Gujarat

ગુજરાતનાં 21 શિવમંદિરોનાં દર્શન

  • select * from tourism_gallery where nid='93'

 

 
સોમનાથ મહાદેવ, સોમનાથ
 
ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે સોમનાથનું ભવ્ય મંદિર આવેલું છે. ભગવાન શીવજીના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માચરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદીર અડીખમ રહ્યું છે. મંદીરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમ્યાન અહી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ભગવાન ભોળિયાના દર્શનનો લાભ લે છે.
 
સપ્તેશ્વર મહાદેવ
 
સપ્તનાથ (સપ્તેશ્વર) મહાદેવના નામ પરથી જ જાણી શકાય છે કે આ સ્થળે સાત ઋષિમુનિઓએ તપસ્યા કરી હતી. હિંદુ ધર્મના પૌરાણીક ગ્રંથો ઉપરથી જાણવા મળેલ છે કે આ સપ્તઋષિઓ કશ્યપ મુનિ, વશિષ્ટ મુનિ, વિશ્વામિત્ર મુનિ, ભારદ્વાજ મુનિ, અત્રિ મુનિ, જમદગ્નિ મુનિ, અને ગૌતમ ઋષિ હતા. આ ઋષિઓ મહાભારત અને પુરાણોની અનેક ધટનાઓ સાથે સંકળાયેલા છે. શ્રી સપ્તનાથ ( સપ્તેશ્વર) મહાદેવના મંદિરમાં આ સાતે ય શિવલીગો જુદાં - જુદાં એવી રીતે ગોઠવાયેલાં છે કે જાણે આકાશમાં સપ્તર્ષિના તારા ગોઠવાયેલા હોય.
 
સ્તંભેશ્વર મહાદેવ મંદિર
 
ભરૂચ જિલ્લાના કાવી ગામ પાસે કંબોઈના નયનરમ્ય દરિયા કાંઠે સ્તંભેશ્વર મહાદેવનુ ભવ્ય મંદિર આવેલુ છે. દરિયાકાંઠે શિવલીંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરનો કૃપાપ્રસાદ પામવા માટે દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે. મંદિરના પટાંગણમાં બેસીને દરિયાના ઉછળતાં મોજા જોવામાં અહ્લલાદક આનંદની અનુભૂતિ થાય છે.
 
સ્તંભેશ્વર તીર્થધામની વિશેષતા એ છે કે, અહીં શિવલીંગને જળાભિષેક કરવા સમુદ્ર દિવસમાં બે વખત જાતે આવે છે. દિવસ દરમિયાન બબ્બે વખત સર્જાતી આ કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચક્તિ થઈ જાય છે. સમુદ્રમાં આવતી ભરતી અને ઓટની ક્રિયાનુ સર્જન માત્ર આ સ્થળ માટે જ થયુ હોય તેમ જણાય છે. ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સ્તંભેશ્વરનુ આખુ શિવલીંગ ડુબી જાય છે અને જાણે તેઓ થોડા સમય માટે ભક્તોથી દુર ધ્યાનાવસ્થામાં જતાં રહે છે. ઓટના સમયે દરિયાના પાણીમાંથી ધીરેધીરે જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થતાં હોય તેમ જણાય છે.
 
વાસણિયા મહાદેવ, માણસા
 
ગુજરાતના પાટનગર ગાંધીનગરથી સાત કિલોમીટર દૂર માણસા ધોરીમાર્ગ ઉપર વાસન ગામ પાસે આવેલા વાસણિયા મહાદેવનું આ મંદિર બે હજાર વર્ષ પુરાણું છે. પુરીના રથના આકારનું ઊડિયા સ્થાપત્ય શૈલીને મળતું અદભૂત છે. આ પવિત્ર શિવાલય ફક્ત ઇંટ અને ચૂનાનું બનેલું હજારો વર્ષ જુનું હોવા છતાં આજે પણ અડીખમ બનીને ઊભું છે.મંદિરના ગર્ભદ્વારના ઘૂમ્મટમાં વિવિધ પ્રકારનાં રાજસ્થાની શૈલીનાં આશરે સાતસો વર્ષ જુનાં ચિત્રો જોવા મળે છે.
 
