National

ખાસ છે આ શિવ મંદિર, રામાયણ કાળ સાથે જોડાયેલો છે તેનો ઈતિહાસ

  • select * from tourism_gallery where nid='110'

 ભગવાન શિવના મંદિર આખી દુનિયામાં બનેલા છે. ભગવાન શિવના અનેક એવા મંદિર છે, જેનો સંબંધ પૌરાણિક સમય સાથે જોડાયેલો છે. આજે અમે તમને ભગવાન શિવના એક એવા જ મંદિર વિશે જણાવીશું જેનો સંબંધ રામાયણકાળ સાથે છે

 
ભારતના દક્ષિણ ભાગના કર્ણાટક રાજ્યમાં ઉત્તર કન્નડ જિલ્લો છે. આ જિલ્લાના ભટકલ તાલુકામાં જ મુરુદેશ્વર મંદિર છે. આ મંદિર અરબ સાગરના કિનારે બનેલું છે. સમુદ્રતટ હોવાને કારણે અહીં પ્રાકૃતિક વાતાવરણ દરેકનું મન મોહી લે છે. ખૂબ જ સુંદર હોવાની સાથે-સાથે આ શિવ મંદિર ખૂબ જ ખાસ છે કારણ કે આ મંદિરના પરિસરમાં ભગવાન શિવની એક વિશાળ મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે. આ મૂર્તિ એટલી મોટી અને આકર્ષક છે કે તેને દુનિયાની બીજી સૌથી વિશાળ શિવ મૂર્તિ માનવામાં આવે છે.
 
એટલા માટે આ જગ્યાનો સંબંધ રામાયણ કાળ સાથે છે-
 
કથાઓ પ્રમાણે, રામાયણ કાળમાં રાવણ જ્યારે શિવજી પાસે અમરતાનું વરદાન પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી રહ્યા હતા, ત્યારે શિવજીને પ્રસન્ન થઈને રાવણને એક શિવલિંગ આપ્યું, જેને આત્મલિંગ કહેવામાં આવે છે. આ આત્મલિંગના સંબંધમાં શિવજીએ રાવણને કહ્યું હતું કે આ આત્મલિંગને લંકા લઈ જઈને સ્થાપિત કરો, પરંતુ એક વાત ધ્યાન રાખજે કે આ જે જગ્યાએ રાખી દેવામાં આવશે, તે ત્યાં જ સ્થાપિત થઈ જશે. આથી જો તું અમર થવા માગતો હોય તો આ લિંગને લંકા લઈ જઈને જ સ્થાપિત કરજે.
 
રાવણ આ આત્મલિંગને લઈને ચાલ્યો. બધા દેવતા એવું નહોતા ઈચ્છતા કે રાવણ અમર થઈ જાય એટલા માટે ભગાવન વિષ્ણુએ છલ કરીને શિવલિંગ રસ્તા જ રખાવી દીધું. જ્યારે રાવણને વિષ્ણુનું છળ સમજમાં આવ્યું તો તે ક્રોધિત થઈ ગયો અને આ આત્મલિંગને નષ્ટ કરવા પ્રયાસ કર્યો. ત્યારે આ લિંગ ઉપર ઢાંકવામાં આવેલ વસ્ત્ર ઉડીને મુરુદેશ્વરમાં આવી ગયેલું હતું. આ દિવ્ય વસ્ત્રને કારણે આ તીર્થ ક્ષેત્ર માનવામાં આવ્યું.
 
રાવણ પરિસરમાં બનેલ છે ભગવાન શિવની વિશાળ મૂર્તિઃ-
 
મુરુદેશ્વર મંદિરમાં ભગવાન શિવની વિશાળ મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે, જેની ઊંચાઈ લગભગ 123 ફીટ છે. આ મૂર્તિ ભગવાન શિવની દુનિયાની બીજી સૌથી ઊંચી મૂર્તિ માનવામાં આવે છે. આ મૂર્તિને એ રીતે બનાવવામાં આવી છે કે તેની ઉપર આખો દિવસ સૂર્યની કિરણો પડતી રહે છે અને મૂર્તિ ચમકતી રહે.
 
ખૂબ જ સુંદર છે અહીંને નજારોઃ-
 
આ મંદિર એક પડાહ ઉપર બન્યું છે અને તેની ત્રણેય બાજું અરબ સાગર છે. પહાડ, હરિયાળી અને નદીઓને કારણે આ વિસ્તાર ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે. મંદિરમાં ભગવાન શિવનું આત્મલિંગ પણ સ્થાપિત છે. મંદિરના મુખ્ય દ્વાર ઉપર બે હાથીઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવેલી છે.
 

Releated News