Recipes

વરાળમાં બનાવેલા દહીંવડા

- એક કપ અડદની દાળ
- એક કપ મગની દાળ
- એક ઇંચ આદુના ટુકડાની પેસ્ટ
- સ્વાદ અનુસાર મીઠું
- ચપટી હિંગ
- અડધી ચમચી ઇનો સોલ્ટ
- પાંચસો ગ્રામ દહીં
- અડધી ચમચી મીઠું
- અડધી ચમચી મરી પાવડર
- બે ચમચી જીરા પાવડર
- બે ટીસ્પૂન લાલ મરચું
- અડધો કપ ગળી ચટણી
- અડધો કપ કોથમીરની ચટણી
 
રીત
 
બંને દાળને ધોઇ લો અને સાથે તેને ચાર કલાક માટે પલાળીને રાખો. હવે તેમાંથી વધારાનું પાણી કાઢી લો અને તેને પીસી લો. એક વાસણમાં ખીરું તૈયાર કરો. ઇડલી સ્ટેન્ડને ચીકણું કરી લો અને કૂકરમાં બે ગ્લાસ પાણી નાંખો અને તેને ગરમ થવા દો. ધ્યાન રાખો કે પાણી ઇડલી સ્ટેન્ડમાં ન જતું રહે. દાળના મિશ્રણમાં મીઠું, હિંગ અને આદુની પેસ્ટ મિક્સ કરો. તેને સારી રીતે ફેંટી લો અને સાથે તેને એટલું પાતળું રાખો કે તેમાં સૂજી મિલાવી શકો. ઇનો સોલ્ટ મિક્સ કરો અને તેને હલાવી લો. હવે સ્ટેન્ડમાં ખીરું ભરો અને સાથે તેને દસ મિનિટ સુધી કૂકરમાં રહેવા દો. હવે ગેસ બંધ કરો અને સ્ટેન્ડને કાઢી લો. તે ઠંડું થાય એટલે તેમાંથી વડા કાઢો. પીરસવાની પ્લેટ કાઢો અને તેમાં બે વડા રાખો. તેમાં ઉપરથી વલોવેલું ચાર ચમચી દહીં નાંખો. તેની પર થોડું સાદુ મીઠું, મરચું અને જીરા પાવડર મિક્સ કરો. ગળી ચટણી, કોથમીરની ચટણી સાથે સર્વ કરો.

 

Source By : Divya Bhaskar