પ્રાચીન દંતકથા અનુસાર રાંધેજા ગામના શિવભક્ત ભાવદાસ પટેલ ફક્ત એક ગાયનું દૂધ પીને જ જીવતા અને શિવરટણમાં મસ્ત રહેતા હતા. જ્યારે ગાયે દૂધ આપવાનું બંધ કર્યું ત્યારે તેની તપાસ કરતાં જાણવા મળ્યું કે જ્યારે ગાય જંગલમાં ચરવા જાય છે, ત્યારે નિશ્વિત જગ્યાએ ઊભી રહે છે અને આંચળમાંથી સ્વયંભૂ દૂધધારા વહેવા માંડે છે.
 
હાટકેશ્વર મહાદેવ, મહેસાણા
 
સમસ્ત નાગર બ્રહ્મણોના ઇષ્ટદેવ ભગવાન હાટકેશ્વર છે. સ્કંધ પુરાણના નાગરખંડ માં વર્ણવ્યું છે એ પ્રમાણે દક્ષ પ્રજાપતિએ કરેલા યજ્ઞમાં શિવજીનું અપમાન થવાથી પાર્વતીજીએ યજ્ઞકુંડમાં પોતાની જાતને હોમીને ભસ્મીભુત થઈ ગયાં હતાં.સતી જ્યારે યજ્ઞમાં પડ્યા ત્યારે તેમનું શરીર બળી જવાથી નીકળેલી જવાળા હિમાલય સુધી પહોંચી અને ત્યાં જ્વાળામુખીની શરૂઆત થઈ. સતીના દેહત્યાગથી દુખી થઈને મહાદેવ પાતાળમાં ચાલ્યા ગયાં. ત્યાં હાટકી નદીને કાંઠે જઈને તપશ્ચર્યા કરવા લાગ્યાં. શિવજી પાતાળમાં ચાલ્યા ગયા છે તેની જાણ થતાની સાથે જ નાગરકુળના બ્રાહ્મણોએ શિવજીને પાતાળમાંથી પૃથ્વી ઉપર લાવવા માટે તપ આરંભ્યું.તેમના તપથી શિવજી પ્રસન્ન થયા અને કહેવાય છે કે પાતાળમાંથી નગર અથવા તો ચમત્કારપુરમાં સ્વયંભુ લિંગ સ્વરૂપે પ્રગટ થયાં.
 
આ દંતકથા પુરાણની છે. પરંતુ કેટલાક જૂના તામ્રપત્રો, પુસ્તકો, હસ્તપ્રતો, પરદેશી મુસાફરોના વર્ણનોમાં આનર્તપુરનું વર્ણન આવે છે.આ આનર્તપુર (આનંદપુર) શહેરને ચમત્કારપુર કે નગર તરીકે પણ વર્ણવવામાં આવે છે. આ શહેર તે મહેસાણા જીલ્લાનું હાલનું વડનગર ગામ. મહેસાણાથી તારંગાહિલ તરફ જતાં લગભગ 35 થી 40 કિલોમીટર દુર વડનગર ગામ આવેલું છે. આ શહેરની બહાર અર્જુન બારીનો દરવાજો આવેલો છે. જે નાક દરવાજા તરીકે પણ ઓળખવામાં આવે છે.ત્યાં હાટકેશ્ર્વર મહાદેવનું પવિત્ર તીર્થ આવેલું છે.
 
ઘેલા સોમનાથ
 
ઉન્મત ગંગા (ધેલો) નદીને કાંઠે આવેલ આ મંદીરનો આગવો ઇતિહાસ છે. જે કથા પ્રચલિત છે તે પ્રમાણે તે મુજબ ગુજરાતમાં મુસ્લિમ સુબા મઝહરખાન ઉર્ફે મુઝફ્ફરશાહની આણ પ્રવર્તતી હતી. જુનાગઢની ગાદીએ ચુડાસમા રા'નું શાસન હતું. ચંદ્રએ પણ જેની આરાધના કરી હતી તેવા સોમનાથ પર રા'ની પુત્રી મીનળદેવીને અનન્ય ભક્તિભાવ હતો. પોતાનું નિવાસ પણ તેણે સોમનાથથી થોડે દુર હિરણ નદીને કાંઠે રાખેલું અને દિવસમાં બે વખત શંકરની શ્રધ્ધાપૂર્વક પૂજા કરતી હતી.
 
