Recipes

ઇન્સ્ટન્ટ ઢોકળા

 - સો ગ્રામ બેસન

- સો ગ્રામ સૂજી
- સો ગ્રામ પાણી
- બસો ગ્રામ દહીં
- ચપટી હળદર
- એક ચમચી મીઠું
- પ્રમાણસર ઇનો પાવડર
 
વઘાર માટે
 
- એક ટીસ્પૂન તેલ
- એક નાની ચમચી રાઇના દાણા
- બે લીલા મરચાં
- એક ચમચી ખાંડ
- પા ચમચી મીઠું
- એક ટીસ્પૂન કોથમીર
- એક ટીસ્પૂન છીણેલું નારિયેળ
 
રીત
 
એક વાસણમાં બેસન અને સૂજી લો. તેમાં ફેંટેલું દહીં, હળદર અને પાણી મિક્સ કરો અને તે તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો. તેમાં મીઠું નાંખો અને તેને સારી રીતે હલાવો, જેથી તેમાં ગટ્ઠા ન રહે, એક કૂકરમાં બે ગ્લાસ પાણી ગરમ કરો અને સાથે તેને જાળી વાળા સ્ટેન્ડમાં રાખો. જે વાસણમાં કૂકર કે સેપરેટમાં ઢોકળા બનાવવા હોય તેમાં તેલ લગાવી લો. મિશ્રણમાં ફ્રૂટ સોલ્ટ મિક્સ કરો અને સાથે તે ફૂલવા લાગે તો તેને હલાવવાનું બંધ કરો. હવે ખીરાને વાસણમાં પાથરી લો. સીટી લગાવ્યા વિના વીસ મિનિટ સુધી તેને ચઢવા દો. થોડા સમય બાદ તેમાં ચપ્પૂ નાંખો અને તેને ચેક કરો. ઠંડુ થવા બાદ તેને પ્લેટમાં કાઢી લો. અને તેના મનપસંદ આકારના ટુકડા કરો. 
 
આ રીતે કરો વઘાર
 
એક વઘારિયામાં તેલ ગરમ કરો અને સાથે તેમાં રાઇનો વઘાર કરો. તેમાં લીલા મરચાં મિક્સ કરો અને તેને તળાવવા દો. એક નાની વાટકી પાણી મિક્સ કરો અને તેમાં ખાંડ અને પાણી મિક્સ કરો. જ્યારે ખીરું ફૂલવા લાગે ત્યારે ગેસ બંધ કરો. એક લીંબુનો રસ કાઢો અને તેને ખીરામાં મિક્સ કરી લો. તેને ચમચીની મદદથી ઢાકળા પર નાંખો. સ્વાદિષ્ટ ઢોકળા તૈયાર થશે. 
 
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.