Gujarat

ગુજરાતની ‘ચમત્કારીક’ જગ્યા: જેનું રહસ્ય શોધવા માટે ભલભલા ચડ્યાં ગોથે

  • select * from tourism_gallery where nid='129'

 ગાંધી, સરદાર પટેલ, વિક્રમ સારાભાઈ સહિતનાં ધૂરંધરોની જન્મભૂમિ ગુજરાત ભારત સહિત વિદેશમાં પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે. ગુજરાતનો ભાતીગળ વારસો અને તેની વિવિધતા પણ આકર્ષણનું કેન્દ્ર બન્યાં હોવાથી પ્રવાસન ઉદ્યોગમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યા સતત વધતી જાય છે. પોતાના ભૌગોલિક સ્થાન વિશે વિશ્વભરમાં પ્રખ્યાત ગુજરાતને જોવામાં લોકોની અલગ જ દ્રષ્ટ્રી હોય છે.

 
મહારાષ્ટ્રમાંથી અલગ રાજ્ય બન્યા બાદ 56 વર્ષમાં પ્રવાસન ક્ષેત્રે દેશ-વિદેશમાં ગુજરાતે અલગ જ ઓળખ ઉભી કરી છે. ગુજરાતનાં અનેક પ્રવાસન સ્થળો પ્રવાસીઓમાં આકર્ષણ જગાવ્યું છે. ગુજરાતના પરંપરાગત મેળા, તહેવારો અને સંસ્કૃતિની હંમેશા ચર્ચા થતી હોય છે. 1 મેએ ગુજરાતનાં 56મો સ્થાપના દિવસ અવસરે દિવ્યભાસ્કર ડોટ કોમ વાંચકોને ગુજરાતનાં એવા પ્રવાસન સ્થળો કે રહસ્યમય સ્થળો વિશે જણાવવા જઈ રહ્યું છે, જે સ્થળોનો ‘ચમત્કાર’ જોઈને ભલભલા સંશોધકો કે વેજ્ઞાનિકો પણ ગોથે ચડી ગયા છે. ગુજરાતની આવી જગ્યાઓ પર ઈશ્વરીય ચમત્કાર હોવાનું પણ ઘણા લોકો માને છે.
 
અમદાવાદ: સિદી બશીર મસ્જિદ
 
‘ઝૂલતી મીનાર’ તરીકે જાણીતી અમદાવાદની સિદી બશીર મસ્જિદથી લગભગ કોઈ અજાણ નહીં હોય. આ મસ્જિદની ખાસિયત એ છે કે, અહીં કોઈપણ એક મીનારને હલાવવામાંઆવે તો બીજી મીનાર પોતાની જાતે જ હલવા માંડે છે. આ કારણે જ મસ્જિદની મીનારને ‘ઝૂલતી મીનાર’ કહેવામાં આવે છે. એન્જીનીયર્સ અને આર્કિટેક્ટચર માટે ઝૂલતી મીનારનું આ રહસ્ય બની રહ્યું છે. કહેવાય છે કે બ્રિટેનના શાસન કાળમાં આ રહસ્ય ઉકેલવવા માટે બ્રિટેનનાં એન્જીનિયર બોલાવવામાં આવ્યા હતા. મીનારની આજુબાજુ ખોદકામ કર્યાં બાદ પણ તેઓ નિષ્ફળ રહ્યાં હતા. ભૂકંપના ઝટકા આવ્યા બાદ પણ મીનાર અડખમ ઉભા છે.
 
તુવા ટીંબા- ગરમ પાણીનાં કુંડ
 
ગુજરાતનાં ગોધરાથી આશરે 15 કિલોમીટરનાં અંતરે આવેલું તુવા ટીંબા પણ ગરમ પાણીના કુંડ માટે જાણીતું છે. કહેવાય છે કે અહીંના કુંડનું પાણી હંમેશા ગરમ જ રહે છે અને ક્યારેય સુકાતુ પણ નથી. આ રહસ્યનાં કારણે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે ભગવાન રામે અહીં યાત્રા કરી હોવાનું કહેવાય છે. જો કે ગરમ પાણી અંગેનું રહસ્ય હજુ સુધી કોઈ ઉકેલી શક્યું નથી.
 
