National

વાઇલ્ડલાઇફ લવર્સ માટે ફેમસ છે ભારતના આ બેસ્ટ ડેસ્ટિનેશન્સ

  • select * from tourism_gallery where nid='100'

 રિલેક્સ થવાને માટે તમે કશે બહાર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હશો. આ સમયે જો તમે વાઇલ્ડ લાઇફને અનુભવવા અને તેની મજા લેવા ઇચ્છો છો તો આ પ્લેસ તમારા માટે બેસ્ટ હોઇ શકે છે. શહેરના શોરબકોરથી દૂર બહાર જવા ઇચ્છો છો તો તમે અહીં આંખોને ઠંડક આપે તેવી લીલોતરી ભરી જગ્યાઓએ જઇ શકો છો. અહીં તમને રાહત મળે છે અને શાંતિ પણ.

 
કાઝીરંગા, આસામ
કાઝીરંગા નેશનલ પાર્કની ખાસિયત છે કે અહીં સુંદર આસમાન છે અને તેની વચ્ચેથી બ્રહ્મપુત્રા નદી નીકળે છે. અહીંના જંગલની સાથે સવાના ગ્રાસ લેન્ડને પણ જોઇ શકાય છે. વચ્ચે રિવર આઇલેન્ડ પણ છે. એક શિંગડાવાળા જાણીતા રાઇનોસોરસ પણ આ પાર્કમાં જોવા મળી શકે છે. અહીં આ સિવાય વાઘ, લેપર્ડ અને બાર્કિંગ ડિયરની સાથે જૈંજેટિક ડોલ્ફિન પણ જોવા મળે છે. 
 
મહુલી, મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના જિલ્લામાં આઉટસ્કટ્સ પર આ શહેર આવેલું છે. અહીં 2815 ફીટ ઊંચા અને સુંદર પહાડ છે. આ પહાડોની આસપાસ ગાઢ જંગલો છે અને સાથે નેચરલ રિઝર્વ પણ જાહેર કરાયું છે. વરસાદની સીઝનમાં તે સુંદર દેખાય છે. અને સાથે અહી ટ્રેકિંગને માટે ડેરિંગ એક ચેલેન્જ બને છે. વરસાદમાં અહીં ટ્રેકિંગ કરવાથી રસ્તામાં આવતા સુંદર ઝરણાંની મજા પણ લઇ શકાય છે. આસપાસની હરિયાળીની સાથે મહુલી નદીની પાસે પિકનિક કરી શકાય છે. આ જગ્યા ખરેખર શાંત છે અને પિકનિકને માટે આદર્શ પ્લેસ ગણાય છે. 
 
દાંડેલી, ગોવા
દાંડેલી એ જગ્યા છે જ્યાં વાઇલ્ડલાઇફની મજા લઇ શકાય છે. એક ઓપન-જીપ કે સફારી લો, તેનાથી તમે નેચરનો આનંદ પણ લઇ શકો છો. દાંડેલી વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીમાં અનેક વાઘ, લેપર્ડ અને બ્લેક પંથર્સ પણ છે. હવે આ જગ્યા વાઇટ વોટર રેફ્ટિંગને માટે જાણીતી બની છે. ગાઇડની સાથે તમે અહીં ગાઢ જંગલમાં ટ્રેકિંગની મજા પણ લઇ શકો છો. આ જગ્યા એ લોકોને ખાસ પસંદ આવી શકે છે જે બર્ડ લવર્સ છે. અહીં 200થી વધારે સ્પીશીઝ મળે છે.
 
વાયનાડ, કેરળ
કેરળના નીલગીરીમાં આ વાયનાડ શહેર આવેલું છે. આ જંગલમાં સારી રીતે વાઇલ્ડ લાઇફને જોઇ શકાય છે. અહીં હાથી, ગૌર, હરણ, ,સાંબર, લંગૂર, મોટી ખિસકોલીઓ અને સાથે પંખીઓ અને વાધ જોવા મળે છે. વાયનાડના કંટ્રીસાઇડ પર પગપાળા પ્રવાસ મુશ્કેલ હોય છે. આ સમેય તમે અહીં રહેનારાની સાથે વાતચીત કરી શકો છો. મસાલાની ખેતી પણ અહીં જોવા મળે છે. માટીથી બનેલી ચીજોની દુકાનો અહીં જોવા મળે છે અને આસપાસના લહેરાતા ખેતરોની પણ મુલાકાત લઇ શકાય છે. 
 
 

Releated News