Recipes

આલુ ટિક્કી ચાટ

સામગ્રી

 ૪ નંગ બાફેલા બટાટા

 ૨ નંગ ટમેટાં ઝીણાં સમારેલાં

 ૧ કપ દહીં

 ૫૦ ગ્રામ અડદની દાળ

 ચાટમસાલો

 ચપટીક ગરમ મસાલો

 ૨ ચમચી કૉર્ન ફ્લોર

 ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ

 સ્વાદ અનુસાર લીલા ધાણા

 તળવા માટે તેલ

ચટણી

 આદું, મરચાં, લીલા ધાણાને ગ્રાઇન્ડ કરી એની ચટણી બનાવો.

 ખજૂર, આમલી અને ગોળની ખાટી-મીઠી ચટણી બનાવો.

રીત

અડદની દાળ ૪-૫ કલાક માટે પાણીમાં પલાળી રાખો. પલળી ગયા બાદ એમાં સ્વાદ અનુસાર મીઠું અને ચપટીક ગરમ મસાલો નાખી ભેળવો. સૌપ્રથમ બાફેલા બટાટાને મસળીને એમાં મીઠું, બે ચમચા કૉર્ન ફ્લોર અને આદું-મરચાંની પેસ્ટ નાખી પૂરણ તૈયાર કરો. એમાં લીલા ધાણા નાખો. એનો ગોળો વાળીને એની વચ્ચે થોડી જગ્યા બનાવો. એની વચ્ચે અળદની દાળ નાખો. ગોળો બંધ કરી દો. ગોળાને બન્ને હાથે થોડો દબાવીને ચપટો કરો. નૉન-સ્ટિક તવામાં થોડું તેલ નાખો અને ટિક્કીને બન્ને બાજુએથી સોનેરી ભૂરા રંગની તળી લો. તળાઈ ગયા પછી એને એક ડિશમાં મૂકો. સૌપ્રથમ એના પર લીલી ચટણી, મીઠી ચટણી નાખો, દહીં નાખી ઉપરથી સેવ અને ઝીણાં સમારેલાં ટમેટાં ભભરાવો અને થોડો ચાટમસાલો તથા કોથમીર છાંટો અને ગરમાગરમ પીરસો.

 

રેસિપી - જસુ બારોટ

Source By : Gujarati Midday