National

ક્રિસમસ વખતે મોંઘીદાટ ટિકિટ ખર્ચીને ગોવા જઈને કહેશો કે, બોસ! ખરેખર પૈસા છે વસૂલ

  • select * from tourism_gallery where nid='37'

ક્રિસમસ' અને 'ન્યૂ યર'ના સેલિબ્રેશન માટે દુનિયાના ખૂણે ખૂણેથી શોખીનો ગોવા આવી પહોંચે છે. ન્યૂ યર સેલિબ્રેશન માટે ગોવા સૌથી હોટ ડેસ્ટિનેશન ગણાતું હોવાથી ફ્લાઇટ્સ, હોટેલ્સ અને રિસોર્ટ્સ દરેકની માંગી પણ વધે છે. પરિણામે અત્યારથી જ અમદાવાદથી ગોવાની વન-વે એર ટિકિટના ભાડાં ૧૬૫૦૦ રૂપિયા સુધી પહોંચી ગયાં છે. સામાન્ય દિવસોમાં ગોવાનું એક તરફી ભાડું ૪૦૦૦ રૂપિયા જેટલું હોય છે. મતલબ કે ન્યૂ યરની ઇફેક્ટથી ગોવાના હવાઇ ભાડાં ચાર ગણા સુધીનો વધારો થઇ ગયો છે...!

ભારતના ગોવા રાજ્યના સમુદ્રી તટ વિશ્વ પ્રસિદ્ઘ છે. દુનિયાભરમાંથી લોકો અહીં રજાઓ માણવા માટે આવે છે. ગોવા ચારેબાજુથી સમુદ્રથી ઘેરાયેલું છે અને ત્યાં જવા માટે મુખ્ય બે માર્ગ છે. મહારાષ્ટ્રના મુંબઇથી ગોવા અને કર્ણાટકથી બેલગામ દ્વારા જઇ શકો છો. ગોવાની રાજધાની પણજી છે ભારતના જૂના અને પ્રાચીન ગ્રંથોમાં ગોવાનો ઉલ્લેખ થયેલો છે. આ પહેલા ગોરાષ્ટ્ર, ગોપકપુરી, ગોપકપટ્ટન, ગોવે, ગોવાપુરી, ગોપકાપાટન, ગોમંત, ચંદ્રપુર અને ચંદ્રોર નામથી ઓળખવામાં આવતું હતું. પરશુરામના બાણથી તેને પાછળ ધકેલવામાં આવ્યું હતું તે કાણ તેને વાણસ્થળી પણ કહેવામાં આવે છે. જે સ્થાનનું નામ પુર્તુગાલના યાત્રીઓએ ગોવા રાખ્યું તે આજે નાનકડું સમુદ્ર તટીય શહેર ગોવા બની ગયું છે. પાછળથી તેના સમુદ્રી દ્વીપના કારણે તેને ગોવા એવું નામ આપવામાં આવ્યું હતું. પુર્તગાલિયા લોકોએ અહીંયા ઇસાઇ ધર્મનો પ્રચાર કર્યો હતો. ગોવા લગભગ ૫૦૦ વર્ષ સુધી પુર્તગલિયોનો આધીન બનેલો રહ્યો હતો. અહીંની માતૃભાષા કોંકણ અને મરાઠી છે. ૧૦૦૦ વર્ષ પહેલા ગોવા કોંકણ કાશીના નામથી જાણીતું હતું. પુર્તગાલી લોકોએ અહીંનો ઇતિહાસ અને મૂળ સંસ્કૃતિનો નાશ કરી નાખ્યો હતો. તેમણે અહીંની પ્રાકૃતિક અને ધન સંપત્તિને લૂટીને પુર્તગાલ મોકલી દીધી હતી.

ભારતના ગોવા રાજ્યના સમુદ્રી તટ વિશ્વ પ્રસિદ્ઘ છે. દુનિયાભરમાંથી લોકો અહીં રજાઓ માણવા માટે આવે છે. ગોવા ચારેબાજુથી સમુદ્રથી ઘેરાયેલું છે. ત્યાં જવા માટે મુખ્ય બે માર્ગ છે. મહારાષ્ટ્રના મુંબઇથી ગોવા અને કર્ણાટકમાંથી બેલગામ દ્વારા જઇ શકો છો. ગોવાની રાજધાની પણજી છે. ગોવાના સુંદર લાંબા સમુદ્ર તટ, ચર્ચ, મંદિર, જૂના કિલ્લા અને કલાત્મક ભગ્નાવશેષોએ પર્યટકોએ ગોવાને મુખ્ય ઉદ્યોગ બનાવી દીધો છે. જ્યાં સંગીત નાચ-ગાન, ડ્રમ-ગિટારની ધૂન પ્રસિદ્ઘ છે ત્યાં શાંત, સ્વચ્છ અને મનોરંજક વાતાવરણ પ્રસ્તુ કરવામાં આવે છે. ત્યાંનું સમુદ્રી ભોજન પણ વખણાય છે. ખૂબ જ મોજમસ્તી અને આનંદ મેળવવા માટે ગોવાને એક આદર્શ સ્થાન ગણવામાં આવે છે. સમગ્ર ગોવામાં એટલા બધા સમુદ્રી તટો આવેલા છે કે પર્યટકોએ બધા જ તટની મુલાકાત લેવી હોય તો એક મહિના સુધી ગોવામાં રહેવું પડે. ગોવાના સમુદ્રી તટોમાં તમે સ્વિમિંગ, વોટર સર્ફિંગ, સ્કૂબા ડાઇવિંગ, વોટર સ્કૂટર વગેરેની મજા માણી શકો છો. પણજી, મડગાંવ, માપુસા, વાસ્કો તથા પૌડા રાજ્યના મુખ્ય શહેરો છે. પણજી ગોવાની રાજધાની છે જે માંડવી નદીના કિનારા પર સ્થિત છે. અહીંયા માંડવી નદી ઉપર બનેલ બ્રિજ જોવાલાયક છે.

પણજીમાં બેસિલિકા ઓફ બોમ જીસસ અને મૂર્તિ મંદિર, મહાલ-મી મંદિર સહિત પ્રાચીન મંદિરો અને ચર્ચ આવેલા છે. અહીનું જૂનું શહેર જોવાલાયક છે. અહીંયા અગ્રેજોના જમાનાની જેલ આવેલી છે જેમાં સ્વતંત્રતા આદંલોનના સેનાનીઓને રાખવામાં આવતા હતાં. અહીંયા સમુદ્ર અને નદીનો સંગમ પણ અદ્ભૂત લાગે છે. ગોવાના પ્રમુખ તટ મીરામાર, કાલાંગુટ, પોલોલમેત તટ, બાગાતટ, મોવોર, કેવેલસિમ તટ, જુઆરી નદી પર પાઉલા તટ, અજુના તટ, આરામ બોલ તટ, ચાપોરા તટ, મોજોડા તટ, સિકેરિયન, વરકા તટ, કોલવા તટ, બેનાઉમિલ તટ, પોલોલેમ તટ, હરમલ તટ, માંડવી નદી વગેરે. ગોવાની મુખ્ય નદીઓમાં માંડવી, જુઆરી, ચાપોરા, સાલ, તાલપોના અને તીરાકોલ નામની છ નદીઓ વહે છે.

Releated News