Gujarat

પવિત્ર શ્રાવણ માસમાં કરો, ભાવનગર શહેરના પવિત્ર શિવમંદિરોના દર્શન

  • select * from tourism_gallery where nid='88'

 પવિત્ર શ્રાવણ માસમાં કરો, ભાવનગર શહેરના પવિત્ર શિવમંદિરોના દર્શન

 
 લોકોમાં શિવજીના દર્શન એ બહુ મોટી વાત છે. લોકો દુર દુર શિવજીના દર્શન માટે જતાં હોય છે અને પવિત્ર શ્રાવણ માસમાં તો શિવમંદિરો શ્રદ્ધાળુઓથી ઉભરાતા હોય છે ત્યારે, ભાવનગરમાં આવેલા શિવમંદિરોમાં પણ લોકો મોટી સંખ્યામાં દર્શન માટે આવે છે. અને ભાવનગરમાં પણ એવા ઘણા મંદિરો આવેલા છે જેનું મહાત્મ્ય ખુબ જ પૌરાણિક છે.. તો ચાલો આજે આપણે આ શિવમંદિરોની વાત કરીએ અને તેના દર્શને જઈએ..
 
1) શ્રી કામનાથ મહાદેવ (વડવા ચોરા)
 
ભાવનગર: ભાવનગરનું સૌથી પુરાતન આ મંદિર હશે પ્રથમ ભાવનગર શહેર નામ ન હતું એ સમયમાં માત્ર વડવા જ હતું. તે સમયનું આ મંદિર કોને બનાવ્યું, ક્યારે સ્થાપના થઈ તે સ્પષ્ટ થતું નથી. પરંતુ એ સમયમાં રજવાડા કુટુંબે જ બનાવ્યું હશે તેવું માલુમ પડે છે. પહેલા માત્ર નાનુ શિવલિંગ અને તેના ઉપર નાનુ દેરુ હતું. સમય જતા 1947માં ખૂબ ‌વિશાળકાય પીપળો દૂર કરી, વડવા ચોરાનાં મહાજનો, વેપારીઓએ સહભાગી બની આ મંદિરનું બાંધકામ કર્યું. સાથે સાથે રામજી મંદિરની પણ પ્રતિષ્ઠા કરી. અહીંયા અષાઢ વદ-2 શ્રાવણ વદ-2 સુધી હીંડોળા દર્શન થાય છે. 
 
2) બારસો શિવ મહાદેવ
ભાવનગર: દાદાસાહેબ જૈન દેરાસરની સામે બારસે મહાદેવની વાડી આવેલ છે. આ જગ્યામાં લગભગ 300થી 350 વર્ષ પુરાતની મંદિર આવેલું છે. જેમાં કુલ 1200 શિવલિંગ વર્તૂળાકારે પગથિયા આકારમાં સ્થાપિત છે. રાજવી કુટુંબે માનતા રાખેલી કે અમારા કુટુંબમાં પુત્ર જન્મ થશે તો 1200 શિવલિંગની સ્થાપના કરીશું આ સફળતાનાં આધારે 1200 શિવની સ્થાપના થઈ ભાવિકો આ મંદિરમાં 1200 દીપ ગટાવવાની માનતા રાખે છે.
 
3) ભીડભંજન મહાદેવ
 
ભાવનગર: સમગ્ર વર્ષ દરમ્યાન ભાવિકોની ભીડ આ મંદિરે રહે છે. મંદિરમાં શિવજીને દરરોજ ફૂલોનો શણગાર થાય છે. ઈતિહાસ બાબતે કહેવાય છે કે પ્રથમ ખોદકામ કરતા દૂધ નીકળ્યું અને ત્યારબાદ શિવલિંગ નીકળ્યું ત્યારથી આ મંદિરની રચના થઈ લગભગ 500 વર્ષ જૂનું આ મંદિર લાગે છે. ચેતનગીરી તથા સોમનાથગીરી આ મંદિરનાં મહંત હતા. આજે પણ આ મહંતોની સમાધી છે. 1899માં મહારાજા  કૃષ્ણકુમારસિંહજીએ થાળુ તથા ગર્ભ મંદિરનો પ્રવેશદ્વાર બનાવડાવ્યો છે.
 
