Recipes

આ રીતે ઘરે ટ્રાય કરો સ્પાઇસી ‘આલુ બાસ્કેટ ચાટ’

વરસાદી સિઝનમાં દરેક લોકોને દિવસને દિવસે ચટપટું ખાવાની ઇચ્છાઓ થતી હોય છે. ત્યારે અમે તમારી આ વાતને ધ્યાનમાં લઇને આજે લાવ્યા છીએ ‘આલુ બાસ્કેટ ચાટ’ની રેસિપી…

સામગ્રી
– નાના બટાકા 500 ગ્રામ
– ઉગાડેલા મગ-મઠ 200 ગ્રામ
– કાકડી 1 નંગ
– ટામેટા 2 નંગ
– દાડમ 1 નંગ
– ઝીણી સેવ 100 ગ્રામ
– ગળી ચટણી 1 વાટકી
– તીખી ચટણી 2 ચમચા
– કોથમીર 1ચમચો
– ચાટમસાલો 1 ચમચો
– જીરૃ પાવડર 1 ચમચો
– ફૂડ કલર પ્રમાણસર
– મીઠુ પ્રમાણસર
રીત
સૌ પ્રથમ બટાકા ધોઈને મીઠુ નાખીને બાફી લો. પછી તેના બે ભાગ કરો. અને છાલ ઉતારી લો. ત્યારબાદ અડધા અડધા બટાકાને વચ્ચેથી સ્કૃપ કરીને વચ્ચેનો ગર કાઢી લો. તેથી ગોળ વાટકી જેવા બાસ્કેટ તૈયાર થશે. તેના ત્રણ ભાગ પાડો, રેડ-ગ્રીન-યલો. ત્યારબાદ ફુટ કલર જરા જરા લો અને તેમાં પાણી મીક્સ કરો, પછી તેમાંથી બાસ્કેટને કલર કરો. તેથી રંગબેરંગી આલુ બાસ્કેટ તૈયાર થશે.

પછી મગ-મઠ બાફી લો. અને કાકડી ટામેટાના નાના નાના પીસ કરો. દાડમ છોલી લો. આલુ બાસ્કેટમાં નીચે લીલી ચટણી લગાડો અને તેના ઉપર મગ-મઠ નાખો. પછી કાકડી- ટામેટાના ઝીણા પીસ નાખો. તેમાં મીઠુ-જીરુનો પાવડર નાખો. તેના ઉપર દાડમ ઝીણી સેવ, ચાટ મસાલો, ગળી ચટણી, તીખી ચટણી, કોશમીર નાખીને બધા બાસ્કેટ તૈયાર કરો. બીજી રીતે બાસ્કેટ ગોઠવવા હોય તો ત્રણ કલરના બાસ્કેટ મૂકો તેની અંદર તીખી ચટણી લગાડો તેમાં મગ-મઠ-ગળી ચટણી અને સેવ નાખો. પછી પ્લેટમાં બાસ્કેટ મૂકીને આજુબાજુ કાકડી ટામેટાના પીસ, દાડમના દાણા, ગળી ચટણી, સેવ, કોશમીર સ્કૃપ બટેટાના પીસ ગોઠવો. સર્વ કરો. ફુડ કલરની બદલે બીટનો રસ- કેસર અને ગ્રીન ચટણી વાપરીને કલરફુલ બાસ્ટેક બનાવી શકાય.

Source By :