Recipes

લીંબુના છોડાનું અથાણું

 - એક કિલો લીંબુના છોડાં ટુકડા કરેલા

- દોઢ કિલો ખાંડ
- પાંચસો મીલી પાણી
- પાચ ગ્રામ સાઇટ્રિક એસિડ
- સાઇઠ ગ્રામ મીઠું
- એક ચમચી લાલ મરચું
- એક ચમચી મરી પાવડર
- પચીસ ગ્રામ આદુનો ટુકડો
- પંદર કળી લસણ
- ચારસો મીલી વિનેગર
- બે મોટા ચમચા કિશમિશ
- અડધી ચમચી જાયફળ
- પા ચમચી જાવંત્રી
- એક ટુકડો તજ
- દસ નંગ લવિંગ
- દસ નંગ મોટી એલચી
 
રીત
 
લીંબુનો રસ કાઢી લો અને તેને અલગ રાખો. તેના છોડાને અડધા કાપી લો અને સાથે તેના ચાર લાંબા ટુકડા કરો. છોડાને પાણીમાં થોડો સોડા મિક્સ કરીને તેમાં ઉકાળો. પાણી ફેંકી દો. પાંચસો ગ્રામ પાણી અને સાઇટ્રિક એસિડની સાથે ખાંડ મિક્સ કરો અને સાથે તેની ચાસણી બને ત્યાં સુધી તેને ઉકાળો. હવે ચાસણીને મલમલના કપડાંથી ગાળી લો, લીંબુને ચાસણીમાં નાંખો અને સાથે તેમાં પીસેલા મસાલા પણ મિક્સ કરો. બસો મિલી પાણીમાં એક કપ વિનેગર મિક્સ કરો. તેને ધીમા ગેસ પર લીંબુને ચઢવો. ચાસણી ઘટ્ટ થાય ત્યારે છોડાં ટ્રાન્સપરન્ટ થશે. તે ઠંડી થાય ત્યારે તેને બોટલને સાફ કરીને તેમાં ભરો અને સાથે ઢાંકણું લગાવીને બંધ કરી લો. 
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.