National

દુનિયાના ઓછા બજેટવાળા 5 હિલસ્ટેશન્સ

  • select * from tourism_gallery where nid='103'

 જો તમે હોલિડે પ્લાન કરી રહ્યા છો તો તમે દુનિયાના આમાંના કોઇપણ ડેસ્ટિનેશનને ઓછા રૂપિયામાં માણી શકો છો. અહીં તમે ઓછા ખર્ચમાં ફેમિલિ સાથે ફરવાની મજા લઇ શકો છો. આજે વર્લ્ડ ટૂરિઝમ ડે પર આ વીડિયોની મદદથી તમે આ ડેસ્ટિનેશન્સની મદદ લઇ શકો છો. વીડિયોમાં જુઓ અહીંની ખાસિયત અને પેકેજને વિશેની અન્ય જાણકારીને. અહીં જે હિલસ્ટેશન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં ઊંટી, ચેરાપૂંજી, ગુલમર્ગ, દાર્જિલિંગ અને નૈનિતાલનો સમાવેશ થાય છે.

 
ગુલમર્ગ
આ જમ્મૂ કાશ્મીરના બારમૂલા જિલ્લામાં આવેલું સુંદર હિલસ્ટેશન છે. દેવી પાર્વતીના સન્માનમાં તેને ગૌરી માર્ગ નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ તેને ફૂલોની ઘાટીના નામે ઓળખવામાં આવે છે. બરફની સફેદ ચાદર સાથે ઢંકાયેલું આ હિલ સ્ટેશન લોકોને પોતાની તરફ આર્કષે છે.
 
ચેરાપૂંજી
 
નોર્થ ઇસ્ટના મેઘાલયમાં આવેલા ચેરાપૂંજીને દુનિયાના સૌથી વધારે વરસાદને માટે જાણીતું માનવામાં આવી રહ્યું છે. તેનું જૂનું નામ સોહરા છે અને સાથે જ 1861માં 1042 ઇંચ વરસાદ અહીં રેકોર્ડ કરવામાં આવ્યો છે, વરસાદ, હરિયાળી અને સુંદર પહાડોના ડેસ્ટિનેશન્સની સાથે ટૂરિસ્ટ અહીં આવતા રહે છે.
 
ઊંટી
 
તમિલનાડુના નીલગીરી પહાડોમાં આવેલું ઊંટી હિલસ્ટેશન સાઉથ ઇન્ડિયાનું એક જાણીતું ટૂરિસ્ટ પ્લેસ છે. અહીં ગરમીની સીઝનમાં ટૂરિસ્ટની ભીડ રહે છે. આસમાની આકાશ, સાફ હવા અને હરિયાળી અહીં ફેલાયેલી રહે છે. ટૂરિસ્ટના રોકાણને માટે અહીં અનેક હોટલ્સ છે.
 
દાર્જિલિંગ
 
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ હિલસ્ટેશન પોતાના ચાના બગીચાને માટે, વોટરફોલ્સ અને સુંદર પહાડોને માટે દુનિયામાં જાણીતા છે. અહીં ચાલનારી દાર્જિલિંગ હિમાલયન રેલવે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં ગણવામાં આવી રહ્યું છે. દુનિયાની ત્રીજી સૌથી ઊંચું શિખર કંચનજંઘા અહીં છે. તેને કવીન ઓફ હિલ્સ પણ કહેવામાં આવે છે. 
 
નૈનીતાલ
ઉત્તરાખંડના કુમાઉ જિલ્લામાં નૈની લેકની પાસે આવેલું સુંદર અને ફેમસ હનીમૂન પ્લેસ છે. નૈનીતાલ બરફથી ઢંકાયેલું રહે છે અને પહાડોની વચ્ચે આવેલું છે. અહીં શાંત વાતાવરણ, પહાડો અને ઝરણાંની મજા લઇ શકાય છે. વિદેશીઓ ગરમીની સીઝનમાં અહીં આવે છે. 
 
કેવી રીતે જશો?
એનએચ 87 નૈનીતાલને આખા દેશની સાથે જોડે છે. નૈનીતાલમાં રેલ અને હવાઇ સેવાઓ નથી. અને સાથે નજીકનું રેલ્વે સ્ટેશન પણ અહીંથી 34 કિમી દૂર કાઠગોદામમાં છે, નૈનીતાલ દિલ્લીથી 320 કિમી દૂર અને અલ્મોડાથી 68 કિમી દૂર છે. 
 

Releated News