Recipes

ગાજર-ટામેટાંનો પુલાવ

 -દોઢ કપ ચોખા

-બે નંગ ગાજર
-બે નંગ સમારેલાં ટામેટાં
-એક નંગ તમાલપત્ર
-એક નાનો ટુકડો તજ
-બે નંગ એલચા
-એક નાનો ટુકડો સમારેલું આદુ
-સાત નાની ડુંગળી
-સાત પાન લીમડો
-બે ચમચી કિશમિશ
-અડધી ચમચી મરીનો પાઉડર
-એક કપ ટામેટાંની પ્યોરી
-એક ચમચી લીંબુનો રસ
-બે ચમચા સમારેલી કોથમીર
-મીઠું સ્વાદાનુસાર
 
રીત
 
ચોખાને અડધા કલાક સુધી ત્રણ કપ પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ નિતારીને એક તરફ રહેવા દો. નોનસ્ટિક પેનને ગરમ કરી તેમાં તમાલપત્ર, તજ અને એલચાને કોરા જ શેકો. પછી તેમાં આદુ, સમારેલી ડુંગળી, ટામેટાં, સમારેલાં ગાજર અને મીઠું નાખી બે-ત્રણ મિનિટ સુધી સાંતળો. ત્રણ કપ પાણી રેડીને હલાવો. તે ઊકળે એટલે તેમાં લીમડો, પલાળેલા ચોખા, કિશમિશ, મરી અને ટામેટાંની પ્યોરી ઉમેરી હળવે હળવે સતત હલાવતાં રહો. લીંબુનો રસ અને સમારેલી કોથમીર મિકસ કરો. ઢાંકીને આંચ ધીમી કરી પુલાવ તૈયાર થાય ત્યાં સુધી રહેવા દો.
 
Source By : Divya Bhaskar