Recipes

અજમાનું લીંબુનું ગળ્યુ અથાણું

 - પાંચ કિલો લીંબુ

- અઢી કિલો ખાંડ
- એક કિલો મીઠું
- બે મોટા ચમચા અજમો
- પચાસ ગ્રામ સંચળ
- બે ચમચા ગરમ મસાલો
 
રીત
 
લીંબુને ધોઇને સારી રીતે લૂસી લો, તેના નીચેના ભાગને કાપ્યા વિના તેના ચાર ભાગ કરો. ખાંડ, મીઠું, અજમો, સંચળ અને સાથે ગરમ મસાલો મિક્સ કરો. લીંબુને આ મસાલામાં મિક્સ કરો અને એક જાડા તળિયાના તપેલામાં રાખો. પંદર દિવસ સુધી તેને તડકામાં રાખો અને સાથે તે નરમ થશે. રોજ સાંજે તેને એક વાર હલાવી લો અને સાથે તે તૈયાર થઇ જશે. 
 
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.