News

57મો ગુજરાત સ્થાપના દિવસઃ અમદાવાદ જિલ્લામાં બે દિવસ ભવ્ય ઉજવણી

અમદાવાદ– પહેલી મે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ છે. 57માં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી અમદાવાદમાં કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. એક સપ્તાહ પહેલાથી અમદાવાદને રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. આજે 30 એપ્રિલથી બે દિવસ દરમિયાન ગુજરાત ગૌરવ દિનની ભવ્ય ઉજવણી થશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી બે દિવસમાં અનેક વિકાસના કામોનું લોકાર્પણ કરશે, તેમજ અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ પર રંગારંગ કાર્યક્રમ યોજાશે.

૫૭મા ગુજરાત ગૌરવ દિનની ઉજવણી અમદાવાદ જિલ્‍લામાં થઇ રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત છેલ્‍લા એક સપ્‍તાહથી જિલ્લા તથા મહાનગરમાં અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. તા. ૩૦ એપ્રિલ અને ૧ મેના અનેકવિધ રંગારંગ કાર્યક્રમો સાથે લોકાર્પણ કાર્યક્રમો યોજાશે. મુખ્‍યપ્રધાન વિજયભાઇ રૂપાણીના વરદ હસ્‍તે મંત્રીમંડળના સભ્‍યો, અગ્રણી આગેવાનોની ઉપસ્‍થિતિમાં આગામી તા. ૩૦મી એપ્રિલના રોજ ૧૫થી વધુ લોકાર્પણો થશે.

Source By : Chitralekha