Recipes

વટાણાનો હાંડવો

 -પાંચસો ગ્રામ બટાકા

-પાંચસો ગ્રામ વટાણા
-સો ગ્રામ ઘઉંનો કરકરો લોટ
-બે ચમચા દહીં
-બે ચમચા ગોળ
-તેલ
-પ્રમાણસર તલ
-ચપટી હિંગ
-પ્રમાણસર મીઠું
- એક નંગ લીંબુ
-આદુ
- ચાર નંગ લીલા મરચા
 
રીત
 
બટાકા અને વટાણાને બાફી છુંદો કરો. તેમાં ઘઉંનો લોટ ઉમેરી વાટેલા આદુ, મરચા, દહીં, ગોળ, લીંબુ, હિંગ અને મીઠું નાખી પાંચ મિનિટ ભેળવો. હાંડવાના ડબ્બામાં તેલ ચોપડી ચડાવો. તપેલામાં ધીમે-ધીમે સીઝવા દો.
 
Source By : Divya Bhaskar