ચિત્ર વિચિત્ર મહાદેવ, ગુણભાંખરી
 
'ચિત્રવિચિત્ર મહાદેવ મંદિર' ભારત દેશની પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર-પૂર્વ ભાગમાં આવતા સાબરકાંઠા જિલ્લામાં આવેલા ખેડબ્રહ્મા તાલુકાના ગુણભાંખરી ગામમાં આવેલું મહાભારતના કાળનું મંદિર છે. આ મંદિર ખાતે હૉળીના તહેવાર પછીના ૧૪મા દિવસે મેળો યૉજવામાં આવે છે. આ મંદિર સાબરમતી, આકુળ નદી અને વ્યાકુળ નદી એમ ત્રણ નદીઓના સંગમસ્થાન પર આવેલું છે. ગુજરાત તેમ જ રાજસ્થાન રાજ્યોમાં આવેલી અરવલ્લીની ગિરિમાળાઓના ખૉળામાં આવેલા આ વિસ્તારમાં આદિકાળથી આદિવાસીઓ વસવાટ કરે છે. કુદરતના સાનિધ્યમાં તેમ જ ગાઢ જંગલૉમાં વસતી આદિવાસી પ્રજાના તહેવારૉ, ઉત્સવૉ, રીતરિવાજૉ, પરંપરાઓ તેમ જ પૉશાકૉ એમના મિજાજની જેમ આઞવા હૉય છે, જે અંહીના ચિત્રવિચિત્રના મેળામાં માણવા મળે છે.
 
પુર્ણેશ્વર મહાદેવ, નવસારી
 
નવસારીની લોકમાતા પુર્ણા નદીના કિનારે રમણીય સ્થયળે આવેલું ૪૦૦ વર્ષ પુરાણું પુર્ણેશ્વર મહાદેવ છત્રપતિ શિવાજી મહારાજના શાસનકાળનું આ મંદિર ઐતિહાક મહત્વ ધરાવે છે. શીવજી મહારાજના લશ્કરનો અહીં પડાવ રહેતો હતો. મંદિર પાસેના નદી કિનારે વાવ પાસેના પ્રત્યે સોમવાર અને મહાશિવરાત્રિ પ્રસંગે ભાવિક ભક્તોથી મંદિરનું પરિવાર ઉભરાઈ જાય છે. અહીં સ્વ યંભુ શીવલીંગ છે. મંદિરને અડીને ચોકસી સમાજની કુળદેવી પુર્વજ બાપજીની ડેરી પણ આવેલી છે.
 
કપિલેશ્વર મહાદેવ, વાવ
 
બનાસકાંઠા જિલ્લાના વાવથી ૬ કીલોમીટર દુર વીડમાં કપિલેશ્વર મહાદેવનું ભવ્ય અને પુરાતન મંદિર આવેલું છે. કપિલેશ્વર મહાદેવનું મંદિર પાંચ હજાર વર્ષ પહેલા મહાભારતના સમયમાં ચાર વેદના જાણકાર મહર્ષિ કપિલમુનિએ બંધાવ્યુ હતુ. એ સમયે આખો વિસ્તાર ગાઢ જંગલથી છવાયેલ હતો. ગાઢ તપની આરાધના કરવાના આશયથી આવેલ મહર્ષિ કપિલમુનિએ આ જગ્યા પસંદ પડતા આ જગ્યાએ આસન જમાવી તેમણે અધોર તપ આદર્યુ. તપ દરમ્યાન મહાદેવની સુંદર આરાધના થતાં તપની પુર્ણાહુતિ પછી તપની ફળશ્રુતિરુપ મુનિશ્રીએ અહીં મહાદેવના સુંદર મંદિરની રચના કરી.
 
