Recipes

આલુ મેથી પરાઠા

લોટ માટે

 
-બે કપ ઘઉંનો લોટ
-એક ચમચી તેલ
-મીઠું સ્વાદાનુસાર
 
સ્ટફિંગ માટે
 
-બે ચમચા તેલ
-એક કપ મેથીની ભાજી સમારેલી
-બે કપ બટાટાનો બાફેલા છૂંદો
-એક ચમચી આદુ-મરચાંની પેસ્ટ
-અડધી ચમચી લાલ મરચાંની ભૂકી
-અડધી ચમચી ગરમ મસાલો
-મીઠું સ્વાદાનુસાર
-હળદર
-ઘી
 
રીત
 
સૌપ્રથમ લોટ બાંધવા માટેની બધી સામગ્રી મિક્સ કરીને નરમ લોટ બાંધો. હવે તેને અડધો કલાક ઢાંકીને રહેવા દો. એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં આદુ-મરચાંની પેસ્ટ સાંતળો. પછી મેથીનાં પાન ઉમેરીને બે મિનિટ સાંતળો. એમાં બટાટાનો છૂંદો મિક્સ કરો. હવે તેમાં ગરમ મસાલો, લાલ મરચાંની ભૂકી, હળદર અને મીઠું મિક્સ કરીને ત્રણેક મિનિટ સાંતળો. એને ગેસ પરથી ઉતારીને ઠંડું કરો. હવે લોટના લૂઆ કરો. એક લૂઓ લઈ થોડું વણી એમાં એક ચમચી બનાવેલું પૂરણ ભરો. લૂઆને ફરી સીલ કરી પરાઠા વણો. તવી પર ઘી લગાવી બન્ને તરફ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકો અને રાયતા સાથે ગરમ પીરસો.
Source By : Divya Bhaskar