Gujarat

છીછરું પાણી અને અનેરો એકાંત આપે છે આ 8 બીચ

  • select * from tourism_gallery where nid='101'

 પરિવારજનો બાળકો સાથે દેશના સુંદર સ્થળોની મુલાકાત માટેની યોજના બનાવતા હોય છે. જેમાં સૌથી વધારે લોકો ગોવા જેવા બીચ પર જવાની યોજના બનાવે છે. ત્યારે ભારતમાં પણ એવા ઘણા બીચ છે જ્યાં ગોવા જેટલી અત્યાધુનિક સુવિધાઓ નથી છતાં પણ પરિવાર સાથે દરિયાની સૌંદર્યતાને માણવાની યોજના બનાવી શકાય છે. આ કયા બીચ છે જ્યાં તમે પરિવારની સાથે આરામથી ફરી શકો છો અને તેની સુંદરતાને માણી શકો છો તેની વિગતો અહીં આપવામાં આવી છે. જો તમે નજીકમાં કોઇ પ્રવાસ પ્લાન કરી રહ્યા હોવ તો આમાંના કોઇપણ બીચ તમને પસંદ આવી શકે છે. તે તમને ફ્રેશ ફીલિંગ આપવાને માટે પૂરતા છે.

 
દીવ 
બીચ ડેસ્ટિનેશનમાં દીવની અલગ જ ઓળખ છે. તે દેશના અન્ય બીચની સરખામણીમાં વધારે સ્વચ્છ અને સુંદર છે. જો તમે શહેરની ભાગદોડથી દૂર બીચ પર એકાંત ઈચ્છતા હોવ તો તે તમને દીવના બીચ પર જ મળશે. ગોવાની સરખામણીમાં ઓછા લોકો આવે છે કારણ કે અહીંના બીચ વધારે ખતરનાક છે. તેની ખાસિયત છે કે ટૂરિસ્ટ વર્ષ દરમિયાન ગમે ત્યારે આવી શકે છે, એ પણ કોઈ પણ સિઝનમાં.
 
કેવી રીતે પહોંચવું
ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે દીવ સડક માર્ગે જોડાયેલું છે. અમદાવાદથી તે લગભગ 500 કિલોમીટરના અંતરે અને મહારાષ્ટ્રથી 1000 કિલોમીટરના અંતરે છે. દીવમાં કોઇ રેલ્વે લિંક નથી. નજીકનું રેલ્વે સ્ટેશન વેરાવળ(90 કિલોમીટર) છે. નાગોઆમાં એરપોર્ટ છે. અહીંની એરલિંક મુંબઈ સાથે છે.
 
સર્કેશ્વર બીચ, જુનાગઢ
 
અમરેલી અને જુનાગઢ જિલ્લાની સરહદ પર સર્કેશ્વર બીચ આવેલું છે. તેમજ તે દીવની પણ નજીક છે. પાણીનો રંગ લોકોને આકર્ષે તેવો છે. રેતી પણ આહલાદક છે. દરિયામાં લાંબા અતંર સુધી છીછરું પાણી હોવાના કરાણે ત્યાં સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ કરી શકાય છે. 
તેમજ સર્કેશ્વર બીચની આસપાસનો વિસ્તાર પણ નિહાળવાલાયક છે. રાજ્ય સરકાર દ્વારા ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસેટિલટીને યોગ્ય બનાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેથી રાજ્ય બહારના એટલે કે નેશનલ અને ઇન્ટરનેશનલ પ્રવાસીઓને ગુજરાતના રળીયામણા બીચ તરફ આકર્ષી શકાય.
 
કેવી રીતે પહોંચવું 
સર્કેશ્વર બીચની નજીકનું રેલવે સ્ટેશન દેલવાડા છે. અહીંયા પહોંચવા માટે અમરેલીથી સમયાંતરે વાહન મળી શકે છે.
 
અહેમદપુર માંડવી, જુનાગઢ
સંઘ પ્રદેશ દિવની બોર્ડર અને જુનાગઢ જિલ્લાન ઉના તાલુકામાં આવેલું અમદપુર માંડવી નલિયા માંડવીની બીલકુલ નજીક આવેલું છે. આ બીચ સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ બીચીઝમાનું એક છે. જે સાત કિમીનો દરિયાકાંઠો ધરાવે છે. સર્કેશ્વર બીચની જેમ આ બીચ પર પણ લાંબા અંતર સુધી છીછરુ પાણી હોવાના કારણે સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરી શકાય છે. રાજ્ય સરકાર દ્વારા ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસેટિલટીને યોગ્ય બનાવવા માટેના પ્રયાસો થકી રાજ્ય બહારના એટલેકે નેશનલ અને ઇન્ટરનેશનલ પ્રવાસીઓને ગુજરાતના રળિયામણા બીચ તરફ આકર્ષવા કવાયત હાથ ધરી છે.
 
કેવી રીતે પહોંચવું 
અહેમદપુર માંડવી બીચની નજીકનું શહેર ઉના છે જ્યારે રેલવે સ્ટેશન દેલવાડા છે. અહીંયા પહોંચવા માટે જુનાગઢથી સમયાંતરે વાહન મળી શકે છે.
 
નારગોલ બીચ
નારગોલ બીચ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું છે. તેની આસપાસ સુરત અને દહેજ જેવા બે વિશાળ પોર્ટ છે. ઉપરાંત વિકાસની દ્રષ્ટીએ સુરત અને ઉમરગાંઉની વચ્ચે આ બીચ આવતું હોવાથી તેના વિકાસની શક્યતાઓ વધુ છે. સુરત ઉપરાંત નારગોલ બીચની નજીક સાપુતારા, દાડી, દમણ અને ઉદવાડા જેવા અનેક જોવાલાયક સ્થળો છે. સરકારે આ બીચને ટૂરિઝમ બીચ બનાવવા માટે જરૂરિયાત અનુસારની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની યોજના બનાવી છે.
 
