Recipes

લેમન રાઇસ

 -બે કપ રાંધેલા બાસમતી ભાત 

-ત્રણ કપ લિમ્કા 
-અડધો કપ બાફેલા લીંબુની છાલનો પલ્પ 
-અડધો કપ તળેલા કિસમિસ 
-ચાર ચમચી દળેલી ખાંડ
-પા કપ મધ 
-મીઠું સ્વાદાનુસાર
-કોથમીર 
 
રીત
 
સૌપ્રથમ ભાતમાં લિમ્કા ઉમેરી બે મિનિટ માઇક્રો હાઇ કરવું. ત્યાર બાદ તેમાં બાફેલા લીંબુનો પલ્પ કિશમિશ, ખાંડ, મધ અને મીઠું ઉમેરી ફરીથી ત્રણ મિનિટ માઇક્રો હાઇ કરવું. ઢાંકીને થોડી વાર રાખ્યા બાદ કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરવુ.
Source By : Divya Bhaskar