National

ભારતની આ 10 સુંદર જગ્યાઓ હનીમૂન માટે છે પ્રસિદ્ધ

  • select * from tourism_gallery where nid='105'

 ભારતમાં કેટલાય એવા સ્થળો છે જે માત્ર હનીમૂન માટે ખાસ છે. બીચ, હિલ સ્ટેશન અને લાઇલ્ડ લાઇફ જેવા કેટલાય હનીમૂન સ્પૉટ છે, જે પોતાની પ્રકૃતિ, શીતળ હવાઓ અને સમુદ્રની લહેરોથી હનીમૂન કપલ્સના જીવનને યાદગાર બનાવી દે છે. પોતાના સાથીની પસંદની જગ્યા પર તેની સાથે પ્રેમની યાદગાર ક્ષણો વિતાવવી કોઈ પણ કપલ માટે સ્વર્ણિમ સમય હોય છે.

જો તમે તમારા હનીમૂનની પ્લાનિંગ ન કરી હોય અથવા કરી રહ્યા હોવ તો હનીમૂન ડેસ્ટિનેશનની પસંદગીમાં અમે તમારી મદદ કરી રહ્યા છીએ. આજે અમે તમને ભારતના એવા 10 ટૉપ હનીમૂન ડેસ્ટિનેશન વિશે જણાવીશું જ્યાં તમે તમારા બજટમાં તમારા પાર્ટનર સાથે આનંદ માણી શકો છો.
 
1. લક્ષદ્વીપ
 
અરબ સાગરમાં સ્થિત નાના દ્વીપ પોતાની સુંદરતામાં અદ્વિતીય અને આકર્ષક છે. આ જગ્યાને વૉટર સ્પોર્ટ માટે એક ઉત્તમ જગ્યા માનવામાં આવે છે. અહીંના દ્વીપ નવા કપલ્સને પોતાની તરફ આકર્ષે છે. લક્ષદ્વીપમાં બનેલા રિસોર્ટ તમારા હનીમૂનને હજુ બહેતર બનાવે છે.
 
2. ગોવા
 
ગોવા એક એવું સ્થાન છે જ્યાં તમે જિંદગીનો ભરપૂર આનંદ માણી શકો છો. નવપરિણીતો માટે ગોવા એકમાત્ર એવું હનીમૂન ડેસ્ટિનેશન કહી શકાય છે જ્યાં તમે ઈચ્છો તો શઆંત સાગરતટ પર સપનો ભરી દુનિયામાં ખોવાઈ શકો છો. આ સ્થાન પોતાનામાં રોમાન્ટિક અને મનમોહક છે. પાટનગર પણજીની નજીક મારીમાર બીચ છે જ્યાં સાંજના સમયમાં સૂર્યાસ્તનો દૃશ્ય ખૂબ સુકૂન ભર્યો લાગે છે. જ્યારે રાતના ખુલ્લા આકાશની નીચે બીચના કિનારે પોતાના જીવનસાથીને પોતાની બાહોમાં લઈને ફરશો ત્યારે તે ક્ષણ યાદગાર હશે. દોના પાઉલા, કલગૂંટ, અંજુના અને બાગાના સિવાય અનેટ કેટલાય બીચોની સુંદરતા જોવા લાયક છે. મડગાંવ અને વાસ્કો ડી ગામા મુખ્ય સ્ટેશન છે.
 
3. કન્યાકુમારી
 
કન્યાકુમારી હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરબ સાગરનો સંગમ છે. વિવિધ સાગર પોતાના વિવિધ રંગોથી મનમોહક સુંદરતા વિખેરે છે. દૂર-દૂર ફેલાયેલી સમુદ્રની વિશાળ લહેરોની વચ્ચે અહીંનો સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો ખૂબ જ આકર્ષક લાગે છે. સાથે જ સાંજના સમયમાં ખુશ્બૂદાર ફૂલોથી વાતાવરણ સુગંધિત બની જાય છે. કન્યાકુમારી પ્રવાસ સ્થળની સાથે દર્શનીય સ્થળ પણ છે.
 
4. અંડમાન નિકોબાર
 
અંડમાન નિકોબારને ગાર્ડેન ઓફ ઇડેન પણ કહેવામાં આવે છે. નારિયેળની સઘન છાયા, ઘના જંગલો, અસંખ્ય પ્રજાતિઓના ફૂલ અને પક્ષીઓ, તાજી હવા આ બધુ જ પ્રકૃતિ પ્રેમીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ દ્વીપ પર તમે સ્કૂબા ડાઇવિંગ જેવી રોમાંચક રમતોનો પણ આનંદ માણી શકો છો.
 
5. પુદુચ્ચેરી
 
પુદુચ્ચેરીના સમુદ્ર તટ પર હનીમૂન મનાવવાવાળા કપલ્સ થોડો બહેતરીન સમય એક સાથે પસાર કરી શકે છે. પેરાડાઇઝ બીચની એક તરફ નાનકડી ખાડી છે. અહીં માત્ર નાવ દ્વારા જ જઈ શકાય છે. નાવ પર જતી વખતે પાણીમાં ડોલ્ફિનની રમતો જોવી પોતાનામાં જ એક સુખદ અનુભવ છે.
 
