Recipes

રીંગણનું અથાણું

- એક કિલો લાંબા અને પાતળા રીંગણ એક ઇંચમાં સુધારેલા

- અડધો કપ સરસોનું તેલ
- પચાસ ગ્રામ મીઠું
- પચાસ ગ્રામ આદુ
- સો ગ્રામ લસણ
- પચાસ ગ્રામ રાઇ પાવડર
- બે નાની ચમચી હળદર
- બે નાની ચમચી લાલ મરચું
- પચાસ ગ્રામ તોડેલો ગોળ
- દોઢ કપ વિનેગર
 
શેકીને ક્રશ કરવાના મસાલા
 
- ત્રણ ચમચી જીરું
- ત્રણ ચમચી મેથીના દાણા
 
રીત
 
રીગંણને ભીના કપડાંથી લૂસી લો અને સાથે તેને એક ઇંચના ટુકડામાં સુધારી લો. એક કડાઇમાં તેલ ગરમ કરો અને સાથે તેમાં લસણ અને આદુની પેસ્ટ મિક્સ કરો. તેને બ્રાઉન થાય ત્યાં સુધી રહેવા દો અને ગેસ પરથી ઉતારી લો. રાઇ, હળદર, મરચું, જીરું અને મેથીના દાણઆ, આદુ અને લસણને પેસ્ટમાં સારી રીતે મિક્સ થવા દો. એક અલગ વાસણમાં હોળને વિનેગર સાથે મિક્સ કરો અને સાથે તેને ગેર પર ઓગળવા દો. તે ઓગળી જાય ત્યારે તેને ગેસ પરથી ઉતારીને અલગ રાખો. હવે આદુ લસણના મિશ્રણમાં રીંગણ મિક્સ કરો અને સાથે તેને પાંચ મિનિટ ચઢવા દો. રીંગણ થોડા ચઢી જાય ત્યારે તેમાં ગોળ અને વિનેગર મિક્સ કરો. એક મિનિટ ચઢવો. ગેસ પરથી ઉતારી લો અને સાથે ઠંડુ થાય ત્યારે સર્વ કરો. 
 
Source By : Divya Bhaskar