National

ભારતના આ 5 સ્થળો છે ટૂરિસ્ટની પસંદગીના, આકર્ષાયને આવીને પ્રવાસીઓ!

  • select * from tourism_gallery where nid='111'

 દેશ-વિદેશમાં કેટલીય એવી જગ્યાઓ છે જે પોતાની સુંદરતાની સાથે-સાથે ટૂરિસ્ટને આકર્ષવામાં પણ મહત્વની ભુમિકા ભજવે છે. આજે અમે એવી જ જગ્યાઓ વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ જેને દરેક ભારતીય નામથી ઓળખે છે અને સાથે જ તે ખાસ મહત્વ પણ ધરાવે છે...

 
અગ્રસેનની બાવળી, દિલ્હી
 
દિલ્હીમાં અગ્રસેનની બાવળી એક અદ્વિતીય અને રસપ્રદ સ્મારક છે. શહેરની ઉંચી અને આધુનિક ઇમારતથી ગ્રહણગ્રસ્ત, માત્ર અમુક લોકો જ રાષ્ટ્રીય રાજધાનીના ક્ષેત્રમાં આ ઐતિહાસિક વાવ અંગે જાણે છે. આ વાવનું નિર્માણ 14મી સદીમાં કરવામાં આવ્યું હતું. જૂની ઐતિહાસિક ઇમારત હોવાથી તે ટૂરિસ્ટમાં એક આકર્ષણનું કેન્દ્ર બની છે. 
 
ટી ગાર્ડન, કેરળ
 
ચા માટે દેશ આસામનો ઋણી છે. આસામની કલ્પના મનમાં કરો એટલે ચાના બગીચાઓનું ચિત્ર જ સૌપ્રથમ મનમાં આવે. દેશમાં સૌપ્રથમ ચાનું વાવેતર આસામના ઉપરવાસમાં આવેલા દીબ્રુગઢમાં થયું હતું. આસામના ચાના બગીચા વિશ્વના સૌથી મોટા છે. વિદેશમાં ભારતમાં ચાનું જે નામ છે એ આસામને આભારી છે. વિદેશમાં જતી ભારતની 51 ટકા ચા આજે પણ ત્યાં જ વાવવામાં આવે છે. આસામની ચાની વિદેશમાં ખૂબ માંગ છે. ટૂરિઝમ તરીકે ચાના બગીચાઓ પોપ્યુલર છે. લોકો ત્યાં આવે છે. ચાના ઉત્પાદનની પ્રક્રિયા નિહાળે છે અને બગીચાઓમાં મહાલે છે. કેરળમાં મુન્નારના ચાના બગીચા પણ જાણીતા છે.
 
પંચગીની, મહારાષ્ટ્ર
 
અહીંનું અમર સૌંદર્ય વાર્ષિક પર્યટકો, ઘરેલુ લોકો અને અન્ય પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. પંચગીનીની સુંદર પર્વતમાળા દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. દૂર પર્વતોમાંથી સ્વપ્નની જેમ સૂર્યાસ્ત જોવું, સ્ટ્રોબેરી તોડવાની મોસમનો આનંદ ઉઠાવો, નિરાંતે બોટિંગ કરવું કે પછી પેરાગ્લાઇડિંગનું સાહસ કરવું વગેરે અહીં ઉપલબ્ધ છે.
 
મસૂરી, ઉત્તરાખંડ
 
સમુદ્ર તટથી 1880 મીટરની ઊંચાઈએ એક આદર્શ ગિરિમથક છે. આ સ્થળ હિમાલયની તળેટીમાં આવેલું છે અને આને ગિરિમથકોની રાણી કહેવામાં આવે છે. મસૂરી નામ આ ક્ષેત્રમાં વિપુલ પ્રમાણમાં મળી આવતા 'મંસૂર' ના છોડ પરથી પડ્યું હોવાનું મનાય છે. મંદિરો અને ઊંચાં-ઊંચાં સ્થળો સિવાય અહીં અનેક ધોધ પણ આવેલા છે જે મસૂરીની શોભામાં ચાર ચાંદ લગાવે છે. મસૂરીનો કૈમ્પટી ધોધ અહીંનો સૌથી મોટો ધોધ છે. આ સિવાય મસૂરીમાં ભટ્ટા ધોધ, કૈમલ બેક રોડ, નાગદેવતા મંદિર, ઝડીપાની ધોધ, વામ ચેતના કેન્દ્ર, સર જ્યોર્જ એવરેસ્ટ હાઉસ અને મસૂરીની આજુબાજુમાં આવેલાં સ્થળોમાં ધનોલ્ટી, સુરખંડા દેવી, ચંબા, લાખા મંડલ વગેરે જેવી અનેક જગ્યાઓ પ્રસિદ્ધ છે.
 
ઓમકારેશ્વર, મધ્યપ્રદેશ
 
ઓમકારેશ્વર ભગવાન શિવને સમર્પિત એક મંદિર છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંનું આ એક છે. આ મંદિર માંધત કે શિવપુરી નામના નર્મદા નદીના એક ટાપુ પર આવેલું છે. કહેવાય છે કે આ ટાપુનો આકર ઓમ જેવો છે. અહીં બે મંદિરો આવેલા છે, ઓમકારેશ્વર (ઓમકારના ભગવાન)અને અમરેશ્વર (અમર દેવોના ભગવાન). અહીં જો તમે રેલમાર્ગે જવા ઇચ્છો છો તો સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન પશ્ચિમ રેલ્વેનું રતલામ -ખાંડવાખંડમાં ઓમકારેશ્વર રોડ અહીંથી ૧૨ કિમી દૂર છે. મુંબઈ અને દિલ્હીથી જોડાયેલ અન્ય મુખ્ય રેલ્વે મથક ઈંદોર છે જે અહીંથી ૭૭ કિમી દૂર છે.
 

Releated News