Recipes

મિની તવી હાંડવો

 -ત્રણસો ગ્રામ ચોખા

-દોઢસો ગ્રામ અડદની દાળ
-ચાર સમારેલાં ટામેટાં
-બે ઝીણી સમારેલી ડુંગળી
-એક નાની વાટકી ઝીણી સમારેલી કોથમીર
-બે ચમચી લાલ મરચું
-અડધી ચમચી હળદર
-અડધી ચમચી સાકર
-એક ચમચી ધાણાજીરું
-અડધી ચમચી ખાવાનો સોડા
-મીઠું સ્વાદાનુસાર
 
વઘાર માટે
 
-એક ચમચી તલ
-બે ચમચા અડદની દાળ
-બે ચમચા રાઈ
-તેલ જરૂર પ્રમાણે 
 
રીત
 
સૌપ્રથમ ચોખા અને અડદની દાળને છાશ અથવા દહીંમાં પાંચ-છ કલાક માટે પલાળો. ત્યાર બાદ એને વાટી લો. હવે આ મિશ્રણમાં સોડા ઉમેરી બરાબર હલાવો. ત્યાર બાદ એમાં ટમેટાં, ડુંગળી, કોથમીર મિક્સ કરો. એમાં હળદર, મરચું, ધાણાજીરું, સાકર તેમ જ મીઠું ઉમેરી હલાવો અને હાંડવા માટેનું મિશ્રણ તૈયાર કરો. હવે ઊંડી કડાઈમાં એક ચમચો તેલ ગરમ કરો. એમાં અડધી ચમચી અડદની દાળ, થોડી રાઈ અને અડધી ચમચી તલનો વઘાર કરી એમાં હાંડવાનું તૈયાર કરેલું મિશ્રણ એક ચમચો રેડો. એને ઢાંકીને એક-બે મિનિટ ચડવા દો. ત્યાર બાદ એને ઊલટો કરી ફરી એક મિનિટ ચડવા દો. આ રીતે બધા જ તવા હાંડવા બનાવી લો. એને સર્વિંગ-પ્લેટમાં કાઢી ચટણી અને સૉસ સાથે સર્વ કરો.
 
Source By : Divya Bhaskar