Gujarat

વેકેશનમાં વન ડે પિકનિક માટે બેસ્ટ ગુજરાતના આ 10 રાજમહેલો

  • select * from tourism_gallery where nid='66'

ગુજરાતમાં હિન્‍દુ, મુસ્‍લિમ તેમજ યુરોપિયન સ્‍થાપત્‍યની ઝાંખી જોવા મળે છે. ગુજરાતમાં મહેલો ઐતિહાસિક સાંસ્‍કૃતિક અને પરંપરાગત કળા-કૌશલ્‍યને જાળવી રાખે છે. અનેક રાજવીઓએ રાજ્યની ધન્ય ધરા પર અતુલ્ય કહી શકાય તેવા રાજમહેલોની રચના કરી હતી. ગુજરાત માટે તો એવું પણ કહેવાય છે કે તે હંમેશાથી સમૃદ્ધ હતું. અહીંની જાહોજલાલીના કારણે જ બહારથી આવતાં લોકો ગુજરાતથી આકર્ષાયા વગર નહોતા રહી શકતાં. અદભુત સૌંદર્યતા ધરાવતા આ મહેલો આજે પણ દર્શનીય છે. આ મહેલોને બનાવવાને માટે અનેકગણો ખર્ચ કરવામાં આવ્યો હતો અને તેમાંના કેટલાકની જાળવણી હાલમાં સારી રીતે થઇ રહી છે તો કેટલાકને મ્યુઝિયમમાં પરિવર્તિત કરી દેવાયા છે. તેના કારણે તેમની ચમક ઓછી થઇ ગઇ છે. આ મહેલોમાંના કેટલાક તેમની દંતકથાને લઇને ખાસ છે. ટૂરિસ્ટને માટે આ રાજમહેલો એક બેસ્ટ પ્લેસ હોઇ શકે છે.

 
રાજમહેલ પેલેસ-વઢવાણ
 
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો રાજમહેલ પેલેસ 'હેરિટેજ હોટલ' તરીકે વિખ્યાત છે. આ ભવ્ય ઈમારતનું નિર્માણ19મી સદી દરમિયાન કરવામાં આવ્યું હતું. રાજમહેલ પરિસર લગભગ 14 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. આ હોટલમાં 12 રૂમ આવેલાં છે. અહીં મુકવામાં આવેલી આરસની પ્રતિમાઓ પર્યટકોને આકર્ષે છે. અહીં મહેલની સાથે વિશાળ ખુલ્લો પટ છે. રાજમહેલના ગાર્ડન રેસ્ટોરન્ટમાં ગુજરાતીવાનગીઓ પીરસવામાં આવે છે. ઉપરાંત રાજમહેલમાં સ્વિમિંગ પુલ, લોન્ડ્રી, અને ટ્રાવેલ ડેસ્ક જેવી સેવાઓ પણ હેરિટેજ હોટલ દ્વારા પૂરી પાડવામાં આવે છે.

 

Releated News