કેવી રીતે પહોંચવું 
નારગોલ બીચ પહોંચવા માટે નજીકનું સ્થળ ઉમરગાંઉ છે. તેમજ રેલવે થકી જવા માટે નજીકનું રેલવે સ્ટેશન સજાણ છે. ઉપરાંત વલસાડ અને સુરત જેવા સ્થળેથી સમયાતંરે ખાનગી તથા સરકારી સાધન મળી શકે છે.
 
તિથલ બીચ
તિથલ બીચ પણ નારગોલ બીચની જેમ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું છે. આ બીચ પણ સુરત અને ઉમરગાંઉની વચ્ચે આ બીચ આવતું હોવાથી તેના વિકાસનો વ્યાપ વઘારે છે. તિથલ બીચ ગુજરાતના શ્રેષ્ઠ માણવા લાયક સ્થળોમાનું એક સ્થળ છે. તેમજ સુરત ઉપરાંત સાપુતારા, દાંડી, દમણ અને ઉદવાડા જેવા અનેક જોવાલાયક સ્થળો પણ આ બીચની નજીક છે. સરકારે આ બીચને ટૂરિઝમ બીચ બનાવવા માટે જરૂરિયાત અનુસારની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની યોજના બનાવી છે.
 
કેવી રીતે પહોંચવું 
નારગોલ બીચ પહોંચવા માટે નજીકનું સ્થળ વલસાડે છે. તેમજ રેલવે થકી જવા માટે પણ નજીકનું રેલવે સ્ટેશન વલસાડ છે. સુરત જેવા સ્થળેથી સમયાતંરે ખાનગી તથા સરકારી સાધન મળી શકે છે.
 
દ્વારકા બીચ
 
જામનગર જિલ્લામાં આવેલું દ્વારકા બીચ પોતાની સુદંરતાની સાથે જ ધાર્મિક મહત્તાના કારણે પણ વિશ્વભરમાં જાણીતું છે. દરિયાકાંઠે આવેલા દ્વારિકાધિશ મંદિરના દર્શનાર્થે બહોળી સંખ્યામાં ભક્તજનો ઉમટે છે. દ્વારકાના દરિયામાં ડોલફિન, પોર્પાઇઝ, ઓક્ટોપસ સ્ટાર ફિશ જેવા દરિયાઇ જીવો જોવા મળે છે.
 
કેવી રીતે પહોંચવું 
દ્વારકા જવા માટે જામનગરથી વ્હિકલ મળી શકે છે. તેની નજીકનું એરપોર્ટ જામનગર છે. ભારતભરમાંથી રેલવે થકી દ્વારકા જઇ શકાય છે.
 
જામનગર બીચ
સૌરાષ્ટ્રના સુંદર શહેરોમાંનું એક એવું જામનગરના દરિયાની દ્રષ્ટિએ પણ અન્ય શહેરો કરતા વધારે ભાગ્યશાળી છે. જામગનરમાં જોવા માટે અનેક સ્થળો છે. જેમાં પીરાટોન ટાપુ, માઢી, લાગૂન, પોસિત્રા, બાલાછડી, બેડી બંદર વગેરે જામનગરમાં દરિયાકાંઠાના સ્થળો જોવાલાયક છે. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે, કચ્છથી જામનગર સુધી 42 એવા નાના બીચ છે જે ગુજરાતના દરિયાકાંઠાની સુંદરતામાં અનેરો વધારો કરે છે. તેમજ જામનગરના બીચ પર તમને એકાંત પણ મળી શકે છે.
 
કેવી રીતે પહોંચવુ 
જામનગર ત્રણેય માર્ગે પહોંચી શકાય છે. રેલવે અને રોડ મારફતે પહોંચવા માટે તમને અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા મોટા શહેરોમાંથી આરામથી સાધન મળી શકે છે. જામનગરમાં એરપોર્ટ હોવાથી તમે હવાઇ મારફતે પણ જામનગર આવી શકો છો.
 
સોમનાથ બીચ
સૌરાષ્ટ્રના હાર્દસમો સોમનાથ બીચ ભારતના સૌથી શ્રેષ્ઠ બીચીઝમાં સ્થાન ધરાવે છે. તેની એક ખાસિયત એ પણ છે કે ત્યાં શિવ મંદિર આવેલું છે જે 12 જ્યોર્તિલિંગમાનું એક છે. મહાશિવરાત્રી દરમિયાન ત્યાં બહોળી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે. જો કે, સોમનાથનો બીચ સ્વિમિંગ કરવા માટે ઉત્તમ માનવામાં આવતો નથી. શાંત વાતાવરણમાં કુદરતી સૌંદર્યને માણવાનો એક અનેરો આંનદ આ બીચ પરથી મળી શકે છે. સોમનાથના બીચ પર કેમલ રાઇડ અને લાઇટ સ્નેક્સનો આનંદ માળી શકો છો.
 
કેવી રીતે પહોંચવું 
સોમનાથની નજીકના સ્થળ જૂનાગઢ અને ચોરવાડ છે. સોમનાથ જવા માટે રાજ્ય સરકાર અને ખાનગી કંપનીઓના વાહન મળી શકે છે. ઉપરાંત નજીકનું રેલેવે સ્ટેશન વેરાવળ છે.
 

Releated News