Gujarat

અમદાવાદની આ 7 જગ્યા નથી જોઈ તો શું જોયું?

  • select * from tourism_gallery where nid='126'

 અમદાવાદનો આજે 606મો જન્મદિવસ છે. 26મી ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે. અહેમદશાહ બાદશાહે ઈ.સ 1411માં અમદાવાદની સ્થાપના કરી હતી. તો આજે આપણે જોઈએ અમદાવાદના કયા એવા 7 સ્થળો છે જે તમારે જોવા જ જોઈએ.  

 
1. અડાલજની વાવ
અડાલજની વાવ અડાલજ ગામની સીમમાં ઇ.સ 1499ની સાલમાં વીરસંગ વાઘેલાની પત્ની રાણી રૂડીબાઇ માટે રાજા મોહમ્મદે બેગડાએ આ વાવનું નિર્માણ કર્યું હતું. માટે આ વાવને રૂડીબાઇની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વાવમાં ચુના પથ્થરથી નિર્મીત હિન્દૂ-મુસ્લિમ સ્થાપત્યકાળનો એક ઉત્તમ નમૂનો છે.
 
2. સરખેજ રોજા
અમદાવાદના લગભગ પાદરમાં જ કહી શકાય તેટલું નજીક આવેલું સરખેજ ત્યાંના રોજા માટે ખૂબ જાણીતું છે. ભવ્ય તળાવને કાંઠે આવેલા રોજાનું બાંધકામ સ્થાપત્યની દ્રષ્ટિએ ખૂબ સુંદર છે. પવિત્રતા, વિદ્વતા અને પોતાની ઊંચી ધાર્મિક ભૂમિકા માટે વિખ્યાત આદરણીય સંત શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ 111 વર્ષની ઉંમરે 1446માં જન્નતનશીન થયા ત્યારે એ જ સાલમાં અમદાવાદના-ગુજરાતના સુલતાને એમનો રોજો બંધાવવો શરૂ કર્યો તેનું કામ ઈ.સ.1451માં પૂરું થયું હતું. રોજાની ભીંતો પર સુંદર કોતરણી છે. ખાસ કરીને મુખ્ય રોજાની કબરના વિશાળ ખંડની આરસની દીવાલોમાં કોતરેલી જાળીઓ ખૂબ સુંદર છે.
 
3. વિન્ટેજ વિલેજ
અમદાવાદના કઠલાક વિસ્તારમાં આવેસ એક મ્યુઝિયમ જ્યાં વિન્ટેજ કારનો ખજાનો સચવાયેલો છે. સ્થળે તમને દુનિયાની દરેક વિન્ટેજ કારના મોર્ડલ જોવા મળી શકે છે. આ સ્થળ ઉપર ફોટોગ્રાફિ કરવાની એક અલગ મજા છે.
 
4. અમદાવાદની પોળ
અમદાવાદ પહલેથીજ પોળના કરાણે જાણીતું છે. તેનું મોટાભાગનું હેરિટેજ પોળોમાં સચવાયેલું રહ્યું છે. 
 
5. હઠિસિંગની હવેલી 
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના એક સમયના રાજધાની શહેર અમદાવાદનું ઐતિહાસિક, પૌરાણિક તેમજ જોવાલાયક સ્થળ છે. હઠીસિંહનાં દેરા જૈન નગરશેઠ હઠીસિંહે બંધાવેલા જૈન દેરાસર છે, જે તેના સ્થાપત્ય અને કોતરણી માટે પ્રસિદ્ધ છે જે અમદાવાદનાં દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા છે અને જૈન ધર્મના શ્રદ્ધા સ્થળ તરીકે દૂર દૂર સુધી પ્રખ્યાત છે. તેનું નિર્માણ ઈ.સ. 1850માં થયું હતું.
 
6. સીદી સય્યદની જાળી
અમદાવાદ શહેરમાં આવેલી સીદીસૈયદની મસ્જિદની એક દિવાલ પર આવેલી પ્રખ્યાત જાળી છે. આ જાળીની ખાસિયત એ છે કે આટલી મોટી જાળી એક જ પથ્થરમાંથી બનેલી છે. આ જાળી નક્શીકામનો બેજોડ નમુનો ગણાય છે. અમદાવાદની પ્રસિદ્ધ ઇમારતોમાંની એક હોવા ઉપરાંત સીદીસૈયદની જાળી અમદાવાદના ચિહ્ન તરીકે પણ વપરાય છે.
 
7. નળ સરોવર
આ સરોવરની મહત્તમ ઉંડાઇ 2.7 મીટર છે પરંતું 60% કરતા વધારે વિસ્તારમાં પાણીની ઉંડાઇ એક થી સવા મીટર જેટલી જ છે, પરંતુ જળાશય 12000 હેકટર જેટલો વિશાળ ફેલાવો ધરાવે છે. પાણીની ઓછી ઉંડાઇને કારણે પાણીની સપાટી નીચે વિવિધ વનસ્પતિનો ઉગાવો સારો એવો રહે છે. જેને લીધે ખોરાકની વિપુલતા વધતી હોવાથી પક્ષીઓ મોટી સંખ્યામાં અહીં આવે છે. આ સરોવરમાં અનેક નાના નાના બેટ આવેલા છે. આ સરોવર ગુજરાતનાં જોવાલાયક સ્થળોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ સરોવરની દેખરેખ તેમ જ વ્યવસ્થાનું કાર્ય ગુજરાત રાજ્યનો વન વિભાગ સંભાળે છે.

Releated News