Recipes

કોર્ન હાંડવો

 

 
-ચાર કપ મકાઈના દાણા 
-બે ટીસ્પૂન કોથમીર
-એક ટીસ્પૂન તલ 
-બે ટીસ્પૂન લીલાં મરચાંની પેસ્ટ
-અડધો કપ ચણાનો લોટ 
-અડધો કપ ચોખાનો લોટ 
-પા કપ દહીં 
-એક ટીસ્પૂન તેલ 
-અડધી ટીસ્પૂન રાઈ 
-દસ નંગ મીઠા લીમડાના પાન
-મીઠું સ્વાદાનુસાર
 
રીત
 
સૌપ્રથમ ઓવનને ૧૮૦ ડિગ્રી પર ગરમ કરી લો. મકાઈના દાણા, કોથમીર, તલ, લીલાં મરચાંની પેસ્ટ, મીઠું નાખી મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં ચણાનો લોટ, ચોખાનો લોટ અને દહીં નાખી હૂંફાળા પાણીમાં સહેજ ઘાટી પેસ્ટ બનાવી તેને પાંચેક કલાક પલળવા દો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં રાઈ અને મીઠો લીમડો નાખી મકાઈની પેસ્ટ ઉમેરી સરખી રીતે મિક્સ કરો. ત્યાર બાદ તેને બેકિંગ ટ્રેમાં કાઢી ૪૫ મિનિટ સુધી બેક કરો. હાંડવો બેક થઈ જાય એટલે લીલી ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે ગરમ ગરમ સર્વ કરો.
 
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.