Recipes

શિમલા મરચાંનું અથાણું

 - એક કિલો શિમલા મરચાં ચાર ટુકડામાં કાપેલા

- અડધો કપ સરસોનું તેલ
- થોડા લીમડાના પાન
- બસો ગ્રામ ખાંડ
- સ્વાદ અનુસાર મીઠું
 
પેસ્ટ માટેની સામગ્રી
 
- ચાર નાની ચમચી જીરું
- બે નાની ચમચી હળદર
- બે નાની ચમચી રાઇ
- બે નાની ચમચી મેથી
- પચાસ ગ્રામ આદુ
- પચાસ ગ્રામ લસણ
- પેસ્ટ પીસવા થોડું વિનેગર
 
રીત
 
તેલને ગરમ કરો અને સાથે તેમાં પીસેલી પેસ્ટને મિક્સ કરીને સારી રીતે ફ્રાય કરો. તેમાં લીમડાના પાન ઉમેરો. શિમલા મરચાં મિક્સ કરો અને સાથે તેને તળી લો. ખાંડ અને મીઠું મિક્સ કરો. ધીમા ગેસ પર શિમલા મરચાંને નરમ થાય ત્યાં સુધી ચઢવો. ગેસ પરથી ઉતારો અને સાથે ઠંડુ કરીને બોટલમાં ભરીને સર્વ કરો.
Source By : Divya Bhaskar