National

ભારતના આ 10 સ્થળો તમારી ખાસ પળોને બનાવી શકે છે યાદગાર

  • select * from tourism_gallery where nid='98'

 જો તમારા હમણાં જ લગ્ન થયા છે અને હનીમુન માટે દેશની બહાર જવાની તૈયારી કરી રહ્યા છો તો થોડુ વિચારો. તમે ભારતમાં રહીને પણ તમારી ખાસ પળોને યાદગાર બનાવી શકો છો. તમારા સાથી સાથે કેટલીક હસીન પળોને માણી શકો છો. આ તમામ સ્થળો શાંતિપૂર્ણ અને સુંદરતાથી ભરપૂર છે. આ તમામ સ્થળો ખાસ સુવિધાઓથી સુસજ્જિત છે અને તમારી દરેક ક્ષણને ખાસ બનાવવા માટે અહીં એશઆરામની દરેક સુવિધા ઉપલબ્ધ કરાવાયેલી છે. તેમાંથી કેટલીક જગ્યાઓતો એટલી અસાધારણ છે કે તેની ગણના વિશ્વના મહત્વના સ્થળોમાં થાય છે.

 
તાજ લેક પેલેસ, ઉદયપુર
1743માં મહારાજા જગતસિંહ દ્વારા બનાવાયેલ આ મહેલની સુંદરતા એટલી અલગ છે કે તેનું વર્ણન શક્ય નથી. પિછોલા લેકની વચ્ચે બનેલા આ મહેલને જોવા માટે દેશ અને વિદેશથી પર્યટકો આવે છે. આ મહેલને હવે એક શાનદાર હોટેલમાં ફેરવી દેવાયો છે. અહીં તમામ વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉપલબ્ધ છે.
 
હોટેલ પ્લેઝન્ટ હવેલી, જેસલમેર
રાજસ્થાનની શાનદાર હોટેલ્સ પૈકી એક આ હવેલી પણ છે. સંપૂર્ણપણે રજવાડી થીમ પર બનેલી આ હોટેલમાં તમને કોઈ મહેલમાં રહેતા હોય તેવો અહેસાસ માણી શકો છો. જો તમે જેસલમેરમાં તમારી રજાઓ વિતાવવા ઈચ્છતા હો તો અહીં રહેવા માટે આનાથી વધુ સુંદર બીજી કોઈ નહીં મળે.
 
ઓલ્ડ હર્બલ હોટેલ, કોચ્ચિ
કોચ્ચિમાં બનેલી ઓલ્ડ હર્બલ હોટેલ રહેવા માટે ખુબ જ સુંદર જગ્યા છે. અહીં રોકાયેલા લોકો તેના વખાણ કરતાં થાકતા નથી. આ હોટેલ તમને ઘરની કમી મહેસુસ નહીં થવા દે. અહીંના તમામ રૂમ્સ ખુબ જ મોટા અને શાનદાર છે. અહીંની બાલકનીમાંથી હોટેલનું ગાર્ડન પણ જોઈ શકાય છે.
 
કાઈયા હાઉસ, વારકલા
જો તમે કેરલમાં તમારી રજાઓ વિતાવવાની તૈયારી કરી રહ્યા છો તો વારકલા સ્થિત આ હોટેલ તમારી આરામની પળોને શાંતિમય બનાવી શકે છે. આ ગેસ્ટ હાઉસના રૂમ્સની પોતાની આગવી ખાસિયત છે. અહીંના પાંચ રૂમ્સ અલગ-અલગ થીમ પર બનેલા છે. આ રૂમ્સમાં કેરલ, ચીન અને જાપાનની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે.
 
ઓબેરોય રાજવિલાસ, જયપુર
ગુલાબી નગરી જયપુરમાં રાજસ્થાની સંસ્કૃતિની ઝલક દર્શાવતી આ હોટેલમાં શાંતિથી પોતાનો સમય વિતાવી શકો છો. ભારતમાં ઓબેરોય ગ્રુપની તમામ હોટેલ્સમાં આને બેસ્ટ માનવામાં આવે છે. આ ગ્રુપની તમામ હોટેલ્સે વિશ્વ રેન્કિંગમાં પોતાનું સ્થાન મેળવેલુ છે. આ લિસ્ટમાં જયપુરની રાજવિલાસ હોટેલ 14માં સ્થાન પર આવે છે.
 
કન્નોર બીચ હાઉસ, કેરલ
કેરલના કન્નોરમાં માલાબાર તટ પર બનેલુ આ બીચ હાઉસ તમને તમામ સુવિધાઓ પ્રદાન કરે છે. માલાબાર તટ પર બનેલુ હોવાના કારણે સમુદ્રના ઉછળતા મોજાઓને સ્પષ્ટ જોઈ શકો છો. અહીંની સ્વચ્છતાપૂર્ણ વ્યવસ્થા હરકોઈ ટુરિસ્ટનું મનમોહી લે છે.
 
હનીમૂન ઈન મનાલી
ચારેબાજુ બરફની પહાડીઓથી ઘેરાયેલી આ હોટેલ હિમાચલપ્રદેશની સંસ્કૃતિને પ્રદર્શિત કરે છે. આ હોટેલ આધુનિક સુખ-સુવિધાઓને ધ્યાનમાં રાખીને બનાવાયેલી છે. અહીં લાઈબ્રેરી અને ઈન્ટરનેટની સુવિધા પણ 24 કલાક ઉપલબ્ધ છે.
 
વિસાલામ કાનડૂકાથન 
તામિલનાડુના કાનાડૂકાથનમાં બનેલી આ હોટેલમાં કુલ આઠ રૂમ્સ છે. દરેક રૂમમાં બે-બે બેડ છે. આ હોટેલમાં સ્વચ્છતા પર ખાસ ધ્યાન અપાય છે. અહીં તમામ પ્રકારની સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે.
 
હોટેલ વિલા રિટ્રિટ, કોડાઈકેનાલ
જો તમે તામિલનાડુના કોડાઈકેનાલને એક નજરમાં જોવા ઈચ્છો છો, તો આ હોટેલની બાલકનીમાંથી તમારી આ ઈચ્છા પુરી થઈ શકે છે. હેરિટેજ થીમ પર બનેલી આ હોટેલ ખૂબ ઉંચાઈ પર બનેલી છે. અહીંથી તમને પુરૂ કોડાઈકેનાલ જોવા મળે છે.
 
ટ્રી ઓફ લાઈફ રિસોર્ટ અને સ્પા કુકસ
જયપુરથી લગભગ 33 કિમી દુર કુકસમાં બનેલી આ હોટેલ તમને શહેરી ભાગદોડથી ભરેલી લાઈફથી દુર લઈ જાય છે. અહીં તમે શાંતિથી રજાઓ માણી શકો છે. શહેરથી બહાર હોવા છતાં તમને તમામ પ્રકારની સુવિધા મળી શકે છે. અહીં આવનાર મહેમાનો માટે અનેક પ્રકારના સ્પા છે. આ ઉપરાંત અહીં યોગાની સુવિધા પણ છે.
 
 

Releated News