4) શ્રી બિલેશ્વર મહાદેવ (પાનવાડી)
 
ભાવનગર: એસ.ટી. બસ સ્ટેન્ડની પાછળ  પાનવાડી ક્વાટર્સમાં શ્રી બિલેશ્વર મહાદેવજી બિરાજે છે. તખ્તેશ્વર મંદિર પહેલાનું આ મંદિર જણાય છે. પહેલા આ વિસ્તારમાં સ્મશાન હતું. લોકો આ સ્મશાનમાં અિગ્નસંસ્કાર કરી, હાલના પાનવાડી કેમ્પસમાં કૂવો છે ત્યાં સ્નાન કરી આ બિલેશ્વર મંદિરે દર્શન કરી છૂટા પડતાં. જ્યારે વડવા ગામ હતું ત્યારે કૃષ્ણકુમારસિંહજીના પોર્ષાંગી (મહારાજને તૈયાર કરનાર) શ્રી કરણસિંહજી ગોહિલ નિયમીત રીતે આ મંદિરે દર્શન કરવા પધારતા. રાજદરબારમાં મૃત્યુ થતું ત્યારે આ મંદિરનાં પટાંગણમાં બેસણું-સાદડી થતાં હાલમાં શ્રાવણ માસ દરમ્યાન નિત્ય નવિન ફૂલોના શણગાર મનને મોહી લે છે.
 
5) નારેશ્વર મંદિર (આંબાચોક)
 
ભાવનગર: 180 વર્ષ જૂનુ આ મંદિર છે મૂળ નામ નારસિંહશ્વર મહાદેવ હતું. કારણકે જૂના રાજવી દરબાર શ્રી નારસિંહજી મહારાજે પોતાની માલિકીથી આ જગ્યા ખરીદી મહાદેવજીની સ્થાપના કરી હતી. તેના નામ ઉપરથી નારેશ્વર નામ પ્રસિદ્ધ  થયું તમામ ઉત્સવોમાં શહેરીજનો આ મંદિરે દર્શન કરવા ઉમટી પડે છે. તે સમયનાં અંગ્રેજ અધિકારીઓએ મંદિરની શોભામાં અભિવૃદ્ધી કરવા માટે મંદિરનાં પટાંગણમાં કલાત્મક પાણીનો ફુવારો બનાવી મુક્યો છે. 
 
6) ધોળી ધજાવાળા દેવનું મોટા ગોપનાથ મહાદેવ મંદિર
 
ગોપનાથ: સૌરાષ્ટ્રના સાગર તટના તિર્થ ક્ષેત્રોમાં મોટા ગોપનાથ મહાદેવનુ ધામ તેની પ્રાચિનતા સુંદરતા અને શ્રદ્ધેયતાથી અજોડ છે. જયાં પૂર્વાકાશે જલધિજલમાંથી પ્રગટ થતા સૂર્યબિંબના દિવ્ય દર્શન સાથે શિવાલયની પ્રાંત: આરતીનો મધુર ઘંટારવ આ પ્રાચિન શિવતિર્થને અલૌકિક બનાવે છે. ઐતિહાસિક કથાનક પ્રમાણે અતિ પ્રાચીન ગોપનાથ શિવતીર્થનુ આશરે 350 વર્ષ પહેલા મુંબઇના બારભાયા કપોળ પરિવારે પુન: નિર્માણ કરાવ્યુ હતુ. અને ભાવનગરના પ્રજાવત્સલ રાજવી પરિવારે આ ધામને વિકસાવ્યુ હતુ. આ શિવાલય સંકુલમાં શૈવ, અને વૈષ્ણવ સંપ્રદાયના પૂજનિય દેવતાઓની સ્થાપનાને કારણે શિવમંદિરના શિખર ઉપર વિશાળ ધોળી ધજા ફરકે છે. એટલે તળપદી લોકો આદરથી મહાદેવને ધોળી ધજાવાળાથી સંબોધન કરે છે. પવિત્ર શ્રાવણ માસમાં અહિં શ્રદ્ધાળુઓ, પર્યટકો, યાત્રિકો, શિવદર્શન પુજન અને સમુદ્ર સ્નાન માટે ઉમટી પડે છે.
 
