Recipes

કોબીનો સંભારો

 -દોઢ કપ કોબી ઝીણી સમારેલી

-દોઢ ટીસ્પૂન તેલ
-પા ટીસ્પૂન રાઈ
-પાંચ મીઠા લીમડાના પાન
-બે નંગ લીલા મરચાં સમારેલા
-બે ટીપાં લીંબુનો રસ
-મીઠું સ્વાદાનુસાર
 
રીત
 
સૌપ્રથમ એક પેનમાં મધ્યમ તાપે તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં લીમડાના પાન અને લીલા મરચાં નાખીને અડધી એક મિનિટ સાંતળો. ત્યાર બાદ તેમાં કોબી અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરીને બે મિનિટ સુધી ચઢવા દો. કોબી ક્રન્ચી એટલે કે અધકચરી ચઢી જવી જોઈએ. ત્યાર બાદ ગેસ બંધ કરી દેવો. કોબી પર લીંબુનો રસ નાખીને ગરમા-ગરમ સંભારો સર્વ કરવો. 
 
Source By : Divya Bhaskar