શ્રી મરડેશ્વર મહાદેવ:
 
ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ગોધરાથી આશરે ૨૦ કિ.મી. ના અંતરે તથા લુણાવાડાથી આશરે ૨૦ કિ.મી. ના અંતરે શહેરા તાલુકો આવેલ છે. લુણાવાડા-ગોધરા માર્ગ પરનું આ વ્યાવસાયિક અને સામાજીક કેન્દ્ર છે. હાલનું આ શહેરા એટલે જ પુરાણ યુગનું શિવપુરી અને તેમાં આવેલું મરડેશ્વર મહાદેવનું અલગ જ મહત્વ છે. આ શિવપુરમાં બ્રાહ્મણો વસતા હતા અને તેમાંય કાશ્મીરથી આવેલા પંડિતો અને તે શ્રીનગરથી આવેલા અને હાલનું શ્રીનગર અને શિવનગર હતું. જેથી અહિંયા આવેલા બ્રાહ્મણો અને પંડિતો શ્રીગૌડ કહેવાયા, તેઓ ચારેય વેદોના જ્ઞાતા હતા અને દરરોજ આ બ્રહ્મદેવો શિવના લીંગો બનાવીને તેની પુજા કરતાં હતા.
 
શિવલીંગ પર પાણી સાફ કરી દેતાં પાણી પુનઃ ભરાઇ જાય છે અને તે લીંગોને બીજા દિવસે હાલના મરડેશ્વર મહાદેવ છે ત્યાં વિસર્જન કરતા હતા અને કાળક્રમે હાલનું શિવલીંગ પ્રગટ થયું. આ શિવલીંગ તે આજના શહેરા નજીક આવેલા સુપ્રસિઘ્ધ મરડેશ્વર મહાદેવનું મંદિર. આ મરડેશ્વર મંદિરનું શિવલિંગ દર વર્ષ્ એક ચોખા જેટલું વધતું હોવાની લોક શ્રઘ્ધા છે. આ પવિત્ર ધામમાં શ્રાવણ માસને અનુલક્ષીને ભકતોની ભીડભાડ જામવાની સાથે દર સોમવારે વિશિષ્ટ પૂજા યોજાય છે
 
ઝરિયા મહાદેવ, ચોટીલા
 
કુદરત રચિત ગુફાઓની દીવાલોમાંથી ૨૪ કલાક શિવલિંગ માથે ઝરતું શુદ્ધ મીઠું પાણી
 
ચોટીલાની પાંચાળ પાવન ભૂમિ એટલે સંત, શૂરા અને પ્રાચીન દેવાલયો, વાવ, કોતરો, ગુફાઓ, ભોંયરાઓ અને ધર્મસ્થાનકોની દૈદિપ્યમાન ગાથા દર્શાવતી ભૂમિ. આ પાંચાળના પ્રસિદ્ધ માંડવવનમાં આવું જ એક પુરાણ પ્રસિધ્ધ ઝરિયા મહાદેવ આવેલું છે. આ મંદિરમાં ગુફામાંથી સતત ચોવીસ કલાક શિવલિંગ માથે મીઠું ઝર્યાં કરે છે.
 
લોટેશ્વર મહાદેવ મંદિર
 
એક દંતકથા મુજબ પાંડવો પોતાના વનવાસ દરમિયાન ભારતભરનાં તીર્થધામોની યાત્રાએ નીકળેલા. તે સમયે આ સમી-મુજપુરનો વિસ્તાર ધર્મારણ્ય ક્ષેત્ર તરીકે ઓળખાતો હતો. હાલ જ્યાં લોટેશ્વર મહાદેવનું મંદિર છે ત્યા ભયંકર ગીચ જંગલ હતું. ધોળા દિવસે અહી કોઈને શોધવા મુશ્કેલ પડે તેવી બાવળિયાની અડાબીડ ઝાડી હતી અને આ પવિત્ર ક્ષેત્રમાં અનેક સંત, સાધુઓ, મુનિઓ પોતાના સ્થાનમાં રહી તપની ધૂણી ધખાવતા, પ્રભુસ્મરણ કરતા અને આ સ્થળની પવિત્રતામાં વધારો કરતા હતા. વેદાન્તના પરમ ઉપાસક શ્રી માર્કન્ડેય ઋષિનો આશ્રમ પણ આ મંદિરના સ્થળ પાસે જ હતો. તેથી પાંડવો આ સ્થળે રોકાયા હતા. ભોજનની વેળા થઈ હતી.
 