7) શ્રી નર્મદેશ્વર મહાદેવ (શ્રી દુ:ખીશ્યામબાપા આશ્રમ)
 
ભાવનગર: 1997માં બનાવેલું વિશાળ ઘુમ્મટ ધરાવતું ‘70x51’ ક્ષેત્રફળ ધરાવતું મંદિરનું બાંધકામ લેખક જ્યોતિન્દ્ર અજવાળીયાએ કર્યું છે. પૂ.મોરારિબાપુની ઉપસ્થિતિમાં આ મંદિરની સ્થાપના થઈ જેમાં શ્રી રામ પંચાયતન, માતાજી તેમજ દુ:ખીશ્યામ બાપાની મૂર્તિઓ પણ પ્રસ્થાપિત છે. સાથે સાથે વિશાળ શનિદેવ તથા હનુમાનજી મંદિર પણ શોભામાં વૃદ્ધિ કરે છે. આ પ્રાકૃતિક જગ્યામાં લગભગ 1000 કરતાં વધારે વૃક્ષો હરિયાળી મનને મોહી લે છે. મંદિરની પાછળ વિશાળ ડેમ છે. નિત્ય આ મંદિરમાં હવન થાય છે. અનેક પ્રકારનાં ઉત્સવો ઉજવાય છે. ભાવનગર શહેરનાં લોકો માટે હરવા-ફરવાનું સ્થળ બની ગયું છે. 
 
8) શ્રી મહાકાલેશ્વર મંદિર (પોલીસ હેડક્વાટર્સ)
 
ભાવનગર: નવાપરા પોલીસ લાઈનમાં મહાકાલેશ્વર મંદિરની સ્થાપના વિશે વાત કંઈક એવી છે કે એ સમયના ડીએસપી સાહેબ પોતાનાં કુળદેવી શ્રી ખોડિયાર માતાજીએ દર્શને પધાર્યા. એ સમયે તેમને ભાસ થયો કે શિવ મંદિરની સ્થાપના કરો. આ વાતને વાસ્તવિકરૂપ આપતાં 50 થી 55 વર્ષ પહેલાં મહા વદ 7 તા.25-2-54 સં.2010ના શુભ દિને પોલીસ અિધકારી શ્રી જે.કે.સેન સાહેબે પોતાના હસ્તે શિવલિંગની સ્થાપના કરી એજ દિવસે સાંજના 5-00 કલાકે શ્રી કૃષ્ણકુમારસિંહજીના વરદ્દ હસ્તે મંદિર લોકોને દર્શન માટે ખુલ્લુ મુકાયું. વિશેષમાં પૂ.બજરંગદાસબાપા અવારનવાર આ મંદિરે પધારતા અને પૂ.મોરારિ બાપુએ તેમની બીજી રામકથા આ પટાંગણમાં કરી હતી.
 
9) શ્રી ભાવનાથ મહાદેવ (શાકમાર્કેટ માળીનો ટેકરો)
 
ભાવનગર: લગભગ 300 વર્ષ પહેલાનું આ પુરાતન મંદિર માલુમ પડે છે. શ્રી ભાવસિંહજી રાજાએ પોતાના ઉપયોગ માટે તેમજ પ્રજાના હિતાર્થે આ મંદિરની સ્થાપના કરી ભાવનગર શહેર ઉપરથી તેમજ ભાવસિંહજી રાજાના નામ ઉપરથી શ્રી ભાવનાથ મહાદેવ તેવું નામ રાખ્યું. ભાદરવી અમાસે તેમજ શિવરાત્રીએ આ મંદિરમાં લઘુરૂદ્ર હવન થાય છે. 
 
10) શ્રાવણિયા સોમવારે ભાવિકોની ભીડ 
 
ભાવનગર: શ્રાવણ માસમાં ભગવાન શિવજીની ઉપાસના કરવા માટે સોમવારનુ વિશિષ્ટ મહત્વ હોય છે ત્યારે આજે શ્રાવણિયા સોમવારે શહેરના ઐતિહાસિક તખ્તેશ્વર મહાદેવ મંદિરે ભાવિકોની ભીડ જામી હતી. અને ધર્મપ્રેમીઓએ મહાદેવજીને પુજન અર્ચન કરી રીઝવ્યા હતા.
 
