National

ભારતની શાંત અને રમણીય જગ્યાઓ, કરાવશે અનેકગણી મજા..

  • select * from tourism_gallery where nid='102'

 રોજની લાઇફમાં કામ કરીને કંટાળી ગયા છો તો તમે ભારતની આવી કેટલીક જગ્યાઓની મુલાકાત લઇ શકો છો. આ એવી જગ્યાઓ છે જે તમને એક અલગ જ પ્રકારની શાંતિ આપે છે અને સાથે જ તમને રીલેક્સ ફીલ કરાવે છે. કેટલીક ખાસ ચીજોની સાથે સ્વિમિંગ, ફિશિંગની મજા પણ ટૂરિસ્ટ આ જગ્યાઓએ માણી શકે છે. આ દરેક જગ્યાઓ શહેરની ભીડથી દૂર છે અને ટૂરિસ્ટને અનેરી શાંતિ આપે છે. તો આવો જાણીએ આવી જગ્યાઓ વિશે..

 
કોલ્લમ 
કોલ્લમ પોતાના પ્રાચીન નામ ક્વીલોનથી ઓળખાય છે. આ શહેર પોતાની વાણિજ્ય અને સંસ્કૃતિ માટે જાણીતુ છે. આ શહેર અશ્તામુડી તળાવને કિનારે ફેલાયેલુ છે. આ શહેરે કેરળની અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિને ઘણા મોટા પાયે યોગદાન આપેલું છે. ઇતિહાસમાં પણ તે વાતની સાક્ષી પુરે છે કે, ભૂતકાળમાં ચીન, રોમ અને મધ્ય પૂર્વ સાથે કોલ્લમના મોટા વ્યાપારિક સંબંધો હતા. વિસ્તૃત અને વિવિધ નજારાઓનાં અનેક વિકલ્પોને કારણે વર્ષ દરમિયાન અહીં અનેક પર્યટકો આવે છે. જે તમારે શાંતિની સાથે પ્રકૃતિનો સમન્વય જોયતો હોય તો તમારે અહીં જવું જોઇએ.
 
કોપ્પા
શહેરની ભીડથી દૂર શાંતિનો અનુભવ કરવા માગતા હોય તો કર્ણાટકમાં આવેલ કોપ્પા જરૂરથી જજો. આ જગ્યા ચિકમંગલુર જિલ્લામાં આવેલી છે. આ જગ્યા તેની કુદરતી સુંદરતા અને કોફીના પ્લાન્ટેશન માટે જાણીતી છે. અહીં ઘણી મોટી સંખ્યામાં હોમેસ્ટ છે એટલે અહીં રોકાવા માટે કોઇ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. પ્રકૃતિને માણવાની સાથે સાથે અહીંનો સુર્યોદય તેમજ સુર્યાસ્ત જોવા જેવો છે.
 
મંદિરમણિ
મંદિરમણિ કોલકાતાથી 180 કિ.મી. દૂર એક નાનકડુ ગામ છે જે સમુદ્ર કિનારે આવેલું છે. આ સ્થળ ગુમનામ હોવાથી અહીંયા ખુબ ઓછા લોકો જોવા મળશે. જેઓ પ્રકૃતિની સાથે રહેવા માગે છે અને તેને સમજવા માગે છે તેમના માટે આ સ્થળ સર્વોત્તમ છે. જો તમે અહીંયા જવાના હોવ તો પામ અને નારિયેળના ઝાડની નીચે મોર્નિંગ કે ઇવનિંગ વોક કરવાનું ભુલતા નહીં. સાથે સાથે સ્વિમીંગ અને ફિશિંગની પણ એક અલગ મજા છે. લાલ કરચલા આ જગ્યાની ઓળખ છે. લાલ કરચલાઓને રેતીમાં ચાલતા જોઇને તમે ખુશ થઇ જશો.
 
સુંદરબન
સુંદરબન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વિભાજીત એક મૈન્ગ્રોવ સંરક્ષિત ક્ષેત્ર છે. જોકે આ રાષ્ટ્રીય ઉદ્યાનનો મોટો ભાગ બાંગ્લાદેશમાં છે, ભારતમાં માત્ર એક તૃતિયાંશ ભાગ જ છે. તે છતાં અહીં પર્યટકો માટેની સુવિધાઓ તેમજ સરળતાથી પહોંચી શકવાનો કારણે તે પર્યટકોની પ્રથમ પસંદગી છે. સુંદરબનને યૂનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામાં આવી છે. આ જગ્યા ફોટોગ્રાફર્સ માટે સ્વર્ગ સમાન છે.
 
ગોકર્ણ
દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં મેંગલોરની પાસે ગોકર્ણ કરીને એક સુંદર જગ્યા આવેલી છે. જે તીર્થસ્થળ હોવાની સાથે સાથે સુંદર બીચ ડેસ્ટિનેશન પણ છે. આ જગ્યા બે નદીઓ અગ્નિશિનિ અને ગંગાવલીના સંગમ પર આવેલી છે. આ શહેરને ઉંચાઇએથી જોતાં તેની આકૃતિ ગાયના કાન જેવી લાગે છે એટલા માટે જ કદાચ આ શહેરનું નામ ગોકર્ણ પડ્યું હશે. ગોકર્ણ હવે ધીરે ધીરે એક પ્રમુખ પર્યટન સ્થળ તરીકે જાણીતું બની રહ્યું છે જે દેખાવમાં હુબહુ ગોવાના દરિયાકિનારા જેવું છે. અહીંયા કુડેલ બીચ, ગોકર્ણ બીચ, હોફ મૂન બીચ, પૈરાડાઇઝ બીચ, ઓમ બીચ જેવા પાંચ બીચ આવેલા છે જે પર્યટકોનું મન મોહી લે છે. જો તમે પ્રકૃતિને માણવાની સાથે સાથે શાંતિનો અનુભવ કરવા માગતા હોવ તો અહીંયા ચોક્કસ જજો.
 

Releated News