Recipes

ગાજર-મરચાંનો સંભારો

 -અડધો નંગ ગાજર ઝીણું સમારેલું

-અડધું કૅપ્સિકમ ઝીણું સમારેલું
-એક ચમચી લાલ મરચાંનો પાઉડર
-પા ચમચી મેથીના કુરિયા
-અડધી ચમચી રાઈના કુરિયા
-પા ચમચી હળદર
-પા ચમચી હિંગ
-એક ચમચો તલનું તેલ
-મીઠું સ્વાદાનુસાર
 
રીત
 
સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે ગેસ પરથી ઉતારી લો. હવે એમાં હિંગ, હળદર, રાઈ અને મેથીના કુરિયા, લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. મસાલો બની જાય એટલે એમાં ઝીણાં સમારેલાં ગાજર અને કૅપ્સિકમ ઉમેરીને બરાબર મિક્સ કરો. ગાજર અને કૅપ્સિકમ પર મસાલાનું સારી રીતે કોટિંગ થઈ જાય એટલે ઢાંકીને એક કલાક રહેવા દો. ત્યાર બાદ કાચની બરણીમાં ભરી લો. આ સંભારાને ફ્રિઝમાં આઠથી દસ દિવસ સાચવી શકાય છે.
 
Source By : Divya Bhaskar