Recipes

ઉપમા

 -એક નંગ ગાજર

-એક કપ વટાણા
-એક નંગ ટામેટા
-એક નંગ ડુંગળી
-ચાર નંગ લીલા મરચા
-બે કપ રવો
-અડધી ટીસ્પૂન અડદની દાળ
-અડધી ટીસ્પૂન રાઈ
-અડધી ટીસ્પૂન જીરું
-અડધી ટીસ્પૂન હિંગ
-અડધો કપ છાશ
-અડધો કપ પાણી
-ઘી જરૂર મુજબ
-મીઠું સ્વાદાનુસાર
 
રીત
 
સૌપ્રથમ યોગ્ય વાસણમાં થોડું ઘી લઇને હલકી આંચે ગરમ કરો. તેમાં રાઈને જીરું ઉમેરો. ત્યાર બાદ તેમાં ડુંગળીના ઝીણા ટુકડા સાંતળો. જેવો ડુંગળીનો રંગ હલકો સોનેરી થાય કે તેમાં લીલા મરચાના ટુકડા અને અડદ દાળ ઉમેરો. ત્યાર બાદ તેમાં ગાજરને વટાણા નાખીને મિશ્રણને બરાબરથી હલાવોને થોડી વાર ચઢવા દો. ત્યાર બાદ તેમાં શેકેલો રવો નાખવો. તેમાં પાણી અને છાશ ઉમેરો. રવાને પાણીનું પ્રમાણ એક જેમ બેનું રાખવું. ત્યાર બાદ તેમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરો. એક મહત્વનો મુદ્દો યાદ રાખવો કે રવામાં પાણી નાખ્યા બાદ આખા મિશ્રણને હલાવતું રહો. નહિતર રવામાં ગટ્ટા થઇ જશે. બસ થોડી વારમાં રવો બધું પાણી શોષી લેશે. લ્યો તૈયાર છે ગરમા-ગરમ ઉપમા.
 
Source By : Divya Bhaskar