11) શ્રી રાજ સ્મશાન ભૂમિમાં બિરાજતાં ભોળાનાથ
 
ભાવનગર: શહેરની મધ્યમાં એલઆઈસી ઓફિસની સામે રાજ્ય દરબારી કોઠારની બાજુમાં ચંદાની વાડી તરીકે ઓળખાતી જગ્યામાં ત્રિદેવ મહાદેવ બિરાજે છે. ત્રણેય ભોળાનાથ પાતાળ-પૃથ્વી અને આકાશનું મહાત્મ્ય સમજાવે છે. 350 વર્ષ પૂરાણાં આ મંદિરની સ્થાપના રાજવી કુટુંબે કરેલી માલુમ પડે છે. શહેરનાં તમામ દિવગંત રાજાની સમાધીઓ આજે પણ મોજુદ છે.
 
12) શ્રી વૈજનાથ મહાદેવ (દરબારી કોઠાર પાછળ)
 
ભાવનગર : ભાવનગર શહેરનું અસ્તિત્વ ન હતું તે સમયનું વડવા દરિયા કિનારાનું આ વૈજનાથ વનખંડી મંદિર કહેવાય છે. આ મંદિરનો સ્પષ્ટ ઈતિહાસ નથી. પરંતુ મહારાજા વજેસંગ બાપાના સમય પહેલાનું આ મંદિર છે. જમીનથી લગભગ 12થી15 નીચેનાં વિસ્તારમાં આવેલું આ શિવલિંગ છે. એ સમયમાં લોકોએ બહાર લાવવા માટે શિવલિંગને પ્રયત્ન કર્યો. ખૂબ અંદર ઉતરતું ગયું હાલમાં ઘણું નીચે માત્ર આ શિવલિંગની ટોચ જ બતાય છે. ખૂબજ પુરાતન બાંધણીવાળુ મંદિર છે. કદાચ પશ્ચિમ દ્વારનું શિવાલય આ અેક જ હશે.
 
13) ચંદ્રેશ્વર મહાદેવજી  (HCG હોસ્પિટલ સામે)
 
ભાવનગર: 7 વર્ષ પહેલાં પૂ.શ્રી1008 નિરંજન પીઠાધિશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી પુણ્યાનંદગીરી મહારાજની અધ્યક્ષતામાં સ્વ.ચંદ્રકાંત મગનલાલ જોષી તથા ઈંદીરા ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈના સૌજન્યથી તેમનાં પરિવારનાં હસ્તે મંદિરની સ્થાપના થઈ. ગણેશ, હનુમાનજી, રામ-સીતા, રાધા-કૃષ્ણ, સૂર્યદેવ, ગુરૂદેવની મૂર્તિઓ દેદીપ્યમાન છે. મહાશિવરાત્રિમાં નિશિથકાળ પૂજા ભવ્ય રીતે થાય છે. શ્રાવણ માસમાં દરરોજ ત્રણેય સમય ષોડશોપચાર પૂજન સહસ્ત્રનામ પૂજન નિયમિત થાય છે.
 
14) મધુમતીનગરીની ઓળખ આપતુ ખીમનાથ મહાદેવ 
 
મહુવા: મહુવાની મધ્યમાં ડોકટર સ્ટ્રીટ રોડ ઉપર આવેલું સુપ્રસિદ્ધ ખીમનાથ મહાદેવનું મંદિર ખુબ પૌરાણિક છે. મહુવાના ઇતિહાસમાં વાળા ચાંપરાજના સમયમાં મહુવા મધુમતી નગરી તરીકે ઓળખાતુ તે સમયે મહમદ ગઝનીએ ક્ષેમનાથ (ખીમનાથ) મંદિરના શિવલીંગ ઉપર તલવારના ઘા મારતા સેંકડોની સંખ્યામાં શિવલીંગમાં ભંમરા અને સાપ નીકળતા મહમદ ગઝનીનું લશ્કર લુંટ ચલાવ્યા વગર પીછે હટ કરી હતી. તે શિવલીંગે શ્રાવણ માસ દરમ્યાન ભાવિકોની મોટી સંખ્યામાં ભીડ રહે છે.

Releated News