Recipes

પનીરના પુડલા

 ખીરા માટે

 
-પાંચસો ગ્રામ ચણાનો લોટ
-એક ટીસ્પૂન લાલ મરચું પાવડર
-બે ટીસ્પૂન જીરું પાવડર
-મીઠું સ્વાદાનુસાર
-પાણી જરૂર મુજબ
-તેલ જરૂર મુજબ
 
ફિલીંગ માટે
 
-બસો ગ્રામ પનીર છીણેલું
-પાંચ ગ્રામ કોથમીર સમારેલી
-ત્રણ ટીસ્પૂન લીલાં મરચાં સમારેલાં
 
રીત
 
સૌપ્રથમ ચણાના લોટમાં પાણી ઉમેરી થોડું જાડું ખીરું તૈયાર કરો. ત્યાર બાદ તેમાં બાકીની સામગ્રી નાખીને બરાબર મિક્ષ કરી લો. ખીરાને થોડીવાર ઢાંકીને મૂકી રાખો. હવે ફિલીંગ માટેની સામગ્રી બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ એક નોનસ્ટિક પેન ગરમ કરો. તેના પર એક ચમચી જેટલું તેલ નાખીને ચારેબાજુ ફેલાવો. હવે તેના પર એક ચમચો ખીરું પાથરીને તેને થોડું જાડું ગોળાકાર પાથરો. હવે તેને એક બાજુએ લાઈટ ગોલ્ડન બ્રાઉન રંગની થાય એ રીતે પાથરો. હવે તેના પર એકાદ ચમચી જેવું ફિલીંગ સ્પ્રેડ કરો. ત્યાર બાદ બીજી બાજુ ફેરવીને ચઢવા દો. બીજી બાજુ પણ લાઈટ બ્રાઉન રંગનું ચઢી જાય એટલે ગરમા-ગરમ સર્વ કરો.
 
recipe by tarla dalal
Source By : Divya Bhaskar