National

આ છે ઈન્ડિયાના 7 ડેસ્ટિનેશન, ગર્લ્સ આઉટિંગ માટે છે સુરક્ષિત અને ઉત્તમ!

  • select * from tourism_gallery where nid='119'

 ગર્લ્સ ગેંગની સાથે મોજ-મસ્તી, શોપિંગ અને ગોસિપ્સ કરી હોય તેને એક લાંબો સમય વીતી ગયો છે, જેને તમે મિસ કરી રહ્યા છો તો કેમ ન એક નાનકડી ટ્રિપ પ્લાન કરો જેમાં સમયની સાથે જ પૈસા પણ ઓછા લાગે અને ઘણી બધી મસ્તી કરી શકાય. આ 10 જગ્યાઓ પર જવું બેસ્ટ ઑપ્શન હોઈ શકે છે.

 
મુંબઈ
 
ઈન્ડિયાની અન્ય જગ્યાઓની સરખામણીમાં મુંબઈ મહિલાઓ માટે સુરક્ષિત માનવામાં આવે છે. ટ્રાંસપોર્ટ માટે લોકલ ટ્રેન અને શોપિંગ માટે અહીંના ટૂરિસ્ટ માર્કેટ્સ બેસ્ટ છે જ્યાં દરેક ડિઝાઇન અને રેંજના કપડાં મળી જાય છે. સાથે જ મુંબઈની આજુબાજુ અન્ય પણ કેટલીય જગ્યાઓ છે જ્યાં બાય રોડ જઈ શકાય છે.
 
લવાસા, પુણે
 
મુંબઈની નજીક જ પુણે પણ ફરવા માટે બહેતરીન જગ્યા છે. પુણે હિલ સ્ટેશનનો મોસમ કાયમ જ ખુશનુમા રહે છે. જો બૉડી અને માઇન્ડ બંને જ રિલેક્સેશન માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. ગર્લ્સ ગેંગ સાથે સુંદર વૉટરફોલ જોવાની સાથે જ આરામથી નાઇટ-આઉટ પાર્ટી પણ કરી શકે છે.
 
ગોવા, મુંબઈ
 
જો મુંબઈ અથવા પુણે જઈ રહ્યા છો તો 1-2 દિવસનો એક્સ્ટ્રા સમય લઈને જાવ કારણ કે ગોવામાં પણ ગર્લ્સ ગેંગની સાથે મસ્તી કરી શકાય છે. અહીંની માર્કેટમાં મહિલાઓની ફેશન સાથે જોડાયેલી દરેક વસ્તુઓ મળે છે. બિંદાસ થઈને બીચમાં પાર્ટી અને ડાંસની મજા માણી શકાય છે. અહીં રેંટ પર ગાડી મળે છે જેનાથી અહીંના આજુબાજુના એરિયાને એક્સપ્લોર કરી શકાય છે. ગોવા હનીમૂન હોય બેચલર પાર્ટી હોય કે ગર્લ્સ આઉટિંગ દરેક સેલિબ્રેશન માટે બેસ્ટ છે.
 
મેકલોડગંજ, હિમાચલ પ્રદેશ
 
મેકલોડગંજની સુંદરતા ત્યાં જઈને જ જોવા મળે છે. શાંત અને સુરક્ષિત આ જગ્યા પર ગર્લ્સ ગેંગ આરામથી પોતાની વીકેંડ ટૂર એન્જૉય કરી શકે છે. દિલ્હીની નજીક હોવાને લીધે અહીં ભીડ રહે છે, પરંતુ તમે પોતાના ગેંગની સાથે જઈ રહ્યા છો તો બિંદાસ રહો.
 
કેરળ
 
કેરળમાં ચારેય તરફ લીલા વૃક્ષો અને પાણી કોઈને પણ સરળતાથી આકર્ષિત કરી શકે છે. આવી સુંદર અને શાંત જગ્યાઓ પર સ્પા ટ્રીટમેંટની સગવડતા પણ મોજુદ છે જ્યાં તમને રિલેક્સેશનની ગેરંટી છે. અહીંના બીચ પર રોકાવા માટે પણ ઑપ્શન મોજુદ છે.
 
ત્રિઉંડ, હિમાચલ પ્રદેશ
 
સ્પોર્ટ્સ અને એડવેંચરના શોખીન હોવ તો ત્રિઉંડ ચોક્કસ જાવ. મેકલોડગંજથી 18 કિમી. દૂર આવેલી આ જગ્યા પર ટ્રેકિંગ, સ્કીઇંગ અને પેરાગ્લાઇડિંગ જેવી કેટલીય સગવડતાઓ મોજુદ છે. આ જગ્યાઓ વિશે ઘણા ઓછા લોકો જાણે છે એટલે અહીં લોકોની ભીડ ઓછી જ જોવા મળે છે. જો કોઈ શાંત જગ્યાએ ફરવાનું પસંદ છે તો ગર્લ્સ પોતાની આઉટિંગ અહીં કરી શકે છે.
 
હેવલોક આઇલેંડ, અંદામાન અને નિકોબાર
 
પોર્ટ બ્લેયરથી માત્ર 4 કલાકની મુસાફરી કરીને તમે હેવલોક આઇલેંડ પહોંચી શકો છો. બ્લૂ પાણી અને આજુબાજુ લીલા વૃક્ષો શાંતિનો અહેસાસ કરાવે છે. અહીં પણ સાઇકલ, બાઇક અને કાર સરળતાથી રેંટ પર મળી જાય છે, જેમાં તમે પોતાનો ક્વાલિટી ટાઇમ વિતાવી શકો છો. અહીં અન્ય જગ્યાઓ જેટલી ભીડ ભલે ન દેખાઈ, પરંતુ આનંદની પૂરી ગેરંટી છે. અહીં આવીને સ્કૂબા ડાઇવિંગની મજા ચોક્કસ લો.
 

Releated News