6. દાર્જિલિંગ
 
ક્વીન ઓફ હિલ્સના નામથી પ્રસિદ્ધ દાર્જિલિંગ કાયમથી જ એક બહેતરીન હનીમૂન ડેસ્ટિનેશન રહ્યું છે. કપલ્સ હનીમૂન માટે સામાન્યપણે ઠંડી જગ્યાઓની પસંદગી કરતા હોય છે. અહીં બરફથી ઢંકાયેલી કંચનજંગાના શિખરો અને પ્રાકૃતિક દૃશ્યોથી ભરપૂર ખૂબસૂરત પર્વતો મસ્તી અને મજાને બેવડી કરી દે છે. ટૉય ટ્રેનમાં તમે પર્વતો અને ઘાટીઓની વચ્ચે પ્રકૃતિના સૌંદર્યને માણતા આનંદદાયક મુસાફરી કરી શકો છો. ચાના બાગાન અને દેવદારના જંગલના અતિ સુંદર દૃશ્યો જોઈ શકાય છે.
 
7. નૈનીતાલ
 
નૈનીતાલમાં તમે ઓછા ખર્ચમાં હિલ ટૂરિઝમનો ભરપૂર આનંદ માણી શકો છો. નૈનીતાલ ઉત્તરાખંડનો પહાડી પ્રવાસ સ્થળ છે. શહેરની વચ્ચોવચ નૈની સરોવર આ પ્રવાસ સ્થળમાં ચાર ચાંદ લગાવી દે છે. ચીડના જંગલો પ્રવાસીઓનું મન મોહી લે છે. કાઠગોદામ અને નૈનીતાલની વચ્ચે જ્યોલીકોટ સ્થાન આવે છે. અહીં દિવસ ગરમ અને રાત ઠંડી હોય છે. અહીં ભીનતાલ, નૌકુચિયાતાલ, માલ રોડ, મલ્લીતાલ, તલ્લીતાલ અનેક સ્થળો ફરવા લાયક છે.
 
8. શિમલા
 
હિમાચલ પ્રદેશનું પાટનગર શિમલા હનીમૂન ડેસ્ટિનેશન પર આવેલા કપલ્સ માટે ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. અહીંની સુંદરતા એક વખત તો જોનારને આશ્ચર્ચચકિત કરી દે છે. અહીંની સાદગીભર્યા સૌંદર્યમાં એવું આકર્ષણ છે કે પાછા જવાનું મન જ ન થાય. અહીં તમે શિખરો પર સુરંગોમાંથી થતા ટૉય ટ્રેનનો આનંદ માણી શકો છો. ટૉય ટ્રેનના સફર દરમિયાન તમને ઘણા બધા સુંદર દૃશ્યો દેખાઈ દેશે, જેને જોઈને તમે આશ્ચર્યમાં મૂકાય જશો. માલ રોડ પર શોપિંગની મજા લઈ શકાય છે. જાખૂ હિલ્સ શિમલાનું સૌથી ઊંચું સ્થળ છે. અહીંથી આખા શહેરની સુંદરતા જોઈ શકાય છે.
 
9. મનાલી
 
મનાલીની વાદીઓ હનીમૂન કપલ્સની સૌથી પસંદીદા જગ્યાઓમાંથી એક છે. મનાલી કુલ્લુ ખીણના ઉત્તરમાં સ્થિત હિમાચલ પ્રદેશનું લોકપ્રિય હિલ સ્ટેશન છએ. અહીં તમને જંગલોથી ઘેરાયેલી મનાલી ખીણમાં પક્ષીઓના કલરવનો અવાજ સંભળાઈ દેશે. સાથે જ ધોધ અને ફળોથી લાગેલા બાગીચા પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. પ્રકૃતિએ મનાલીને સદાબહાર સુંદરતાથી નવાજ્યું છે. અહીં દરેક મોસમમાં મસ્તી, રોમાન્સ અને રોમાંચનું પેકેજ મળશે. મનાલીનું હિડિંબા મંદિર પોતાના ચાર માળના પેગોડા અને લાકડાની નક્કાશી માટે પ્રસિદ્ધ છે. સોલંગ ખીણમાં હેંડ ગ્લાઇડિંગના રોમાંચની મજા માણી શકાય છે.
 
10. કેરળ
 
કેરળને કુદરતે બહુ જ ખૂબસૂરતીથી સજાવ્યું છે એટલે હનીમૂન માટે કેરળ સૌથી ઉત્તમ જગ્યા છે. ઊંચા-ઊંચા પહાડ, રમણીય દરિયા કિનારો, નારિયેળ અને ખજૂરના વૃક્ષોની વચ્ચેથી નાવ પર સવારી, ચારેય તરફ હરિયાળી અને ખૂબ જ સુંદર દૃશ્યો, આ બધુ છે કેરળની ખૂબસૂરતીની વાસ્તવિક ઓળખ. આ રમણીય દૃશ્યોમાં પ્રેમભર્યા દિલોની ધડકનો વધવી સ્વાભાવિક છે.
 

Releated News