Recipes

સ્ટફિંગ રવા ઇડલી

 - બે કપ રવો

- બે કપ દહીં
- એક ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ
- મીઠું સ્વાદાનુસાર
 
સ્ટફિંગ માટે
 
- અડધો કપ બોઈલ્ડ લીલા વટાણા
- અડધો કપ ઝીણા સમારેલા ગાજર સ્ટીમ કરેલાં
- પા કપ ઝીણા સમારેલાં કેપ્સિકમ
- પા કપ ઝીણી સમારેલી ફણસી બોઈલ્ડ
- બે ટીસ્પૂન આદુ-મરચાંની પેસ્ટ
- એક ટીસ્પૂન કાજુ ટુકડા
- એક ટીસ્પૂન લાલ મરચું પાઉડર
- દોઢ ટીસ્પૂન સાંભાર મસાલો
- બે ટીસ્પૂન રાઈ
- એક ટીસ્પૂન સમારેલો મીઠો લીમડો
- ત્રણ ટીસ્પૂન કોપરાની છીણ
- બે ટીસ્પૂન તેલ
- મીઠું સ્વાદાનુસાર
 
રીત
 
સૌપ્રથમ રવામાં દહીં તથા મીઠું મિક્સ કરી પાંચ મિનિટ રહેવા દો. સ્ટફિંગ માટે પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ, લીમડો નાખી બધા શાક નાંખો. આદુ-મરચાંની પેસ્ટ, કાજુ, લાલ મરચું, મીઠું, નારિયેળની છીણ અને સાંભાર મસાલા સાથે બધી જ સામગ્રી નાખી મિક્સ કરી તેનું સ્ટફિંગ તૈયાર કરો. હવે ઈડલીના બેટરમાં ફ્રૂટ સોલ્ટ નાંખી મિક્સ કરી થોડા ઈડલી બેટરને ઈડલી સ્ટેન્ડના ખાનામાં ફેલાવીને પાથરો અને તેને બેથી ત્રણ મિનિટ સ્ટીમ કરો. પછી તેમાં સ્ટફિંગ પાથરો. એક સરખું દબાવીને પાથરો. તેના પર ફરીથી ઈડલી બેટરને ફેલાવીને પાથરો અને તેને પાંચ મિનિટ સ્ટીમ કરો અને પછી બહાર કાઢી આ ગરમા-ગરમ ઈડલીને નાળિયેરની ચટણી સાથે સર્વ કરો.
 
Source By : Divya Bhaskar