાય છે. એમાં ખરીદી માટેની ખાસ ટુર, ક્રીક, ટુર, ડેઝર્ટ સફારી, ડયુન ડ્રાઈવિંગ, બંડીસ (સૂકાઈ ગયેલી નદીઓના પટમાં) ટુર, એન્ડ સ્કીઇંગ, ઊંટ સવારી, બેદુઈન ગામડાંની મુલાકાત, બર્ડ વોચિંગ ટૂર, ડેઝર્ટ ફિસ્ટ, ઊંટની રેસ, ઘોડાની રેસ જોવા માટેની ટૂર અને અન્ય સ્થળોની મુલાકાત માટેની ટૂર્સનું આયોજન કરી શકાય છે. દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. પાંચ રન-વે, ચાર ર્ટિનમલ બિલ્ડિંગ, ૧૬૦ મિલિયન પેસેન્જર અને ૧૨ મિલિયન કાર્ગોની વ્યવસ્થા ધરાવતું એરપોર્ટ છે.

દુબઈ પાંચ મેઈન રોડ મારફતે પોતાના દેશનાં સ્થળો સાથે જોડાયેલું છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગનાં શહેરો સાથે બ્રિજ, ટનલ્સ બે ક્રોસિંગ અને ફ્લોટિંગ બ્રિજથી જોડાયેલું છે. અહીં પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે. જે દુબઈ ગવર્નમેન્ટની એજન્સી ઇ્છ દ્વારા સંચાલિત છે. ટેક્સી ર્સિવસીસને પણ ઇ્છ દ્વારા લાઈસન્સ આપવામાં આવે છે. એટલે દુબઈ ટેક્સી કોર્પોરેશન એનું જ એક ડિવિઝન બન્યું છે. ૫૦૦ જેટલા એકરન્ડિશન્ડ બસ શેલ્ટર્સ અહીં છે. ઇરાનના તહેરાન બાદ દુબઈ મેટ્રો સસ્તી રેલસેવા માટે વિશ્વમાં બીજા ક્રમે છે. દુબઈ મેટ્રો અર્બન ટ્રેન નેટવર્ક ધરાવતો અરેબિયન દ્વિપકલ્પ છે.

પોર્ટ રશીદ અને પોર્ટ જેબેલ અલી અહીંના બે મહત્ત્વના કોમર્શિયલ બંદરો છે. પોર્ટ જેબેલ અલી મીડલ ઇસ્ટનું મોટામાં મોટું બંદર છે. નાની બોટ (ટ્વહ્વટ્વિજ) ફેરી ર્સિવસથી પણ પેસેન્જરની આંતરિક અવરજવર ચાલુ હોય છે. આવી જાહોજલાલીથી છલકાતા દુબઈની મુલાકાત સ્વપ્નનગરીની મુલાકાત સમી બની રહે છે.

Releated News