ધર્મરાજાને નિયમ હતો કે ભોળાનાથના શિવલિંગની પૂજનવિધિ કરીને જ ભોજન કરવું. આ વિકટ જંગલમાં શિવાલય શોધવું અશક્ય હતું અને ભીમને કકડીને ભૂખ લાગી હતી. તેથી જંગલમાં એક વૃક્ષ નીચે માટીની લોટી ઊંધી વાળીને લિંગ બનાવ્યું અને ધર્મરાજા ને બતાવ્યું. જેથી ધર્મરાજે પૂજા કરી વિધિ પતાવી. ભાઈઓ અને પત્ની સાથે ભોજન લીધું. ત્યાર બાદ ભીમસેન અને અર્જુને આ લોટી માથે ગદા મારી ત્યારે ત્યાંથી દૂધની ધારા વહેવા લાગી. ભીમ-અર્જુન ભોળાનાથના ચમત્કારને નિહાળતાં જ રહી ગયા. ભોળાનાથની બે હાથ જોડીને પ્રાર્થના કરી અને ત્યાં મદિર સ્થાપ્યું.
 
અંધેશ્વર મહાદેવ મંદિર
 
ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લાના ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકાના ચીકુના ઉત્પાદન માટે જાણીતા એવા અમલસાડ ખાતે આવેલ એક ઐતિહસીક તેમ જ ભવ્ય મંદિર છે. આ મંદિર અમલસાડ ગામની ઉત્તર દિશામાં જતા રેલ્વે માર્ગ તેમ જ નવસારી જતા રાજ્ય ધોરી માર્ગ પર એક કિલોમીટર કરતાં ઓછા અંતરે આવેલું છે, જે તાલુકા મથક ગણદેવીથી ૬ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.
 
ભીમનાથ મહાદેવ, ભીમનાથ
 
અમદાવાદ શહેરથી ૧૨૫ કિ.મી. દૂર ધંધુકા તાલુકાનું ભીમનાથ ગામ આવેલ છે. જયાં ૫૦૦૦ વર્ષ પુરાણુ જાળનાં વૃક્ષો નીચે બિરાજમાન ભીમનાથ મહાદેવ આવેલ છે. મહાભારતના કાળમાં નજર ફેરવતા આ સ્થળે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આવેલા. વરખડી (જાળ)ના વૃક્ષ નીચે ભીમે મહાદેવની સ્થાપના કરેલ. હાલમાં પાંચ હજાર વર્ષ જૂનું વરખડીનું વૃક્ષ હયાત છે.
 
રામનાથ મહાદેવ, જૂનાગઢ
 
ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં આવેલ બિલખાગામની નજીક ગિરનાર પર્વતની તળેટીમાં પ્રસિદ્ધ રામનાથ મહાદેવ નુ મંદીર આવેલુ છે. આ મંદિર ગુડાંજલી નદીના તટ પર આવેલુ છે. આ જગ્યા તેના નૈસર્ગીક સૌંદર્ય માટે પ્રખ્યાત છે. પવિત્ર શ્રાવણ માસના બધા સોમવારે અહિ સહેલાણીઓની ભારે ભીડ થાય છે. પર્વત પરથી આવતી આ નદીના ખનીજયુક્ત પાણીમા સ્નાન કરવાનું મહાત્મય છે.
 
ભવનાથ મહાદેવ, જૂનાગઢ
 
ભવનાથ મહાદેવનું મંદિર, મૃગીકુંડ તથા અનેક પુરાણ પ્રસિધ્ધ મંદિરો આવેલાં છે. સમ્રાટ અશોક દ્વારા અહીં બંધાવાયેલું સુદર્શન તળાવ ઔતિહાસિક સ્થળ ગણાય છે. ગિરનાર પર્વત પર ચઢવા માટેનાં પગથીયાં અહીંથી શરૂ થાય છે. અહીં અનેક નામી અનામી હિંદુ અને જૈન ધર્મશાળાઓ આવેલ છે, જે યાત્રિકોને માટે રહેવા-જમવાની સુવિધાઓ પુરી પાડે છે. મહાશિવરાત્રીનો મેળો તથા ગિરનારની લીલી પરિક્રમા એ અહીં યોજાતા બે મોટા ઉત્સવો છે.
 
