Gujarat

ટ્રેકિંગ અને આદિવાસી બોલીની મજા માટે બેસ્ટ છે ગુજરાતનું નવું હિલસ્ટેશન

  • select * from tourism_gallery where nid='69'

 

પર્યટન સ્થળોમાં હિલ સ્ટેશન સૌથી લોકપ્રિય રહે છે, કારણ કે ઊંચા પર્વત પર હવામાન મોટા ભાગે ખુશનુમા રહે છે. ગુજરાતમાં સાપુતારા અને ગુજરાતને અડીને આવેલું રાજસ્થાનનું આબુ લોકપ્રિય છે, પરંતુ હવે આ હિલ સ્ટેશનોને ટક્કર આપવા ડોન આવી રહ્યો છે. આહવાથી ૩૮ કિલોમીટર દૂર આવેલું ડોન ગામ સહ્યાદ્રિ પર્વતની ખુશનુમા ઊંચાઈ, હરિયાળા ઢોળાવો, નદી, ઝરણાં બધું જ ધરાવે છે. એટલે પ્રકૃતિની મોજ માણવા ડોન હિલ સ્ટેશને જરૂર જવું જોઈએ...
 
ડોન નામ દ્રોણ પરથી અપભ્રંશ
ગામના લોકો કહે છે કે, અહીં આવેલા અહલ્યા પર્વત પાસે ગુરુ દ્રોણનો આશ્રમ હતો. રામાયણ કાળમાં રામ અને સીતા વનવાસ ભોગવતાં હતાં ત્યારે અહીં આવ્યાં હતાં. ખાસ્સા દિવસો અહીં રહ્યાં હતાં. દ્રોણના આશ્રમના કારણે આ જગ્યા દ્રોણ તરીકે ઓળખાતી હતી. તે અંગ્રેજોના શાસન દરમિયાન અપભ્રંશ થઈને ડોન તરીકે ઓળખાવા લાગી છે.
 
ખળખળ વહેતાં ઝરણાંની મોજ
 
ડુંગરના ઢોળાવો ઉપર છવાયેલા ઘટાદાર જંગલોમાં વચ્ચે વચ્ચે અનેક જગ્યાએ ખળખળ વહેતાં ઝરણાંમાં હાથ-પગ બોળવાનો રોમાંચ માણી શકાય. અહલ્યા ડુંગર પરથી વહેતાં ઝરણાં ચોમાસા દરમિયાન તળેટીના ભાગે એકઠા થઈને સરસ મઝાનું સરોવર રચે છે. પછી વળી અનેક પ્રવાહોમાં વહચાઈને પાણી આગળ વધે છે. પથ્થ્થરો અને વૃક્ષોનાં વિશાળ થડ સાથે અથડાતાં અને વળાંક લેતાં ઝરણાં પર બે ઘડી આંખ ઠરી જાય.
 
ઝરણાં જ્યાં પર્વતની કિનારથી નીચે સ્વયંભૂ શિવ રૂપે પૂજાતા લિંગ પર અભિષેક કરે છે તો શ્રદ્ધાળુ લોકો આપોઆપ નમન કરી લે છે. આ ખુલ્લા શિવ મંદિરની પાસે હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. દોઢેક ર્વષથી અહીં સહેલાણીઓ માટેની સગવડ પણ વિકાસ પામી રહી છે. એક વર્ષ અગાઉ વડાપ્રધાન સડક યોજના હેઠળ પાકો રસ્તો બનાવી લેવાયો છે.

 

Releated News