National

એડવેંચરપ્રિય લોકોને આકર્ષતું આ શહેર થીજવતી ઠંડીમાં સ્કી ડાઉવિંગ માટે છે પ્રસિદ્ધ!

  • select * from tourism_gallery where nid='112'

 એડવેંચરપ્રિય લોકો માટે એક સુંદર સ્થળ છે ઔલી

 
સ્કી ડાઇવિંગ અને બરફમાં રમવા માગતા ટૂરિસ્ટ માટે ઔલી એક નવી જ જગ્યાનો ઉદય છે. શિમલા, મનાલી અને ગુલમર્ગ જેટલું જાણીતું ન બની શકેલું ઔલી ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. એક સ્વતંત્ર રાજ્ય બન્યાં પછી ઉત્તરાખંડ હવે ધીમે-ધીમે પ્રવાસીઓની નજરમાં આવી રહ્યું છે. ઔલીને બુગાયલ તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો અર્થ ઘાસનું મેદાન થાય છે.
 
- બદ્રીનાથના રસ્તે આવેલું ઔલી ચોમાસા સિવાય તમામ સમયે જોવાલાયક સ્થળ છે. જોકે, શિયાળામાં હવે ત્યાં ભારતના અને દુનિયાના અનેક લોકો ખાસ સ્કી ડાઇવિંગ માટે આવે છે.
 
- ગઢવાલ મંડલ વિકાસ નિગમ આ રિસોર્ટની દેખરેખ રાખે છે. એશિયાનો સૌથી લાંબો રોપ-પે (કેબલકાર) અહીં છે, જેની લંબાઈ 4 કિલોમીટર છે.
 
- જો તમે ઔલીમાં સ્કી ડાઇવિંગ કરવા જવાની પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તેના માટે ઉત્તમ સમય ડિસેમ્બરના છેલ્લા વીકથી માર્ચના પહેલા વીક સુધીનો માનવામાં આવે છે. આ સમયે વાતાવરણમાં તાપમાન સાવ નીચું થઈ જાય છે તથા બરફવર્ષાની શક્યતા હોવાથી ગરમ કપડાં ખાસ જરૂરી છે.
 
- સ્કી ડાઇવિંગ તથા ટ્રેકિંગ ઉપરાંત દુનિયાનું સૌથી ઊંચું માનવસર્જિત તળાવ ઔલીમાં આવેલું છે. હિમાલયના ખોળામાં વસેલી આ જગ્યાની નજીક નંદાદેવી શિખર પણ છે. તેની સૌથી નજીકનું એરપોર્ટ દહેરાદૂન છે. ત્યાંથી ટેક્સી દ્વારા ઔલી જઈ શકાય છે.
 
- દેશના મહત્વના યાત્રાધામ બદ્રીનાથના રસ્તે આવેલા ઔલીનો પ્રવાસ ઠંડી સહન કરવાની તૈયારી હોય તો જ કરવો જોઈએ. ઔલીની આસપાસમાં વિષ્ણુપ્રયાગ, જોશીમઠ અને તપોવન જેવાં યાત્રાધામ આવેલાં છે.
 
- ઉત્તરાખંડ રાજ્યમાં હિમાલય પર્વતમાળામાં આવેલું ઔલી તેના બરફાચ્છાદિત દેખાવના કારણે ભારતભરમાં જાણીતું છે.
 
- અહીં સ્કીઇંગ માટે ૩૦૫૦ મીટરની ઊંચાઈથી ૨૫૨૦ મીટરની ઊંચાઈ સુધીના ત્રણ કિલોમીટરનો સ્લોપ છે જેના કારણે સ્કીઇંગ વધુ સરળ બની જાય છે.
 
- સ્કીઈંગ શીખવા માંગતા લોકો માટે અહીં ૧૫ દિવસના ટ્રેનિંગ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવે છે.
 

Releated News