International

નવપરિણીતોમાં 'ગપુચી ગપુચી ગમ ગમ'કરવા માટે આ સ્થળો છે ફેવરિટ!

  • select * from tourism_gallery where nid='8'

નવા લગ્ન થયા બાદ તરત જ નવદંપતીઓ હનીમૂન માટે દેશ કે વિદેશના પ્રખ્યાત સ્થળોએ જતા હોય છે. આવા નવદંપતીઓને જણાવી દઇએ કે, તાજેતરમાં ફેસબુક દ્વારા કરાયેલાં સર્વેક્ષણ અનુસાર વિશ્વનાં સૌથી લોકપ્રિય હનીમૂન સ્થળોમાં અમેરિકાનાં લાસ વેગાસને વિશ્વમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે, પરંતુ ચર્ચાસ્પદ બાબત એ છે કે ફેસબુકનાં આ સર્વેક્ષણમાં યુરોપ અને ભારતનાં કોઇ રમણીય સ્થળનો ઉલ્લેખ કરાયો નથી. લગ્નનાં બે સપ્તાહમાં કયાં સ્થળે કેટલાં યુગલો હનીમૂન કરવા પહોંચ્યાં તેના આંકડાઓને આધારે ફેસબુકે સ્થળોની યાદી તૈયાર કરી છે, જો હનીમૂન પર ગયેલાં યુગલોએ ફેસબુક પર કરેલી પોસ્ટને આધારે આ રેન્કિંગ આપવામાં આવ્યા છે. રજાઓ ગાળવા જતાં લોકો હંમેશાં ફેસબુક પર તેની માહિતી પોસ્ટ કરતાં હોય છે. હનીમૂન મનાવવા ગયેલાં યુગલો પણ આ પ્રકારના ફોટા પોસ્ટ કરી લેતાં હોય છે. ફેસબુક અનુસાર લાસ વેગાસ બાદ હવાઇ ટાપુઓ અમેરિકનોમાં હનીમૂન માટે સૌથી મનપસંદ સ્થળ છે.

ફેસબુકે પોતાનાં રહેઠાણથી ૨૦ માઇલ કરતાં દૂરનાં સ્થળે લગ્નનાં બે સપ્તાહમાં જ ફરવા ગયેલાં લોકો પર સર્વેક્ષણ હાથ ધર્યું હતું. સોશિયલ મીડિયા સાઇટ પર તેમના દ્વારા થતી પોસ્ટના આધારે સ્થળોને રેન્કિંગ આપવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે ફેસબુકની આ યાદીમાં યુરોપનાં કોઇ સ્થળનો પ્રથમ ૧૦માં સમાવેશ થયો નથી, તે જ રીતે ભારત અને એશિયાનાં ઘણાબધાં રમણીય અને લોકપ્રિય સ્થળોનો પણ ઉલ્લેખ કરાયો નથી. અમેરિકા બાદ હવાઇ ટાપુઓ અને મેક્સિકોનાં સ્થળો નવપરિણીતોમાં સૌથી પ્રિય છે તેમ ફેસબુક કહે છે. ટોચનાં પાંચ સ્થાનોમાં અમેરિકાનાં ત્રણ અને મેક્સિકોનાં બે સ્થળોનો સમાવેશ કરાયો છે. ડોમિનિક રિપબ્લિકના પુન્તા કાના, જમૈકાના મોન્ટેગો બે, સેન્ટ લુસિયાના કાસ્ટ્રીઝ અને બ્રાઝિલના ગ્રેમેડોનો ટોચનાં ૧૦ સ્થળોમાં સમાવેશ કરાયો છે.

ફેસબુકના જણાવ્યા અનુસાર લગ્નનાં બે સપ્તાહમાં પોતાનાં ઘરથી ૧૨,૦૦૦ માઇલ દૂર હનીમૂન માટે ૧૦૦ કરતાં વધુ યુગલો ગયાં હતાં. આ ગ્રૂપમાં ન્યૂઝીલેન્ડની મુલાકાત લેનારા સ્પેનિશ દંપતીઓ અને થાઇલેન્ડની મુલાકાત લેનારાં પેરૃનાં દંપતીઓની સંખ્યા મોટી છે.

વિશ્વનાં સૌથી લોકપ્રિય હનીમૂનનાં સ્થળો

૧. લાસ વેગાસ, અમેરિકા
૨. લાહૈના, અમેરિકા
૩. હોનોલૂલૂ, અમેરિકા
૪. પ્લાયા જેલ કાર્મેન, મેક્સિકો
૫. કેનકૂન, મેક્સિકો
૬. પુન્તા કાના, ડોમિનિક રિપબ્લિક
૭. મોન્ટેગો બે, જમૈકા
૮. એન્તાલિયા, તૂર્કી
૯. કાસ્ટ્રીઝ, સેન્ટ લૂસિયા
૧૦ ગ્રેમેડો, બ્રાઝિલ

Releated News