Recipes

ખારેક અને આદુનું ગળ્યુ અથાણું

- એક કિલો ખારેક

- સાડા ત્રણસો ગ્રામ આદુ છોલીને એક ઇંચના ટુકડામાં સુધારેલું
- એક લિટર લીંબુનો રસ
- એંશી ગ્રામ મીઠું
- એક કિલો ખાંડ
- અઢીસો ગ્રામ કિશમિશ
- પચાસ ગ્રામ બદામ
 
ક્રશ કરવાના મસાલા
 
- પચીસ ગ્રામ મરી 
- પચીસ ગ્રામ જીરું
- પચીસ ગ્રામ મોટી એલચી
- દસ ગ્રામ લવિંગ
 
રીત
 
લીંબુના રસ અને મીઠામાં આખી રાત ખારેકને પલાળીને રાખો. બીજા દિવસે ખારેકને બારીક ટુકડામાં કટ કરી લો. તેના બીજ કાઢી લો. આદુને છોલીને એક ઇંચના ટુકડામાં કાપી લો અને સાથે તડકામાં કપડા પર સૂકવી દો. ચારેક કલાક રહેવા દો. ખાંડ, કિશમિશ, બદામ અને આદુને ખારેકમાં મિક્સ કરો અને એક દિવસ માટે રહેવા દો. જાડા તળિયાની પૈનમાં ખારેકને લીબુના રસની સાથે ઉકાળો અને પાંચ મિનિટ સુધી ધીમા ગેસ પર રહેવા દો. મરી, જીરું, એલચી અને લવિંગને મિક્સરમાં ક્રશ કરો અને મિક્સ કરી લો. એક મિનિટ બાદ ગેસ પરથી ઉતારો અને ઠંડુ કરી બોટલમાં ભરો. તમે તેને એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો. 
Source By : Divya Bhaskar