Gujarat

ધોધ, સરોવર, આગિયા અને પ્રકૃતિની મજા માણવાને માટે બેસ્ટ છે આહવા

  • select * from tourism_gallery where nid='68'

વેકેશનની સીઝન ચાલી રહી છે અને ઓછી રજાઓમાં  ફરવા માટેની પણ અનેક ખાસ જગ્યાઓ છે,જે મને શાંતિ આપે છે અને સાથે પ્રાકૃતિક સૌંદર્યની મજા પણ. ડાંગ જિલ્લાનું આહવા આવું જ એક પ્લેસ છે જ્યાં પ્રકૃતિની સુંદરતાનો અદભૂત ખજાનો છે. અહીં પહોંચી ગયા બાદ તમે અનેક સ્થળોની મુલાકાત લઇ શકો છો. આ સ્થળો ઉનાળુ પ્રવાસને માટે ખૂબ જ ફેમસ છે.

 
આહવા માટે કહેવાય છે કે હવા ખાવાનું સ્થળ એટલે આહવા. આહવા એ ડાંગ જિલ્લાનું વડું મથક છે. નજીકનું સ્થળ સાપુતારા પ્રવાસન માટે પ્રખ્યાત છે. આ વિસ્તાર વનરાજીથી ઘેરાયેલો છે. આહવા પહોંચવાના માર્ગો નૈસર્ગિક વાતાવરણથી ઘેરાયેલા છે. સુરતથી સોનગઢ થઈ આહવાના રસ્તે ગોમુખ, ગિરામલ ધોધ, શબરી ધામ અને નજીકમાં પંપા સરોસર આવેલ છે જે પ્રાકૃતિક સૌન્દર્યથી ભરપૂર છે. વળી આહવાથી વ્યારાના માર્ગે સુરત જતાં ગુજરાતનો સૌથી ઊંચો ગિરા ધોધ આવેલ છે જે ખાસ જોવાલાયક છે.

 

Releated News