Recipes

ગાજરનો સંભારો

 -ચાર નંગ ગાજરનું છીણ

-એક ટીસ્પૂન રાઈ
-એક ટીસ્પૂન તલ
-ત્રણ ટીસ્પૂન તેલ
-એક નંગ લીલું મરચું સમારેલું
-ચપટી હિંગ
-ચપટી હળદર
-મીઠું સ્વાદાનુસાર
-લીંબુનો રસ સ્વાદાનુસાર
 
રીત
 
સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં હિંગ અને તલ નાંખીને થોડી વાર માટે સાંતળો. ત્યાર બાદ તેમાં લીલા મરચાં નાખીને અડધી મિનિટ સાંતળો. હવે તેમાં હળદર નાખીને સાંતળો. હવે તેમાં ગાજર અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરીને ચઢવા દો. લગભગ ત્રણથી ચાર મિનિટ ધીમા તાપે ચઢવા દો. ગાજર અધકચરાં ચઢી જાય એટલે લીંબુનો રસ નાખીને બરાબર મિક્ષ કરીને ગેસ બંધ કરી દેવો. ગરમા-ગરમ સંભારો સર્વ કરો. 
 
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.