Recipes

ગોભી પરાઠા

-એક કપ કોબી સમારેલી

-બે કપ ઘઉંનો લોટ
-એક મુઠી મેંદો
-બે ટીન હળદર
-એક ટીસ્પૂન અજમો
-બે ટીસ્પૂન લાલ મરચું પાવડર
-એક કપ તેલ
-મીઠું સ્વાદાનુસાર
-પાણી જરૂર મુજબ
 
રીત
 
સૌપ્રથમ એક થાળીમાં ઘઉંનો લોટ ચાણી લો. ત્યાર બાદ તેમાં કોબી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં મેંદો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. કોબીમાંથી પાણી છુટશે, આથી જરૂર ના પડે ત્યાં સુધી પાણી વગર જ કણક બાંધવી. જો જરૂર લાગે તો પણ થોડુંક જ પાણી ઉમેરવું. હવે લોટમાં મીઠું, લાલ મરચું પાવડર, અજમો અને હળદર ઉમેરીને બરાબર મિક્ષ કરી લેવું. હવે થોડુંક જ પાણી ઉમેરીને લોટ બાંધી લો. પરાઠા માટેનો લોટ બંધાઇ જાય એટલે તેને અડધો કલાક માટે ઢાંકીને મૂકી દો. હવે નોનસ્ટિક તવીને ધીમા તાપે ગરમ કરવા માટે મૂકો. તૈયાર કરેલા પરાઠાના લોટમાંથી લુઆ લઈને અટામણમાં રગદોળીને પરાઠા વળી લો. તૈયાર કરેલા પરાઠાને તવી પર તેલ લગાવીને શેકો. બંને બાજુથી લાઈટ ગોલ્ડન રંગના થાય એ રીતે શેકો. તૈયાર છે સ્વાદિષ્ટ ગોબી પરાઠા. આ રીતે જ બીજા પરાઠા શેકો. ગરમા-ગરમ પરાઠાને અથાણા સાથે સર્વ કરો. 
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.