National

સિદ્ધિવિનાયકમાં કેમ થાય છે બધી જ મન્નતો પૂરી? આ છે તેનું ગુઢ રહસ્ય!

  • select * from tourism_gallery where nid='96'

 જ્યારે સિદ્ધિવિનાયક મંદિરમાં આવ્યાં હનુમાનઃ-

 
જે ધાર્મિક સ્થળ વાસ્તુનુકૂળ હોય છે ત્યાં હકારાત્મક ઉર્જાનો વધારો થાય છે. અહીં હકારાત્મક ઉર્જા શ્રદ્ધાળુઓને પોતાની તરફ આકર્ષિત કરે છે અને તે જ આકર્ષણથી ભક્તોની સંખ્યામાં વધારો થાય છે. હકારાત્મક ઉર્જાથી જ ભક્તોના મનમાં એવો ભાવ આવે છે કે, અહીં કોઇપણ ઇચ્છા જો માંગવામાં આવે તો તે અહીંના હકારાત્મક ઉર્જા અને વાતાવરણને કારણે જ પૂર્ણ થઇ જાય છે.
 
વર્ષ 1952 પહેલાં સુધી અહીં આવનારા ભક્તોની સંખ્યા ઘણી ઓછી હતી, પરંતુ વર્ષ 1952માં એલફિસ્ટન રોડની પાસે સિયાની રોડના નિર્માણ કાર્ય દરમિયાન ત્યાં કાર્ય કરી રહેલાં મજૂરોને ખોદકામ સમયે હનુમાનજીની પ્રતિમાં મળી, જેને આ મંદિરમાં લાવીને સ્થાપિત કરવામાં આવી.
 
વૈષ્ણો દેવી અને શિરડીની આ ખાસિયત છે સિદ્ધિવિનાયકમાઃ-
 
આ નવનિર્માણ મંદિરની વાસ્તુનુકૂળતાને તે જ પ્રકારે વધારી રહ્યું છે, જેવી રીતે શિરડીના સાંઈબાબાની સમાધી મંદિરમાં દર્શન માટે લાંબી લાઇનમાં જતી સમયે વિવિધ હોલથી પસાર થવું પડે છે. આ રસ્તામાં થોડો ભાગ બેસમેન્ટનો પણ આવે છે. આ બેસમેન્ટ મુખ્ય મંદિરની ઉત્તર દિશામાં છે. સાઇ મંદિરમાં આ બેસમેન્ટ નિર્માણ પછી ભક્તોની સંખ્યા વધી ગઇ છે.
 
સિદ્ધિવિનાયક મંદિર પરિસર વિદિશા ભૂખંડ પર બનેલું છે, જેમાં દિશાઓ મધ્યમાં ન હોઇને ખૂણામાં સ્થિત છે અહીં ભગવાન પૂર્વમુખી થઇને વિરાજમાન છે, આ જ કારણે ભગવાન ગણેશની મૂર્તિ હોલમાં આડી લાગેલી છે અને મૂર્તિની ઠીક સામે જે પ્લેટફોર્મ બનેલું છે જેના પર લોકો ઉભા રહીને દર્શન કરે છે આ પ્લેટફોર્મની નીચે પાણીની ટાંકી છે.
 
ભારતીય વાસ્તુશાસ્ત્ર મુજબ પૂર્વ દિશા ઉચાઇ પર હોવી અને પશ્ચિમ દિશા ઢળાવ પર હોવી સારી માનવામાં આવતી નથી, પરંતુ જોવામાં આવે તો મોટાભાગે તે સ્થાન જે ધાર્મિક કારણોથી પ્રસિદ્ધ છે, ભલે તે કોઇપણ ધર્મ સાથે સંબંધિત હોય, તે સ્થાનોની ભૌગોલિક સ્થિતિમાં ઘણી સમાનતા જોવા મળે છે.
 
આવા સ્થાનો પર પૂર્વની તુલનામાં પશ્ચિમ દિશા નીચી હોય છે અને દક્ષિણ દિશા હંમેશા ઉત્તર દિશાની તુલનામાં ઉચી રહે છે. જેમ કે, ઉજ્જૈનનું મહાકાળેશ્વર મંદિર, કટરા જમ્મૂ સ્થિત વૈષ્ણવદેવી મંદિર વગેરે.
 
સિદ્ધિવિનાયક મંદિરનો પશ્ચિમ દ્વાર કેમ બંધ રહે છે?
 
મંદિર પરિસરમાં પ્રવેશ કરવા માટે ઘણા દ્વાર ઉપલબ્ધ છે. સૌથી વઘારે સુસજ્જિત દ્વાર ગર્ભગૃહની પાછળ પશ્ચિમ દિશામાં સ્થિત છે, પરંતુ તે દ્વાર વાસ્તુકલા સ્થાન પર ન હોવાથી તેને બંધ રાખવામાં આવે છે.
 
મંદિર પરિસર જોવાથી તે સ્પષ્ટ છે કે, અહીં જ્યારે પણ નિર્માણ કાર્ય થયા તેમાં વાસ્તુ સિદ્ધાંતો વિશે બિલકૂલ પણ વિચારવામાં આવ્યું નહતું, પરંતુ શ્રી સિદ્ધિવિનાયકની કૃપાથી અત્યાર સુધી થયેલું નિર્માણ સહજ ભાવથી વાસ્તુકલા પ્રમાણે થતું રહ્યું છે, જેના કારણથી જ ભગવાન શ્રી સિદ્ધિવિનાયકના દર્શન માટે ભક્તોની ભારે ભીડ, અતૂટ શ્રદ્ધા, વિશ્વાસની સાથે દર્શનની ઇચ્છા માટે આવતા રહે છે.
 

Releated News