ઉન્નાઈ-ગરમ પાણીનું તળાવ
 
નવસારી પાસે આવેલું ઉન્નાઈ ગુજરાતના પ્રવાસન સ્થળ તરીકે જાણીતું છે, ઉન્નાઈમાં એક એવું તળાવ છે, જેનું પાણી હંમેશા ઉકળતું જ રહે છે. જો કે અહીં આવતા પ્રવાસીઓ તેમ છતા આ પાણીમાં સ્થાન કરે છે. એવી માન્યતા છે કે, પાણીમાં સ્થાન કરવાથી લોકોની બીમારીઓ દૂર થાય છે.
 
જૂનાગઢ- નાગરીયો પથ્થર
 
જૂનાગઢનાં પવિત્ર ગિરનારની નજીક દાતાર નામનો પર્વત આવેલો છે. અહીંના નગારીયા પથ્થર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ પહાડનાં પથ્થર પર અન્ય વસ્તુ અથડાય તો નગારા વાગતો હોય તેવો અવાજ આવે છે.
 
બાબરા નજીકનો રહસ્યમયી પથ્થર
 
અમરેલી જિલ્લાના બાબરા તાલુકા નજીક આવેલા કાળીયાણા ગામે એક આકર્ષક પથ્થર છે. અહીનાં પથ્થરની ખાસીયત એ છે કે, અન્ય કોઈ વસ્તુથી ફટકારવામાં આવે તો વિચિત્ર પ્રકારનો અને ઝાલરનો રણકાર ઉત્પન્ન થાય છે. આજુબાજુના વિસ્તારનાં લોકો આ પથ્થરને જાદુઈ માને છે. ધાર્મિક માન્યતા પ્રમાણે કહેવાય છે કે, પ્રાચીન સમયમાં એકવાર સ્વામિનારાયણ ભગવાન પધાર્યા હતા. તેઓ પૂજા દરમ્યાન અહીંના પથ્થરોને ઘંટીના સ્વરૂપે ઉપયોગ કર્યો હતો.
 
તુલસીશ્યામ-રહસ્યમય ઢાળ
 
ગુજરાત રાજ્યનાં અમરેલી જિલ્લામાં આવેલા તુલસીશ્યામનું જંગલ એશિયાઈ સિંહોના વસવાટ માટે જગવિખ્યાત છે. તુલસીશ્યામથી ફક્ત ત્રણ કિલોમીટર દૂર એક રહસ્યમય રસ્તો આવેલો છે. છેલ્લા થોડા સમયથી આ રસ્તો ઘણો ચર્ચામાં રહ્યો છે. તુલસીશ્યામ નજીક આવેલા આ રોડની ખાસીયત એ છે કે, અહીં ઢાળમાં તમે ગાડીને બંધ કરી દો તો પણ ગાડી નીચે આવવાની જગ્યાએ ઉપરની તરફ ચાલવા માંડે છે. આ ઢાળમાં પાણી નાંખો તો પણ નીચે આવવાને બદલે ઉપર જશે. ગુજરાત આવતા અનેક પ્રવાસીઓ ખાસ તુલસીશ્યામના આ રસ્તાના રહસ્યને જોવા માટે મુલાકાત લે છે.
 
તુલસીશ્યામ એક બીજી રીતે પણ જાણીતુ છે. અહીં આવેલા કુંડ પણ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. તુલસીશ્યામમાં આવેલા પાણીના કુંડની ખાસીયત એ છે કે, અહીં પાણી ક્યારેય સુકાતુ નથી, તેમજ દરેક સમયે કુંડમાં ગરમ પાણી જ હોય છે.
 
કચ્છનો કાળો ડુંગર
 
કચ્છમાં આવેલા આ ડુંગર વિસ્તારમાં કુદરતી ચુંબકીય વિસ્તાર હોવાનુ મનાય છે. તુલસીશ્યામની જેમ અહીં પણ રહસ્યમય રસ્તો આવેલો છે. આ રસ્તા પરથી ઢાળ ઉતરતા સમયે ગાડીની ઝડપ વધે છે અને ઢાળ ચડતા સમયે પણ ગાડીની ગતિ વધી જાય છે. આ રસ્તે ચાલતા હોય તો પણ ગતિ વધી જાય છે. કચ્છનાં ડુંગરનાં આ રસ્તાનું રહસ્ય હજુ સુધી જાણી શકાયું નથી.

Releated News