કામેશ્વર મહાદેવ, ગડત
 
ગણદેવી તાલુકાનાં ગડત ગામે ઐતિહાસિક મહત્વ ધરાવતું કામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જે ગણદેવીથી ૮ કિલોમીટર દુર છે. શ્રી રામ અને લક્ષ્મણે ચૌદ વર્ષના વનવાસ દરમ્યાન કામેશ્વર મહાદેવની પૂજા કરેલ હતી. તે સમયનું જુનું પુરાણું મંદિર છે. અંબિકા નદિના કિનારે તળાવના સાનિધ્‍યમાં ભવ્‍ય મંદિર આવેલ છે. શિવરાત્રી તેમજ શ્રાવણ માસમાં ઉત્‍સવ મેળો ભરાઈ છે. અહીં જ નવગ્રહનું મંદિર પણ આવેલ છે. આ સંકુલમાં વિદેશથી આવતાં લોકો લગ્‍ન ઉત્‍સવ તેમજ ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરે છે. જયાં રહેવાની ઉત્રમ સગવડ કરવામાં આવેલ છે.
 
બિલેશ્વર મહાદેવ, જસદણ
 
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકામાં આવેલ હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્યની હદને અડીને બિલેશ્વર મહાદેવનું સુંદર મંદિર આવેલ છે.
 
નાગનાથ મહાદેવ, અમરેલી
 
અમરેલી શહેરની મધ્યમાં બિરાજમાન છે નાગનાથ મહાદેવ શ્રાવણમાસના પાવન પર્વે બહોળી સંખ્યામાં શિવભકતો જય નાગનાથના નાદ સાથે શિવજીને બિલીપત્રો અને દુધની ધારા સહિત પુષ્પોથી અભિષેક કરી ભોળાનાથના આિર્શવાદ મેળવી રહ્યાં છે. સવારમાં શિવજીની આરતીનો લ્હાવો લેવા જય નાગનાથના નાદ સાથે શિવભકતોની ભીડ જામે છે.
 
તડકેશ્વર મહાદેવ, વલસાડ
 
વલસાડ અબ્રામા ખાતે વાંકી નદીકિનારે બિરાજમાન તડકેશ્વર મહાદેવની ગાથા અલૌકિક છે. વર્ષો પહેલાં અહીં નિર્જન અને જંગલ વિસ્તારમાં વિશાળ પથ્થર રૂપે પડેલા લાંબા પથ્થરને ઊંચકી અબ્રામા ગામે વાંકી નદીના કિનારે પ્રસ્થાપિત કર્યા બાદ મંદિરના બંધિયારમાં ન રહેતા બારેમાસ ખુલ્લામાં પૂજાતા મહાદેવનું નામ તડકેશ્વર પડ્યું હોવાનું જાણવા મળે છે. હાલમાં તો વિશાળ પરિસરમાં પથરાયેલા તડકેશ્વર દેવસ્થાનમાં મહાશિવરાત્રિ અને શ્રાવણના પવિત્ર માસમાં શિવભક્તો દૂર દૂરથી મોટી સંખ્યામાં ભોળાનાથના દર્શનાર્થે ઊમટી રહ્યા છે. ૮૦૦ વર્ષથી પણ વધુ પુરાણું આ શિવાલય માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશ-વિદેશમાં પણ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.અનેક પ્રયાસો છતાં આ શિવાલયની છત બની શકી નથી.
 
કેદારેશ્વર મહાદેવનું મંદિર
 
આપણા ગુજરાતમાં અંતરિયાળ વિસ્તારમાં એવાં ઘણાં સ્થળો આવેલાં છે કે જે જોતામાં જ ગમી જાય. જોયા પછી એમ થાય કે અરે ! આવી સરસ જગ્યાએ અત્યાર સુધી આપણે કેમ આવ્યા નહિ. પણ આવી જગ્યાઓ બહુ જાણીતી ના હોય, એટલે એના વિષે ખબર પડી ના હોય. પંચમહાલ જિલ્લામાં દાહોદથી માત્ર ૯ કી.મી.ના અંતરે ચોસાલા ગામ નજીક આવું જ એક સરસ મંદિર આવેલું છે. શીવજીના આ મંદિરનું નામ છે શ્રી કેદારેશ્વર મહાદેવનું મંદિર.

Releated News