ઢોકળા પીત્ઝા
સામગ્રી
પીળાં ખમણ ઢોકળાં (તૈયાર - ઘરે બનાવેલાં)
બે ટેબલ-સ્પૂન સમારેલાં કૅપ્સિકમ
બે ટેબલ-સ્પૂન સમારેલા કાંદા
બે ટેબલ-સ્પૂન સમારેલાં ટમેટાં
૧ ટેબલ-સ્પૂન ફ્રેશ ઑરેગનો લીવ્ઝ
અડધી ટી-સ્પૂન ઑરેગનો ડ્રાય / ઇટાલિયન સીઝનિંગ
અડધો કપ પીત્ઝા ચીઝ
બે ટેબલ-સ્પૂન પીળી મકાઈ બાફેલી અથવા પનીર
૪-૫ ટેબલ-સ્પૂન ટમૅટો કેચપ અથવા પીત્ઝા સૉસ
રીત
૧. ઢોકળાંને અવન પ્લેટમાં ગોઠવી એના પર ટમૅટો કેચપ અથવા પીત્ઝા સૉસ સપ્રેડ કરવો.
૨. એના પર સમારેલાં કાંદા, કૅપ્સિકમ, ટમૅટો, ઑલિવ, મકાઈ પાથરી એના પર ખમણેલું ચીઝ પાથરવું. એના પર ફ્રેશ અને ડ્રાય ઑરેગનો અથવા ઇટાલિયન સીઝનિંગ, મરી પાઉડર છાંટીને બસો ડિગ્રી સેલ્સિયસ પર ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી બેક કરવું. ગરમ સર્વ કરવું.
પીત્ઝા સૉસ
બે કપ ટમૅટો (બાફેલાં-સમારેલાં)
બે ટેબલ-સ્પૂન તેલ
બે ટી-સ્પૂન ઑરેગનો
મીઠું-મરી
૨-૩ કાશ્મીરી મરચાંની પેસ્ટ
બે ટેબલ-સ્પૂન ટમૅટો કેચપ
૧-૨ કળી લસણ
૧ ટેબલ-સ્પૂન વિનેગર
રીત
એક પૅનમાં તેલ લઈ એમાં લસણ સાંતળવું. તરત જ ડ્રાય મસાલા મિક્સ કરી તરત જ સમારેલાં ટમેટાં ઉમેરી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી કુક કરવું. છેલ્લે એમાં વિનેગર ઉમેરી મિક્સ કરી ગૅસ બંધ કરી ઠંડો કરી વાપરવો.
- કેતકી સૈયા