News

જંગલોમાં જોવા મળતા મગરોના સનબાથના દ્રશ્યો સર્જાયા ગુજરાતની આ જગ્યાએ

નર્મદાના જિલ્લામાં હાલ ઠંડીની મોસમ શરૃ થઇ છે. સામાન્ય માનવીની જેમ સરિસ્રૃપ પ્રાણીઓને પણ ઠંડી ની અસર થાય છે. સાપ, અજગર જેવા સરિસ્રૃપ પ્રાણી તડકો મેળવવા બહાર આવે છે. જ્યારે મગર એક એવુ ઠંડા લોહિવાળુ પ્રાણી છે. જેનું શરીરનુ તાપમાન ઠંડીમાં ધટી જાય છે. તેથી શરીરનુ તાપમાન જાળવી રાખવા માટે ગરમી મેળવવા તડકામાં બહાર આવવું પડે છે.

હાલ નર્મદા કિનારે મગરો ઠંડીમાં ગરમી મેળવવા નદી કિનારે લટાર મારવા સમૂહમાં નિકળીને સામૂહિક ક્ષ્ સનબાથ ક્ષ્ કરતા નજરે પડે છે. આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે

Source By : Sandesh